Wednesday, May 1, 2024
More
    હોમપેજગુજરાતસુરતના સલાબતપુરામાં યુસુફ શેખ અને મદાર કુરેશી પાસેથી ઝડપાયું 60 કિલો ગૌમાંસ,...

    સુરતના સલાબતપુરામાં યુસુફ શેખ અને મદાર કુરેશી પાસેથી ઝડપાયું 60 કિલો ગૌમાંસ, પોલીસે કરી ધરપકડ: ગૌરક્ષકોની બાતમીના આધારે થઈ કાર્યવાહી

    આ મામલે પોલીસે બે આરોપીઓ યુસુફ શેખ અને મદાર કુરેશી નામના શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. જ્યારે ગૌમાંસના વેચાણ સાથે જોડાયેલા બીજા ત્રણ વ્યક્તિઓ રીયાઝ મુનાફ શેખ, એઝાજ મુનાફ શેખ અને ઈમામ હીરા હાજીને વોન્ટેડ જાહેર કરાયા છે.

    - Advertisement -

    ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે પોલીસે સુરતના સલાબતપુરામાં રૂસ્તમપુરા અકબર શહીદના ટેકરા ખાતે આવેલ એક મકાનમાં છાપો માર્યો હતો. જ્યાંથી ગેરકાયદેસર વેચાણ કરાતું 63 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસે કરેલી છાપેમારી દરમિયાન ઘટનાસ્થળેથી બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જયારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

    પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ, સુરતમાં ગૌરક્ષાનું કામ કરતા ગૌસેવકોને તેમના બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે, સુરતના સલાબતપુરા વિસ્તારના રૂસ્તમપુરા અકબર સહીદના ટેકરા પાસે આવેલી એક મટનની દુકાનમાં ગૌમાંસનું વેચાણ કરવામાં આવે છે. જે પછી ગૌરક્ષકોએ સલાબતપુરા પોલીસ સ્ટેશને જઈ આ વિષયની જાણ કરી હતી. ત્યાર બાદ ગૌરક્ષકોની બાતમીના આધારે પોલીસે બતાવેલ જગ્યાએ છાપો માર્યો હતો. જેમાં પોલીસે ઘટનાસ્થળેથી 63 કિલો જેટલું ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. આ મામલે પોલીસે બે આરોપીઓ યુસુફ શેખ અને મદાર કુરેશી નામના શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. જ્યારે ગૌમાંસના વેચાણ સાથે જોડાયેલા બીજા ત્રણ વ્યક્તિઓ રીયાઝ મુનાફ શેખ, એઝાજ મુનાફ શેખ અને ઈમામ હીરા હાજીને વોન્ટેડ જાહેર કરાયા છે.

    પોલીસે તમામ ગુનેગારો સામે IPC કલમ 429, 295(ક), 114 અને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમ મુજબ ગુનો કાયદેસરની કાર્યવાહી કરી હતી. Opindia પાસે એફઆઈઆરની કોપી છે. આ અંગે સુરતની ગૌરક્ષક ટીમ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેમની ગૌરક્ષા ટીમને 4 જાન્યુઆરી 2024ના રોજ સવારે બાતમી મળી હતી કે સલાબતપુરામાં ગૌમાંસનું વેચાણ થાય છે, અને આજે એક ગાયને કતલ માટે લાવવામાં આવેલ છે. જેથી તેઓએ સલાબતપુરા પોલીસે સ્ટેશને જઈ આ અંગેની જાણ કરી હતી. જે પછી ઘટનાસ્થળે પહોંચતા ત્યાંથી ગૌમાંસ મળી આવ્યું હતું.

    - Advertisement -

    આ પહેલાં પણ સુરતમાંથી આ જ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં 7 એપ્રિલ, 2023ના દિવસે પોલીસે ચોક બજાર વિસ્તારમાં દરોડો પાડીને ખાટકી અલ્તાફ પૂંઠાવાલાના ઘરેથી મોટા પ્રમાણમાં ગૌમાંસ પકડી પાડ્યું હતું. કુખ્યાત અલ્તાફ ઘર પાસે ગાયોની કતલ કરી મોટા પ્રમાણમાં વેપલો ચલાવતો હોવાની ગૌરક્ષકોને બાતમી મળી આવતાં પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ સુરત પોલીસ એક્શનમાં આવી હતી.

    પોલીસે અલ્તાફના ઘરેથી ગૌમાંસનો 1800 કિલો જેટલો જથ્થો કબ્જે કર્યો હતો. આ સિવાય ઘટનાસ્થળેથી પશુઓની કતલ માટે વપરાયેલા છરા, કુહાડી, ચપ્પુ, ફોકસ, ઇલેક્ટ્રિક વજનકાંટો, માંસ ભરવા માટેના ડ્રમ સહિતનો કુલ 1 લાખ 83 હજારનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. મોટા જથ્થામાં મળી આવેલ માંસ ગૌમાંસ હોવાની ખાતરી કરવા પોલીસે વેટરનરી ઓફિસરની મદદ લીધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં