Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણના ફટાકડા, ના મીઠાઈઓ કે નહીં વિજય સરઘસ: રાજકોટમાં બનેલ દુર્ઘટનાને લઈને...

    ના ફટાકડા, ના મીઠાઈઓ કે નહીં વિજય સરઘસ: રાજકોટમાં બનેલ દુર્ઘટનાને લઈને ગુજરાત ભાજપે બહાર પાડી એડવાઈઝરી, વિજય બાદ સંયમિત ઉજવણી માટે અપીલ

    પાછલા દિવસોમાં રાજકોટમાં એક ભયાનક દુર્ઘટના બની હતી. શહેરમાં આવેલ TRP ગેમઝોનમાં આગ લાગતા 28 લોકો તેમાં ભોગ બન્યાં હતા અને અનેક ઘાયલ થયા હતા.

    - Advertisement -

    આજે દેશના લોકસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 4 જૂન દેશમાં નવી સરકાર કોની બનશે એ પરિણામો જાહેર થશે. પુરી સંભાવના છે કે મોદી ફરી દેશના વડાપ્રધાન બનશે અને ગુજરાતમાં પણ 26 સીટો પણ ભાજપના ઉમેદવારો વિજયી બનશે. જેમાંથી એક તો બિનહરીફ જીતાઈ ચૂકી છે. તેવામાં પ્રદેશ ભાજપ સંગઠને રાજકોટમાં બનેલ દુર્ઘટનાને ધ્યાને લઈને એક લેટર બહાર પડ્યો છે અને કાર્યકર્તાઓને અપીલ કરી છે કે વિજય મળ્યા બાદ ઉજવણી સંયમિત રીતે કરવામાં આવે. ફટાકડા, મીઠાઈઓ, ઢોલ-નગારા અને વિજય સરઘસ ના કાઢવામાં આવે.

    પાછલા દિવસોમાં રાજકોટમાં એક ભયાનક દુર્ઘટના બની હતી. શહેરમાં આવેલ TRP ગેમઝોનમાં આગ લાગતા 28 લોકો તેમાં ભોગ બન્યાં હતા અને અનેક ઘાયલ થયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાત પ્રદેશ ભાજપે આ લેટર બહાર પાડ્યો છે.

    પ્રદેશ ભાજપનો લેટર

    ના મીઠાઈ, ના ફટકતા, ના રેલી

    31 મેના દિવસે બહાર પડાયેલ આ સૂચનામાં ઘણાં મુદ્દાઓ સમાવી લેવાયા છે. તથા તેની નકલ પ્રદેશ પદાધિકારીઓ, મુખ્યમંત્રી, લોકસભા ઉમેદવારોથી લઈને દરેકે ભાજપ કાર્યકરો સુધી પહોંચાડવામાં આવી છે. 4 જૂને પરિણામ જાહેર થયા બાદ અને વિજય મળ્યા બાદ ભાજપ નેતાઓ-કાર્યક્રતાઓએ શું કરવું અને શું ના કરવું તેના મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે;

    - Advertisement -
    • મતગણતરી સ્થળની બહાર, કાર્યાલય તેમજ આયુ કોઇ જાહેર સ્થળે ફટાકડા ફોડવા નહીં
    • મીઠાઈની વ્યવસ્થા ના રાખવી
    • ફૂલની પાંદડીઓ કે ગુલાલથી ઉજવણી ના કરવી
    • ભાજપનો ખેસ-ટોપી પહેરીને, હાથમાં ઝંડા લઈને ભારત માતા કી જયના નારા સાથે ઉજવણી કરવી
    • વિજેતા ઉમેદવારોએ કોઇ જાતના વિજય સરઘસ કાઢવા નહીં કે ઢોલ-નગારા, ડીજેની વ્યવસ્થા રાખવી નહીં
    • કાર્યાલય પર રોશની કે સુશોભન કરવું નહીં
    • વિજય બાદ સન્માન સમારંભો ટાળવા

    આમ, ગુજરાત ભાજપે રાજકોટમાં થયેલા આ દુર્ઘટનામાં માર્યા ગયેલ નાગરિકોના મોતનો મલાજો જળવાય તે માટે આ એક સારી પહેલ કરી છે. નોંધનીય છે કે આજે લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન છે અને 4 જૂને મતગણતરી અને પરિણામ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં