Sunday, October 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકતલ કરવાના ઇરાદે લાવીને ગૌવંશને ક્રૂરતાપૂર્વક બાંધી રાખ્યાં હતાં, પોલીસે બચાવી લીધાં:...

    કતલ કરવાના ઇરાદે લાવીને ગૌવંશને ક્રૂરતાપૂર્વક બાંધી રાખ્યાં હતાં, પોલીસે બચાવી લીધાં: ગોધરામાં જાવેદ, સમીર, બશીર સહિત પાંચ સામે ગુનો

    પોલીસને બાતમી મળી હતી કે શહેરા ટાઉન વિસ્તારમાં રહેતા જાવેદ યુસુફ ચોંગા અને અન્યોએ તળાવની પાળ પાસે આવેલ ઝાડીમાં ગેરકાયદેસર રીતે મૂંગા પશુઓને દોરડા વડે કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ છે. ત્યારબાદ કાર્યવાહી થઇ હતી.

    - Advertisement -

    પંચમહાલના ગોધરામાં પોલીસની સતર્કતાએ કતલખાને લઇ જવામાં આવતાં ગૌવંશના જીવ બચાવી લીધા હતા. પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી છે. જેમની ઓળખ જાવેદ, સમીર, બશીર, મહેબૂબ અને મુન્તશિર તરીકે થઇ છે. 

    કેસમાં ગોધરાના શહેરા પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી છે, જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં જણાવ્યા અનુસાર, આ આરોપીઓએ 3 ગાય, 1 વાછરડી અને એ બળદને કતલખાને લઇ જવાના ઇરાદે લાવીને ઘાસચારો કે પાણી આપ્યા વગર બાંધી રાખ્યાં હતાં. પોલીસે બાતમીના આધારે આરોપીઓને પકડીને પશુઓને છોડાવી લીધાં હતાં. 

    FIRમાં ફરિયાદી સ્વયં પોલીસ બની છે. જણાવ્યા અનુસાર, શનિવારે (19 ઓગસ્ટ, 2023) તેમને બાતમી મળી હતી કે શહેરા ટાઉન વિસ્તારમાં રહેતા જાવેદ યુસુફ ચોંગા અને અન્યોએ તળાવની પાળ પાસે આવેલ ઝાડીમાં ગેરકાયદેસર રીતે મૂંગા પશુઓને દોરડા વડે કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ છે. 

    - Advertisement -

    બાતમી મળતાં બે પંચના માણસોને સાથે રાખીને સરકારી અને ખાનગી વાહમાં પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અહીં તળાવ નજીક વાહન ઊભાં રાખીને ઝાડી ઝાંખરામાં તપાસ કરતાં અલગ-અલગ જગાએથી મૂંગાં પશુઓ મળી આવ્યાં હતાં. જણાવ્યા મુજબ, પશુઓને પાણી અને ઘાસચારો પણ નહીં આપીને ટૂંકાં દોરડાં વડે બાંધી રાખવામાં આવ્યાં હતાં. પોલીસ કર્મચારીઓએ ત્યારબાદ આ તમામનાં દોરડાં કાપીને બહાર લાવીને ગણતરી કરતાં તેમાં 3 ગાય, 1 વાછરડી અને બે બળદ મળી આવ્યા હતા. જેમની કુલ કિંમત 55 હજાર રૂપિયા આંકવામાં આવી છે. 

    પોલીસે ત્યારબાદ પંચનામું કરીને પ્રાણીઓને ગોધરા ખાતે પાંજરાપોળમાં મોકલી આપ્યાં હતાં. બીજી તરફ આરોપીઓ જાવેદ યુસુફ ચોંગા, સમીર સમંદર બેલીમ, બશીર સકીમ શેખ, મહેબૂબ બશીર શેખ અને મુન્તશિર હનીફ શેખ સામે કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. આ તમામ સામે પ્રિવેન્શન ઑફ ક્રૂઅલિટી ટૂ એનિમલ્સ એક્ટ અને GPAની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    દેવગઢ બારિયામાં ગૌવંશ બચાવવા ગયેલ પોલીસ પર હુમલો

    બીજી તરફ દેવગઢ બારિયામાં ગૌવંશને બચાવવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો થવાનો મામલો સામે આવ્યો છે. ગત મોડી રાત્રે દેવગઢ બારિયાના કાપડી વિસ્તારમાં ગૌવંશને કતલથી બચાવીને પરત લઇ જઈ રહેલી પોલીસ ટીમ પર ટોળાએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક પોલીસ કર્મી ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટોળું એ હદે હિંસક બન્યું હતું કે પોલીસને પણ પીછેહઠ કરવી પડી હતી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ પણ કરી છે અને અન્ય આરોપીઓને ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં