Tuesday, April 30, 2024
More
    હોમપેજગુજરાતસાવધાન ગુજરાત: બિપરજોય વાવાજોડાની વધી રહી છે તીવ્રતા, કચ્છ-સૌરાષ્ટ્રમાં 'ઓરેન્જ એલર્ટ'; 15...

    સાવધાન ગુજરાત: બિપરજોય વાવાજોડાની વધી રહી છે તીવ્રતા, કચ્છ-સૌરાષ્ટ્રમાં ‘ઓરેન્જ એલર્ટ’; 15 જૂને ગુજરાત પાર કરશે ચક્રવાતી તોફાન, હાલ માત્ર 380 કિમી દૂર

    બિપરજોય વાવાઝોડાની અસર પોરબંદરના દરિયા કિનારે જોવા મળી રહી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદરના દરિયા કાંઠે આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરની દિવાલ ધરાશાયી થઈ છે. 

    - Advertisement -

    બિપરજોય વાવાઝોડું ઉત્તરપશ્ચિત તરફ આગળ વધી રહ્યું હતું અને પાછલા કેટલાક કલાકોમાં વાવાઝોડાએ દિશા બદલી અને હવે તે ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને ગુજરાત તથા પાકિસ્તાન વચ્ચે ટકરાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવામાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપરજોય (Cyclonic Storm Biparjoy) ને લઈને સોમવારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ (‘તૈયાર રહો’) જારી કર્યું છે.

    અહેવાલો અનુસાર બિપરજોય 15 જૂને બપોર સુધીમાં ગુજરાતના જખાઉ બંદર નજીક સૌરાષ્ટ્ર-કચ્છ અને સંલગ્ન પાકિસ્તાનના દરિયાકાંઠા વચ્ચે પસાર થવાની સંભાવના છે.

    “સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાત ચેતવણી: ઓરેંજ અલર્ટ. ESCS બિપરજોય આજે 0530 IST પર પૂર્વ-મધ્ય અને સંલગ્ન NE અરબી સમુદ્ર પર અક્ષાંશ 19.2N અને રેખાંશ 67.7E નજીક, દેવવરકાહુથી લગભગ 380 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં. 15 જૂનની બપોર સુધીમાં ગુજરાતના જખાઉ બંદર નજીક પસાર થશે,” IMD એ ટ્વિટ કર્યું.

    - Advertisement -

    ચક્રવાતી તોફાન બિપરજોય હાલમાં પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર છે અને છેલ્લા છ કલાકમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે, હવામાન કચેરીએ તેની દૈનિક ચક્રવાત એડવાઈઝરીમાં જણાવ્યું હતું.

    “તે 14 જૂનની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે, પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને 15 જૂનની બપોર સુધીમાં જખૌ બંદર (ગુજરાત) પાસે માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના સૌરાષ્ટ્ર અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે. IMD એ જણાવ્યું હતું કે, 125-135 kmph ની મહત્તમ પવનની ઝડપ સાથે 150 kmph ની ઝડપ સાથે અત્યંત તીવ્ર ચક્રવાત વાવાઝોડું.

    કેન્દ્ર સરકારે વધુ 2 NDRT ટુકળીઓ મોકલી ગુજરાત, ગુજરાત સરકાર પણ એક્શનમાં

    અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારે NDRFની વધુ 2 ટીમ ગુજરાત મોકલી છે અને આગળ પણ શક્ય એવી તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો છે. મહારાષ્ટ્રથી પણ NDRFની 2 ટીમો ગુજરાત આવશે. હાલમાં ગુજરાત પ્રસાશન દ્વારા કચ્છ, જામનગર અને દ્વારકામાં SDRF-NDRFની 2-2 ટીમો તૈનાત કરાઈ છે.

    વાવાઝોડાના ખતરાને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર એક્શનમાં મોડમાં આવી છે. વાવાઝોડાને પગલે ગુજરાત સરકારના બે મંત્રી અને એક કેન્દ્રીય મંત્રીને કચ્છની જવાબદારી સોંપવામાં આવી છે.

    કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કચ્છના પ્રભારી પ્રફુલ પાનશેરિયાને કચ્છ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ઋષિકેશ પટેલ, પ્રભારી પ્રફુલ પાનશેરિયા ભૂજ પહોંચ્યા હતા. વાવઝોડાને લઈને કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક કરશે અને દરિયાઈ કાંઠા વિસ્તારની મુલાકાત લેશે. વાવાઝોડું 15 જૂનના કચ્છમાં લેન્ડફોલ થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.

    વાવાજોડા પહેલા જ તોફાની દરિયાઈ વિનાશ વેરવાનું કર્યું શરૂ

    બિપરજોય વાવાઝોડાની અસર પોરબંદરના દરિયા કિનારે જોવા મળી રહી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદરના દરિયા કાંઠે આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરની દિવાલ ધરાશાયી થઈ છે. 

    ભાવનગરના મહુવાના દરિયા કિનારે પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. મહુવાના કતપર દરિયા કિનારે કરંટ જોવા મળ્યો છે. દરિયા કાંઠે દરિયાના મોજા ઉછળી રહ્યા છે. તેજ ગતિએ પવન સાથે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદી છાંટા પડી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં