Saturday, April 27, 2024
More
    હોમપેજગુજરાતસુરતમાં ફરી ઝડપાયું ગૌમાંસ: પોલીસ અને ગૌરક્ષકોએ અંસાર, મસ્તાન અને મોહમ્મદની દુકાને...

    સુરતમાં ફરી ઝડપાયું ગૌમાંસ: પોલીસ અને ગૌરક્ષકોએ અંસાર, મસ્તાન અને મોહમ્મદની દુકાને રેડ પાડતાં 160 કિલો ગાયનું માંસ મળી આવ્યું

    ચિહ્નિત દુકાનોમાં સુરત પોલીસ અને ગૌરક્ષકોની ટીમ ત્રાટકતા જ મોટી માત્રામાં શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું. પોલીસે આ માંસ જપ્ત કરીને FSL ખાતે પરીક્ષણ અર્થે મોકલી આપ્યું હતું. FSLમાં પરીક્ષણ બાદ આ માંસ ગાયનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ ત્રણ ઠેકાણે દરોડા પડ્યા હતા.

    - Advertisement -

    છેલ્લા ઘણા સમયથી સુરતમાં ગૌમાંસ પકડવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેવામાં સુરતના સચિન ઉન તિરુપતિ નગર ખાતે આવેલી 3 દુકાનોમાંથી અંદાજે 160 કિલો જેટલું ગૌમાંસ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક ગૌરક્ષકોનો આ મામલે બાતમી મળી હતી કે દુકાનોમાં વેચાતું માંસ અન્ય કોઈ જાનવરનું નહીં, પરંતુ ગાયનું છે. આ બાતમીના આધારે તેમણે પોલીસને જાણ કરી અને ત્યારબાદ તેમની સાથે મળીને દરોડા પાડ્યા હતા.

    ચિહ્નિત દુકાનોમાં સુરત પોલીસ અને ગૌરક્ષકોની ટીમ ત્રાટકતા જ મોટા પ્રમાણમાં શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું. પોલીસે આ માંસ જપ્ત કરીને FSL ખાતે પરીક્ષણ અર્થે મોકલી આપ્યું હતું. FSLમાં પરીક્ષણ બાદ આ માંસ ગાયનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ ત્રણ ઠેકાણે દરોડા પડ્યા હતા. હાલ પોલીસે શેખ મસ્તાન, શેખ અણસાર અને મોહંમદ શેખ ઉર્ફે બૂડન ખૈરાની શેખ નમન આરોપીઓની ધરપકડ કરી હતી.

    સુરતના સચિન ઉન તિરુપતિ નગર ખાતે 160 કિલો ગૌમાંસ ઝડપાયું તે મામલે માહિતી લેવા ઑપઇન્ડિયાએ કામગીરી કરનાર ગૌરક્ષકોનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું કે, “અમને છેલ્લા દોઢ-બે મહિનાથી બાતમી મળી રહી હતી કે આ ત્રણે દુકાનોમાં ગૌમાંસ મળે છે. અમે અનેક વાર અમારા લોકોને મોકલ્યા પણ તેમને કશું મળતું નહોતું. તેવામાં અમને પાકી બાતમી મળી હતી કે હાલ ત્યાં ભારે પ્રમાણમાં ગૌમાંસ પડ્યું છે.”

    - Advertisement -

    તેમણે ઑપઇન્ડિયાને આગળ જણાવ્યું કે, “આ બાતમી મળતાંની સાથે જ અમારી ટીમે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે પણ ત્વરિત એક્શન લઈને અમારી સાથે ટીમ રવાના કરી. પીઆઈ પોતે અમારી સાથે ત્યાં આવ્યા અને 3 દુકાનોમાંથી સેમ્પલ લીધા. આ સેમ્પલને FSL ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાંથી રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા અને પકડાયેલું માંસ ગૌમાંસ હતું તે સાબિત થઈ ગયું.”

    હાલ આ મામલે પોલીસે બાળખ મહોલ્લો, માન દરવાજાના રહેવાસી શેખ અંસાર શેખ ખૈરાતી, રઝાનગર-ડિંડોલીના રહેવાસી શેખ મસ્તાન અને ખાઝાનગર, માન દરવાજા પાસે રહેતા મોહમ્મદ ઉર્ફે બુડન ખૈરાની શેખની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ પોલીસે ત્રણેય દુકાનોમાંથી 160 કિલો ગૌમાંસ, માંસ કાપવાના ટીબલા, મોટા છરા સહિત 21590 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે.

    આ પહેલાં સલાબતપુરામાં 60 કિલો ગૌમાંસ ઝડપાયું હતું

    ઉલ્લેખનીય છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી જેમાં સુરતમાંથી ગૌમાંસ ઝડપાયું હોય. આ પહેલા સલાબતપુરામાં યુસુફ શેખ અને મદાર કુરેશી નામના ખાટકીઓ પાસેથી 60 કિલો ગૌમાંસ ઝડપાયું હતું. ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે પોલીસે સુરતના સલાબતપુરામાં રૂસ્તમપુરા અકબર શહીદના ટેકરા ખાતે આવેલ એક મકાનમાં છાપો માર્યો હતો. જ્યાંથી ગેરકાયદેસર વેચાણ કરાતું 63 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસે કરેલી છાપેમારી દરમિયાન ઘટનાસ્થળેથી બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

    તે મામલામાં પણ પોલીસે તમામ ગુનેગારો સામે IPC કલમ 429, 295(ક), 114 અને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમ મુજબ ગુનો કાયદેસરની કાર્યવાહી કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં