Saturday, April 20, 2024
More
    હોમપેજગુજરાતCM ભુપેન્દ્ર પટેલના શપથગ્રહણ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાયો: દેશના પ્રધાનમંત્રી અને...

    CM ભુપેન્દ્ર પટેલના શપથગ્રહણ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાયો: દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સમેત અનેક મહાનુભાવો રહેશે હાજર

    આ શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય પ્રધાનો સહિત અન્ય વિવિધ રાજ્યના મુખ્ય પ્રધાનો હાજર રહેવાના હોવાથી વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત બાદ ભાજપે નવી સરકારની રચના કરશે. શાનદાર જીત બાદ નવી સરકારની ભુપેન્દ્રભાઈની શપથગ્રહણ વિધિ એક મેગા શો બની રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. નવી સરકારની શપથ વિધિની શાહી તૈયારી ગાંધીનગરમાં શરૂ કરવામાં આવી છે. હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથ વિધિની શાહી તૈયારી શરૂ કરવામાં આવી છે.

    નોંધનીય છે કે પરિણામના દિવસે જ ગુજરાત બીજેપીના અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું, “ગુજરાતના મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.” ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભુપેન્દ્રભાઈની શપથગ્રહણ વિધિ યોજાવાની છે.

    આ શપથગ્રહણ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફથી વિગતવાર કાર્યક્રમ પણ બહાર પડાયો છે.

    - Advertisement -

    શપથગ્રહણની તડામાર તૈયારીઓ

    ભુપેન્દ્રભાઈની શપથગ્રહણ વિધિ વખતે હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહે એ પ્રકારની બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ છે. તો શપથવિધિ કાર્યક્રમ દરમિયાન કુલ 3 અલગ અલગ મોટા મંચ બનાવાયા છે. આ શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી, કેન્દ્રીય પ્રધાન સહિત અન્ય રાજ્યના મુખ્યપ્રધાનો હાજર રહેવાના હોવાથી વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે.

    તો બીજી તરફ મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ મહેમાનો ઉપસ્થિત રહેવાના હોવાથી બેઠક વ્યવસ્થાનું અલગ આયોજન કરાયુ છે. કુલ 8 તબક્કામાં બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સાંસદો, વિજેતા ધારાસભ્યો, CMના મહેમાનો, ઉદ્યોગપતિ, કલાકારો, સંતો, વીવીઆઈપી અને સામાન્ય જનતા બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    કાર્યક્રમ માટે ત્રણ મોટા મંચ બનાવાયા

    અહેવાલો અનુસાર શપથવિધિ કાર્યક્રમ દરમિયાન કુલ 3 અલગ અલગ મોટા મંચ બનાવાયા છે. જેમાં એક મંચ પર રાજ્યપાલ, નવા CM, નિયુક્ત મંત્રીમંડળના સભ્યો બેસશે. જ્યારે બીજા મંચ પર વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાન અને અન્ય રાજ્યના CM બેસે એવી વ્યવસ્થા ઉભી કરાશે. એટલું જ નહીં ત્રીજા મંચ પર સાધુ-સંતો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઇ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં