Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત સાતમી વખત કેસરિયા કરશે, કોંગ્રેસ કોમામાં, ‘આપ’નું ઝાડુ વેરવિખેર: તમામ એક્ઝિટ...

    ગુજરાત સાતમી વખત કેસરિયા કરશે, કોંગ્રેસ કોમામાં, ‘આપ’નું ઝાડુ વેરવિખેર: તમામ એક્ઝિટ પોલ્સમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન

    રિપબ્લિકના એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતમાં ભાજપને 128થી 148 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 30થી 42 જ્યારે આમ આદમી પાર્ટીને 2 થી 10 બેઠકો મળતી બતાવવામાં આવી રહી છે. 

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું તેની સાથે હવે એક્ઝિટ પોલ આવવાના શરૂ થઇ ગયા છે. તમામ એક્ઝિટ પોલ્સનો નિષ્કર્ષ એ નીકળી રહ્યો છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત જંગી બહુમતીથી સરકાર બનાવવા જઈ રહી છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપને 120થી વધુ બેઠકો મળતી જણાવવામાં આવી રહી છે. 

    જન કી બાતના એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતમાં ભાજપ 117થી 140 બેઠકો મેળવી શકે છે. કોંગ્રેસ 34થી 51, જ્યારે આમ આદમી પાર્ટીથી 6થી 13 બેઠકો મળી શકે છે. વોટ શૅરની વાત કરવામાં આવે તો જન કી બાત અનુસાર, ભાજપનો વોટશેર 44થી 49 ટકા, કોંગ્રેસનો વોટશેર 28થી 32 અને AAPનો વોટશેર 19થી 12 ટકા જેટલો રહી શકે છે. 

    TV9ના એક્ઝિટ પોલમાં ભાજપને 125થી 130 બેઠકો મળતી જણાવવામાં આવી રહી છે. કોંગ્રેસને 40થી 50, જ્યારે આમ આદમી પાર્ટીને 3થી 5 બેઠકો મળી શકે છે. 

    - Advertisement -

    રિપબ્લિકના એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતમાં ભાજપને 128થી 148 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 30થી 42 જ્યારે આમ આદમી પાર્ટીને 2 થી 10 બેઠકો મળતી બતાવવામાં આવી રહી છે. 

    ટાઈમ્સ નાઉ અનુસાર, ગુજરાતમાં ભાજપને 131, કોંગ્રેસને 41 જ્યારે આમ આદમી પાર્ટીને 6 બેઠકો મળી શકે તેમ છે. 

    ઇન્ડિયા ટૂડે-માય એક્સિસના પોલ અનુસાર, ગુજરાતમાં ભાજપ 131થી 151 બેઠકો મેળવી શકે છે. જ્યારે કોંગ્રેસ 16થી 30 બેઠકો મળી શકે તેમ જણાવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીને 9થી 21 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જ્યારે અન્યને 2થી 6 બેઠકો મળશે તેમ જણાવાઈ રહ્યું છે. 

    ઇન્ડિયા ટૂડે-એક્સિસ માય ઇન્ડિયા અનુસાર, ગુજરાતમાં ભાજપને ગ્રામ્ય વિસ્તારોમાંથી 45 ટકા જ્યારે શહેરી વિસ્તારોમાંથી 48 ટકા વોટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારોમાં 27 ટકા, શહેરી વિસ્તારોમાં 24 ટકા, આમ આદમી પાર્ટીને ગ્રામ્ય વિસ્તારોમાં 20 ટકા જ્યારે શહેરી વિસ્તારોમાં 21 ટકા મતો મળી શકે છે. 

    વિવિધ એજન્સીઓ-ચેનલોના એક્ઝિટ પોલ્સ મુજબ, ગુજરાતમાં સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. સરકાર બનાવવા જઇ રહી છે એટલું જ નહીં પરંતુ પાર્ટીની બેઠકોમાં પણ 2017 કરતાં જંગી વધારો થશે તેમ જાણવા મળી રહ્યું છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ 77 બેઠકો જીતી હતી. 

    ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ 127 બેઠકોનો છે, જે 2002માં પાર્ટીએ જીતી હતી. ત્યારબાદ પાર્ટી આ આંકડો પાર કરી શકી નથી. બીજી તરફ, રાજ્યનો પોતાનો રેકોર્ડ 149 બેઠકોનો છે, જે માધવસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીએ મેળવી હતી. ભાજપ આ રેકોર્ડ તોડવાની નજીક જતી દેખાઈ રહી છે. જોકે, સાચું ચિત્ર તો આઠમી ડિસેમ્બરે જ સ્પષ્ટ થઇ શકશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં