Monday, November 4, 2024
More
    હોમપેજરાજકારણઅમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસ ઉમેદવારનો ચૂંટણી લડવા ઇનકાર: રોહન ગુપ્તાએ પરત ખેંચી...

    અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસ ઉમેદવારનો ચૂંટણી લડવા ઇનકાર: રોહન ગુપ્તાએ પરત ખેંચી દાવેદારી, પિતાનું પણ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું

    20 જૂન 2022ના રોજ રોહન ગુપ્તાને રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. જોકે, આ પહેલાં તેઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન તરીકે કાર્યરત હતા. તેવામાં હવે તેમણે અચાનક પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા કોંગ્રેસમાં મૂંઝવણ ઊભી થઈ શકે છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને લઈને હવે તૈયારીઓ તેજ થઈ છે. ચૂંટણીની તારીખોનું પણ આધિકારિક એલાન થઈ ગયું છે. કોંગ્રેસે 12 માર્ચના રોજ ગુજરાતમાં 7 લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી હતી. તેમાંથી એક નામ રોહન ગુપ્તાનું પણ હતું. રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના હતા. પરંતુ તેમણે હવે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે અને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે આ અંગેની માહિતી આપી છે.

    અમદાવાદ પૂર્વ બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તા હવે ચૂંટણી નહીં લડે. તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, “મારા પિતાની અત્યંત ગંભીર સ્વાસ્થ્ય પરિસ્થિતિને કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારુ નામ પાછું ખેંચું છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસમર્થ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર આપીશ.”

    નોંધનીય છે કે, 20 જૂન 2022ના રોજ રોહન ગુપ્તાને રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. જોકે, આ પહેલાં તેઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન તરીકે કાર્યરત હતા. તેવામાં હવે તેમણે અચાનક પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા કોંગ્રેસમાં મૂંઝવણ ઊભી થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસમાં એક તો અનેકો કાર્યકર્તાઓ રાજીનામાં આપી રહ્યા છે અને કેટલાક તો ભાજપમાં પણ જોડાઈ ગયા છે. તેવામાં ઉમેદવાર પણ ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે.

    - Advertisement -

    રોહન ગુપ્તાના પિતાનું તમામ હોદ્દાઓ પરથી રાજીનામું

    ગુજરાતના પૂર્વ સંસદીય સચિવ અને કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય તથા કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ 40 વર્ષ સુધી કોંગ્રેસના સભ્ય રહ્યા હતા. જે બાદ અચાનક જ તેમણે રાજીનામું આપી દીધું છે. જોકે, તેમણે પોતાની તબિયત સારી ન હોવાનું કહીને રાજીનામું આપ્યું છે. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચીના પદે પણ રહી ચૂક્યા છે.

    ઉલ્લેખનીય છે કે, 12 માર્ચે કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતની સાત લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારો ઘોષિત કર્યા હતા. જેમાં બનાસકાંઠાથી ગેબીબેન ઠાકોર, પોરબંદરથી લલીત વસોયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નિતેષ લાલને ટિકિટ આપવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં