Wednesday, May 15, 2024
More
    હોમપેજરાજકારણમહિલા દિવસ પર PM મોદી દ્વારા ગૃહિણીઓને મોટી ભેટ: એલપીજીના ભાવમાં ₹100નો...

    મહિલા દિવસ પર PM મોદી દ્વારા ગૃહિણીઓને મોટી ભેટ: એલપીજીના ભાવમાં ₹100નો ઘટાડો, વર્ષ 2024-25 માટે ઉજ્જવલા યોજનાની સબસિડી પણ લંબાવાઈ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મહિલા દિવસ શુભેચ્છા પાઠવતા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરીને લખ્યું, "આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹100ની છૂટનો મોટો નિર્ણય લીધો છે."

    - Advertisement -

    ગુરુવારે (7 માર્ચ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના (PMUY) લાભાર્થીઓ માટે સબસિડીને મંજૂરી આપી હતી. સાથે જ આજે મહિલા દિવસ પર દેશની તમામ મહિલાઓને સારા સમાચાર આપતા PM મોદીએ ગેસના બાટલાનાં ભાવમાં ₹100નો ઘટાડો કરવાની ઘોષણા પણ પોતાના X એકાઉન્ટ પરથી કરી છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મહિલા દિવસ શુભેચ્છા પાઠવતા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરીને લખ્યું, “આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹100ની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં સુધારો થશે.”

    “રાંધણ ગેસને વધુ સસ્તું બનાવીને, અમારો હેતુ પરિવારોની સુખાકારીને ટેકો આપવા અને તંદુરસ્ત વાતાવરણની ખાતરી કરવાનો પણ છે. આ મહિલાઓને સશક્તિકરણ અને તેમના માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે,” PMએ ઉમેર્યું.

    - Advertisement -

    પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બાબતે કેબિનેટે લીધો મોટો નિર્ણય

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના (PMUY) લાભાર્થીઓ માટે પ્રતિ વર્ષ 12 ગેસના બાટલા માટે 14.2 કિલોગ્રામ સિલિન્ડર દીઠ ₹300ની લક્ષિત સબસિડીના વિસ્તરણને મંજૂરી આપી છે.

    1 માર્ચ, 2024 સુધીમાં PMUYના 10.27 કરોડથી વધુ લાભાર્થીઓ છે. નાણાકીય વર્ષ 2024-25 માટે કુલ ખર્ચ ₹12,000 કરોડ થશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સબસિડી પાત્ર લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં