Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતગુજરાત સરકારનો વીજ ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય: ફ્યુઅલ સરચાર્જમાં કરાયો ઘટાડો- 1.70...

    ગુજરાત સરકારનો વીજ ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય: ફ્યુઅલ સરચાર્જમાં કરાયો ઘટાડો- 1.70 કરોડ ગ્રાહકોને ફાયદો, ₹1340 કરોડની થશે બચત

    ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા વીજ ગ્રાહકો પાસેથી પ્રતિ વીજ યુનિટ 3.35 રુપિયા વસૂલવામાં આવતા હતા. જોકે, હવે તે ઘટાડીને 2.85 પ્રતિ યુનિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત સરકારે નાગરિકોને મોટી ભેટ આપી છે. ગુજરાત સરકારે રાજ્યના તમામ વીજ ગ્રાહકોને રાહત આપતો નિર્ણય લીધો છે. સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે. જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળાના ફ્યૂઅલ સરચાર્જમાં સરકારે 50 પૈસાનો ઘટાડો કર્યો છે. જેનો સીધો લાભ ગુજરાતમાં રહેતા મધ્યમવર્ગીય પરિવારોને મળશે. તેનાથી વીજળી બિલમાં ઘણી રાહત મળશે. ગુજરાત સરકારનો આ નિર્ણય વીજ ગ્રાહકોના હિતમાં લેવામાં આવ્યો છે.

    ગુજરાત સરકારનો વીજ ગ્રાહકોના હિતમાં આ મોટો નિર્ણય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા વીજ ગ્રાહકો પાસેથી પ્રતિ વીજ યુનિટ 3.35 રુપિયા વસૂલવામાં આવતા હતા. જોકે, હવે તે ઘટાડીને 2.85 પ્રતિ યુનિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી 1.70 કરોડ ગ્રાહકોને ત્રિમાસિક ગાળામાં ₹1340 કરોડની બચત થશે.

    ઉર્જા મંત્રીએ આપી જાણકારી

    ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ફ્યુઅલ ચાર્જના ઘટાડા અંગે માહિતી આપતાં કહ્યું કે, જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જ રૂપિયા 3.35 પ્રતિ યુનિટથી ઘટીને રૂ.2.85 પ્રતિ યુનિટ વસુલ કરવાનો થાય છે. જેમાં 50 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કરાતા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને 1340 કરોડ રૂપિયાનો લાભ થશે.

    - Advertisement -

    મહિલા દિવસ પર મોદી સરકારે આપી હતી ભેટ

    નોંધનીય છે કે, આ પહેલાં મહિલા દિવસ પર કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ભેટ આપી હતી. 7 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના (PMUY) લાભાર્થીઓ માટે સબસિડીને મંજૂરી આપી હતી. સાથે જ મહિલા દિવસ પર દેશની તમામ મહિલાઓને સારા સમાચાર આપતા PM મોદીએ ગેસના બાટલાનાં ભાવમાં ₹100નો ઘટાડો કરવાની ઘોષણા પણ કરી હતી. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની જાહેરાત કરી હતી અને મહિલા દિવસ પર દેશની તમામ મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

    સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના (PMUY) લાભાર્થીઓ માટે પ્રતિ વર્ષ 12 ગેસના બાટલા માટે 14.2 કિલોગ્રામ સિલિન્ડર દીઠ ₹300ની લક્ષિત સબસિડીના વિસ્તરણને પણ મંજૂરી આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં