Tuesday, July 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘જય શ્રીરામ અમારો નારો નથી, અમારો નારો તો ‘અલ્લાહ તેરો નામ..ઈશ્વર તેરો...

  ‘જય શ્રીરામ અમારો નારો નથી, અમારો નારો તો ‘અલ્લાહ તેરો નામ..ઈશ્વર તેરો નામ’: ખંભાળિયા-ભાણવડ બેઠક પરના કોંગ્રેસ નેતાનો વિડીયો વાયરલ

  આ વિડીયો ખંભાળિયા-ભાણવડ વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયનો છે.

  - Advertisement -

  ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતાઓના વિવાદાસ્પદ નિવેદન આપતા વિડીયો વાયરલ થઇ રહ્યા છે ત્યારે આવો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં એક કોંગ્રેસી નેતા કહેતા સંભળાય છે કે, જય શ્રીરામ અમારો નારો નથી પરંતુ અમારો નારો તો ‘અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ…’ છે. 

  આ વિડીયોની ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ વિડીયો ખંભાળિયા-ભાણવડ વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયનો છે. વિડીયોમાં પાછળના ભાગે આ કાર્યક્રમની વિગતો આપતું બેનર પણ જોવા મળે છે. 

  વિડીયોમાં કોંગ્રેસ નેતા કહેતા સંભળાય છે કે, “કોંગ્રેસના કદાચ સૌથી કમિટેડ મતદારો હોય તો આ લોકો છે. એટલે કોઈ દિવસ એવી અફવામાં આવવું નહીં અને આપણા મત મુજબ, આપણું દિલ કહે એ પ્રમાણે મતદાન કરો અને કરાવો.” જોકે, અહીં ‘આ લોકો’ કયા ધાર્મિક-સામાજિક સમુદાયના સંદર્ભમાં કહ્યું છે એ જાણી શકાયું નથી. 

  - Advertisement -

  આગળ કોંગ્રેસ નેતા કહે છે કે, જય શ્રીરામના નારાવાળા ભારતીય જનતા પક્ષને કહીએ કે અમારો નારો એ નથી. અમારો નારો તો એ છે, “અલ્લાહ તેરો નામ… ઈશ્વર તેરો નામ..,,અલ્લાહ તેરો નામ…ઈશ્વર તેરો નામ…સબકો સન્મતિ દે ભગવાન…સબકો સન્મતિ દે ભગવાન..” ત્યારબાદ અમે બેઠેલા લોકો તાળીઓ પણ પાડતા જોવા મળે છે. 

  તપાસ કરતાં જાણવા મળ્યું કે, આ વિડીયો સૌપ્રથમ વખત ફેસબુક પર Palbhai Ambaliya નામના અકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો હતો. આ અકાઉન્ટના 1 લાખ 48 હજાર જેટલા ફોલોઅર્સ છે. પેજના બાયોડેટામાં ‘ચેરમેન- ગુજરાત કિસાન કોંગ્રેસ, વ્યવસાયે ખેડૂત, ખેડૂત કાર્યકર્તા અને પબ્લિક સ્પીકર’ લખવામાં આવ્યું છે. 

  પાલ આંબલિયા ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ છે. જોકે, ફેસબુક પર તેમનું અકાઉન્ટ વેરિફાઇડ થયું છે. જેથી જે અકાઉન્ટ પરથી વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે તે ચોક્કસપણે કોનું છે તે જાણી શકાયું નથી. બીજી તરફ, વિડીયોમાં બોલતા નેતા કોણ છે તે અંગે પણ વિગતો મળી શકી નથી. 

  ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ગુજરાત કોંગ્રેસના બે નેતાઓના વિડીયો વાયરલ થઇ ચૂક્યા છે. જેમાં સિદ્ધપુરના કોંગ્રેસી ધારાસભ્ય ચંદનજી ઠાકોરે એક જાહેરસભામાં કહ્યું હતું કે, દેશ અને કોંગ્રેસ પાર્ટીને મુસ્લિમ સમાજ જ બચાવી શકશે. 

  અન્ય એક વિડીયોમાં કોંગ્રેસ ધારાસભ્ય ઈંદ્રજિત પરમારે મુસ્લિમ વિસ્તારમાં બોલતી વખતે કહ્યું હતું કે, તેઓ (મુસ્લિમો) તેમના (ધારાસભ્ય) માટે અલ્લાહ સમાન છે અને તેઓ હિંદુ વિસ્તારમાં દવાખાનું જવા દેશે નહીં. 

  મૂળ ભજન જુદું હતું, મોહનદાસ ગાંધીએ આ નવું સ્વરૂપ આપ્યું હતું 

  અહીં જે ભજન કે ગીત ચર્ચામાં છે, એ ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન’ ખરેખર મૂળરૂપે જુદું સર્જાયું હતું, પરંતુ ‘અલ્લાહ’ને જોડવું એ મોહનદાસ ગાંધીના મગજની ઉપજ છે. મૂળ રૂપે આ ભજન કંઈક આવું હતું- 

  રઘુપતિ રાઘવ રાજારામ, 

  પતિત પાવન સીતારામ.

  સુંદર વિગ્રહ મેઘશ્યામ, 

  ગંગા તુલસી શાલિગ્રામ.

  મૂળ સ્વરૂપે આ ભજન શ્રી લક્ષ્મણાચાર્ય દ્વારા રચિત શ્રી નમ: રામાયણમનો એક અંશ છે. ગાંધી આ ભજનની પહેલી બે પંક્તિઓને પોતાની રીતે પરિવર્તિત કરીને ગાતા હતા. જેમ-જેમ આ ‘નવું’ ભજન વધુ પ્રખ્યાત થતું ગયું તેમ સામાન્ય રીતે માનવામાં આવતું હતું કે આ દેશભક્તિ ગીત છે, જેનો ઉદ્દેશ્ય ભારતીય સમાજની ધર્મનિરપેક્ષ છબી રજૂ કરવાનો છે. 

  પરંતુ આ બાબતથી વિપરીત સત્ય એ હતું કે મુસ્લિમોને ખુશ કરવા માટે ગાંધીએ હિંદુઓના આ ભજનને વિકૃત કરી નાંખ્યું હતું. જે આજે પણ ઉપયોગમાં લેવાય છે અને જેનું તાજું ઉદાહરણ આ વાયરલ વિડીયો છે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં