Friday, May 10, 2024
More
    હોમપેજગુજરાતખેરાલુમાં જ્યાં નિર્દોષ રામભક્તો પર થયો હતો પથ્થરમારો, ત્યાં ચાલ્યું દાદાનું બુલડોઝર:...

    ખેરાલુમાં જ્યાં નિર્દોષ રામભક્તો પર થયો હતો પથ્થરમારો, ત્યાં ચાલ્યું દાદાનું બુલડોઝર: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાટડિયા બજાર વિસ્તારમાં દબાણ હટાવાયાં

    પથ્થરમારાની ઘટના બાદ માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ બાદ પણ જવાબ ન આપવામાં આવતાં અંતે સોમવારે (5 ફેબ્રુઆરી, 2024) સિટી સરવે વિભાગે માપણી શરૂ કરી હતી. હવે આખરે બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે.

    - Advertisement -

    મહેસાણાના ખેરાલુમાં હાટડિયા બજાર વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ એ જ વિસ્તાર છે જ્યાં ગત 21 જાન્યુઆરી, 2024ના રોજ પ્રભુ શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 

    આ કાર્યવાહી ખેરાલુના હાટડિયા બજાર અને જકાતનાકા પાસે હાથ ધરવામાં આવી છે. આ જ વિસ્તારોમાં ભગવાન રામની યાત્રા પર મુસ્લિમ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પાલિકાએ પંચમુખી હનુમાન મંદિરથી હાટડિયાના બેલીમ વાડા સુધીમાં આવેલ કુલ 30-35 કાચાં-પાકાં દબાણો હટાવવા માટે તેના માલિકોને નોટિસ પાઠવી હતી અને મિલકતના પુરાવા રજૂ કરવા અથવા સ્વયં દબાણ હટાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. 

    જોકે, નોટિસ બાદ પણ જવાબ ન આપવામાં આવતાં અંતે સોમવારે (5 ફેબ્રુઆરી, 2024) સિટી સરવે વિભાગે માપણી શરૂ કરી હતી. હવે આખરે બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. આ સમયે નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. 

    - Advertisement -

    21 જાન્યુઆરીએ નીકળેલી રામયાત્રા પર થયો હતો પથ્થરમારો 

    22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત ભગવાન રામના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આગલા દિવસે મહેસાણાના ખેરાલુમાં હિંદુ સંગઠનો દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા શહેરના મુસ્લિમ વિસ્તારમાં સ્થિત મસ્જિદ પાસે પહોંચી ત્યારે અચાનક તેની ઉપર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. 

    યાત્રા પર પથ્થરમારો થવાની ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. જેમાં યાત્રામાં સામેલ લોકોનું ટોળું ઊભેલું જોવા મળે છે. નજીકમાં પોલીસની જીપ પણ દેખાય છે. નજીકમાં એક ઇમારતના ધાબા પરથી અમુક મહિલાઓ અને યુવકો પથ્થરો ફેંકતાં જોવા મળે છે. થોડા જ સમયમાં મહિલાઓ ત્યાંથી હટી જાય છે અને કેટલાક અન્ય યુવકો હાથમાં બોથડ પદાર્થ લઈને આવે છે. તેઓ પણ યાત્રા પર પથ્થર વરસાવી રહ્યા છે. નીચે ઉભેલા લોકોમાં અફરાતફરી જોવા મળી રહી છે.

    પછીથી આ મામલે 32 વિરુદ્ધ નામજોગ અને બાકીના ટોળા સામે FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, આરોપીઓએ એકસંપ થઈને પૂર્વઆયોજિત કાવતરું રચીને ખેરાલુમાં નીકળનારી ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો અને આ માટે બેલીમ વાસનાં મકાનોના ધાબા પર પથ્થરો એકઠા કરી રાખવામાં આવ્યા હતા. ઉપરાંત, હાથમાં તલવાર-ધારિયાં વગેરે હથિયારો લઇ આવીને શોભાયાત્રામાં જોડાયેલા માણસો પર હુમલો કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં