Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત ચૂંટણી: ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની યાદીમાં ‘કટ્ટર ઈમાનદાર’ કેજરીવાલની AAP મોખરે:...

    ગુજરાત ચૂંટણી: ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની યાદીમાં ‘કટ્ટર ઈમાનદાર’ કેજરીવાલની AAP મોખરે: 36 ટકા ઉમેદવારો સામે રેપ, હત્યા, અપહરણ સહિતના ગુનાઓ

    આ બાબતમાં કોંગ્રેસ પણ પાછળ નથી. કોંગ્રેસના 35 ટકા ઉમેદવારો, એટલે કે 31 ઉમેદવારો સામે કેસ દાખલ થયા છે. 

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરનારા વિવિધ પાર્ટીના ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ અંગે જાણકારી બહાર આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, પોતાને ‘કટ્ટર ઈમાનદાર’ ગણાવતા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના ઉમેદવારો આ યાદીમાં પ્રથમ ક્રમે આવે છે. AAPના 36 ટકા ઉમેદવારો સામે કોઈને કોઈ કેસ દાખલ થઇ ચૂક્યા હોવાનું અહેવાલો જણાવે છે. 

    એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને ગુજરાત ઈલેક્શન વૉચ દ્વારા પ્રથમ તબક્કામાં યોજાનારી ચૂંટણીના તમામ ઉમેદવારોના એફિડેવિટનો અભ્યાસ કરી કાઢવામાં આવેલ તારણમાં આ વિગતો સામે આવી છે. જે અનુસાર, ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોમાં AAPના સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. 

    રિપોર્ટ અનુસાર, આમ આદમી પાર્ટીના કુલ 32 ઉમેદવારો સામે કેસ દાખલ થઇ ચૂક્યા છે. જેમાં હત્યા, બળાત્કાર, અપહરણ વગેરે ગંભીર ગુનાઓ પણ સામેલ છે. જેની ટકાવારી 36 ટકા નીકળે છે. જોકે, આ બાબતમાં કોંગ્રેસ પણ પાછળ નથી. કોંગ્રેસના 35 ટકા ઉમેદવારો, એટલે કે 31 ઉમેદવારો સામે કેસ દાખલ થયા છે. 

    - Advertisement -

    ભાજપની વાત કરવામાં આવે તો તેના 16 ટકા એટલે કે 14 ઉમેદવારો સામે કેસ દાખલ થયા છે. જેમાંથી 12 સામે ગંભીર ગુનાઓ છે. 

    આ ઉપરાંત, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, જે 14 બેઠકો પર લડી રહી છે, તેના 4 ઉમેદવારો (29 ટકા) સામે કેસ દાખલ થયા છે. જેમાંથી 7 ટકા સામે ગંભીર ગુનાઓ દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે. 

    પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ તમામ ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુના હેઠળ કેસ દાખલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ પોતાને અને પોતાની પાર્ટીને ‘કટ્ટર ઈમાનદાર’ ગણાવતા રહે છે. તેઓ રાજકારણ કરવા નહીં પરંતુ રાજકારણ બદલવા આવ્યા હોવાની પણ વાતો કરતા સાંભળવા મળ્યા છે. કેજરીવાલ ભાજપ અને કોંગ્રેસ બંનેને એકસરખી પાર્ટીઓ ગણાવીને પોતાને ત્રીજા વિકલ્પ તરીકે રજૂ કરી રહ્યા છે. તેઓ આ બંને પાર્ટીઓ પર ભ્રષ્ટાચાર સહિતના આરોપો પણ લગાવતા રહ્યા છે. 

    બીજી તરફ, ચૂંટણીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોમાં તેમની પાર્ટી પહેલા ક્રમે આવતાં અનેક સવાલો સર્જાયા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં