Wednesday, April 24, 2024
More
  હોમપેજગુજરાતદાહોદ: દેવગઢ બારિયામાં પોલીસ પર ઐયુબ, સઇદા, સમીરા સહિત 130ના ટોળાએ કરી...

  દાહોદ: દેવગઢ બારિયામાં પોલીસ પર ઐયુબ, સઇદા, સમીરા સહિત 130ના ટોળાએ કરી દીધો હુમલો; એક પોલીસકર્મી ઘાયલ, ગૌવંશ બચાવવા પહોંચી હતી પોલીસ

  ગત મોડી રાત્રે દેવગઢ બારિયાના કાપડી વિસ્તારમાં ગૌવંશને કતલ તથી બચાવીને પરત લઇ જઈ રહેલી પોલીસ ટીમ પર ટોળાએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક પોલીસ કર્મી ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટોળું એ હદે હિંસક બન્યું હતું કે પોલીસને પણ પીછેહઠ કરવી પડી હતી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

  - Advertisement -

  છેલ્લા ઘણા સમયથી એવા ઘણાબધા સમાચારો મળી રહ્યા છે જેના પરથી એવું લાગી રહ્યું છે કે હવે ગુન્હેગારોને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ગૌવંશને બચાવવા જતાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. દેવગઢ બારિયામાં ગાય બચાવનાર પોલીસ ટીમ પર હુમલો થવાની આ ઘટના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.

  ઉલ્લેખનીય છે કે ગત મોડી રાત્રે દેવગઢ બારિયાના કાપડી વિસ્તારમાં ગૌવંશને કતલથી બચાવીને પરત લઇ જઈ રહેલી પોલીસ ટીમ પર ટોળાએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક પોલીસ કર્મી ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટોળું એ હદે હિંસક બન્યું હતું કે પોલીસને પણ પીછેહઠ કરવી પડી હતી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ પણ કરી છે અને અન્ય આરોપીઓને ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

  મળતી માહિતી અનુસાર દાહોદના દેવગઢ બારિયામાં આવેલા કાપડી વિસ્તારમાં ગૌમાંસ કપાતું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં તપાસ દરમિયાન પોલીસને એક ઘરમાંથી માંસનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ પોલીસને આ જગ્યાએ 3 ગૌવંશ બાંધેલા પણ મળી આવ્યા હતા. પોલીસે જગ્યા પરથી કતલ કરવાના હથિયાર અને માંસ સહિત કતલ કરવા લઇ જવાયેલ ગૌવંશને બચાવીને લઇ જઈ રહેલી પોલીસ ટીમ પર ત્યાં હાજર ટોળાએ હુમલો કરી દીધો હતો.

  - Advertisement -

  પોલીસ તપાસમાં આવતા જ સિરાજભાઈ ઉર્ફે ટોટો ઈસ્માઈલ રસીદવાળા, મજીદભાઈ મુસાભાઈ પીપલોદીયા, ફરહાન અબ્દુલ હાફીઝ લખારા, મોહમદ હનીફ નુર મહમદ વ્હોરા, ઈરફાનભાઈ નાનાભાઈ પટેલ, ઈકબાલભાઈ ફારૂકભાઈ રાતડીયા, ઈકબાલભાઈ મજીતભાઈ પટેલ, ઈબ્રાહીમભાઈ ઈસુબભાઈ પટેલ, ઝુબેરભાઈ ઈબ્રાહીમભાઈ પટેલ, શબ્બીર અબ્દુલ્લા ખાંડા, મુમતાઝ નાનાભાઈ મુસાભાઈ પટેલ, ઐયબુભાઈ નાનાભાઈ રસીદવાળા, સોકત આદમ રસીદવાળા, ઈસુબ નાના રસીદવાળા, સલીમ કયુમ ભીખા, સુગરાબેન ઈસ્માઈલભાઈ રાતડીયા, બાનુબેન મહેબુબભાઈ પિતળ (ગોધરાવાળા), સઈદાબેન ઐયુબભાઈ રસીદવાળા, સમીરાબેન ઐયુબભાઈ રસીદવાળા, યાકુબભાઈ મજીદભાઈ પીપલોદીયા તથા તેમની સાથે અન્ય 130 જેટલા ટોળાના માણસોએ પોલીસ કર્મચારીઓને બેફામ ગાળો બોલી હતી, તેમના પર હુમલો કરવા લોકોને ઉશ્કેર્યા હતા અને અંતે પથ્થરમારો કર્યો હતો.

  અહેવાલોમાં જણાવ્યા અનુસાર દાહોદના દેવગઢ બારિયામાં કતલ કરવા લઇ જવાયેલ ગૌવંશને છોડાવનાર પોલીસ ટીમ પર હુમલો કરનાર ટોળું એટલું હિંસક હતું કે તેમણે એક ASIને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. આ હુમલામાં પોલીસના વાહનને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારની પોલીસ સહિત ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. હાલ કાપડી વિસ્તારને કોર્ડન કરી પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.

  નોંધાઈ બે ફરિયાદો

  આ બાબતે પોલીસ દ્વારા બે જુદી જુદી ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જેમાં પહેલી ફરિયાદમાં ઐયુબભાઈ નાનાભાઈ રસીદવાળા, સઈદાબેન ઐયુબભાઈ નાનાભાઈ રસીદવાળા અને સમીરાબેન ઐયુબભાઈ નાનાભાઈ રસીદવાળા સામે ધી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

  બીજી ફરિયાદમાં આ 3 આરોપીઓ સમેત અન્ય 130 લોકોના ટોળા સામે પોલીસની સરકારી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરવા તેમજ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી 5 ઈસમોની ધરપકડ કરી હતી. તો બીજી તરફ અન્ય આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

  આ મામલે ઑપઇન્ડિયાએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેમના પાસેથી વધુ માહિતી મળતાં જ અમે આ લેખને અપડેટ કરીશું.

  ગોધરામાં LCB એ 6 ગૌવંશને બચાવ્યા, જાવેદ-બશીર સહિત પાંચની ધરપકડ

  દેવગઢ ખાતે પોલીસ પર હુમલો થવા સાથે જ ગોધરામાં પણ એક મહત્વપૂર્ણ ઘટના ઘટી હતી. જેમાં LCBએ 6 ગૌવંશને કતલ થતા બચાવ્ય્યા છે. આ મામલે મળતી માહિતી મુજબ જાવેદ યુસુફ, સમીર બેલીમ, બશીર શેખ, મહેબુબ શેખ અને મુન્તસર શેખ નામના ઈસમો શહેરા ગામના કબ્રસ્તાન પાછળ આવેલા તળાવની પાળે ગાય સહિતના ગૌવંશને કતલ કરવાના ઈરાદે બાંધીને ઉભા હતા. બાતમી મળ્યા બાદ સ્થાનિક LCBએ તાત્કાલિક જગ્યા પર દરોડો પાડતા ગા સહિતના ગૌવંશને અલગ અલગ ઝાડીઓમાં કતલ કરવાના ઈરાદે ટૂંકા દોરડાથી બાંધી રાખેલી અવસ્થામાં મળ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં