નવરાત્રી દરમિયાન અનેક બિન હિન્દૂ યુવાનો ગરબાના નામે પાર્ટીપ્લોટમાં પ્રવેશીને હિન્દૂ છોકરીઓને પજવતા અથવા ફસાવતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. જેની નોંધ લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દૂ સંગઠનોએ પહેલાથી જ ચીમકી આપેલ હતી કે ગરબા સ્થાનો પર બિન-હિન્દુઓએ પ્રવેશવું નહિ. જે બાદ પણ અમદાવાદના જુદા જુદા પાર્ટીપ્લોટ્સમાં બિન-હિંદુઓ પ્રવેશતા બજરંગ દળ એક્શનમાં આવ્યું હતું.
અમદાવાદમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ ગઈ કાલે એસ જી હાઇવે અને એસ પી રિંગરોડ પરના 3 પાર્ટીપ્લોટ્સ પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. અને આ દરમિયાન ગરબામાં પ્રવેશ કરવા માંગતા મુસ્લિમ યુવાન સાથે તેમની જડપ પણ થઇ હતી. આ સરપ્રાઈઝ ચેકીંગ એસકે ફાર્મ અને આરકે ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું.
અમદાવાદ: ગરબામાં વિધર્મી યુવકો ઘૂસતાં હિન્દુ સંગઠને કરી ધોલાઈ#Ahmedabad #Navratri #navratri2022 pic.twitter.com/04Ir4VQaCz
— Zee 24 Kalak (@Zee24Kalak) September 28, 2022
બજરંગ દળે સૌને તિલક કરીને આપ્યો પ્રવેશ
ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં બજરંગ દળના અમદાવાદ પૂર્વ વિસ્તારના સંયોજક હિરેન રબારીએ જણાવ્યું હતું કે, “અમે દર વખતે સૌને પહેલાથી જ જણાવી દેતા હોઈએ છીએ કે હિન્દૂ ઉત્સવના આ આયોજનમાં કોઈ પણ બિન-હિંદુએ પ્રવેશ ના કરવો. અમે આ વર્ષે પણ સૌને ચેતવ્યા હતા. જે બાદ મંગળવારે અમે કોઈ જ સૂચના આપ્યા વિના અમુક પાર્ટીપ્લોટ્સ પર કે જ્યાં મોટા ગરબા આયોજિત થતા હોય છે ત્યાં ચેકીંગ માટે પહોંચી ગયા હતા.”
માત્ર હિન્દુઓને જ મળે પ્રવેશ, ગરબા સ્થળે આધાર કાર્ડ ફરજિયાત કરોઃ બજરંગદળ https://t.co/cc8GfiAaL5
— Gujarat Samachar (@gujratsamachar) September 29, 2019
“સ્થાન પર જઈને અમે પ્રવેશ આપતા ગેટ આગેળ ઉભા રહીને સૌને ‘લવ જેહાદ’ વિષે માહિતગાર કર્યા અને પ્રવેશ કરવા ઇચ્છતા દરેક યુવાનને તિલક કરીને પ્રવેશ કરાવ્યો. સાથે અમે સૌના આઈડી કાર્ડ પણ જોવાનો આગ્રહ રાખ્યો જેથી કોઈ બિન-હિન્દૂ વ્યક્તિ ખોટું બોલીને અંદર પ્રવેશ ના કરી લે.” તેમણે આગળ જણાવ્યું હતું.
“આ દરમિયાન આયાજકોથી લઈને ખેલૈયાઓ સૌએ ખુબ સારો સાથ સહકર આપ્યો હતો. ખેલૈયાઓ પણ માની રહ્યા હતા કે આ કામ તેમની બહેન દીકરીઓની સુરક્ષા માટે અગત્યનું છે.”
મુસ્લિમ યુવાનો ધર્મ છુપાવીને ઘુસી ગયા હતા
હિરેનભાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે એસપી રિંગરોડ ખાતેના એક પાર્ટીપ્લોટમાં જયારે તેઓ ચેકીંગ કરવા પહોંચ્યા ત્યારે અંદર ગરબા રમતા ખેલૈયાઓ વચ્ચે બે યુવાનો શંકાસ્પદ લાગતા હિન્દૂ સંગઠનના કાર્યકર્તાઓએ તેમની તપાસ કરી તો જાણવા મળ્યું કે તે બંને મુસ્લિમ હતા. જે બાદ એ બંનેને વોર્નિંગ આપીને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.
સિક્યોરિટીમાં મુસ્લિમ બાઉન્સરો
બજરંગ દળ જયારે આ તાપસ કરી રહ્યું હતું ત્યારે તેમના ધ્યાને આવ્યું કે જુદા જુદા પાર્ટીપ્લોટ પર જે તે સિક્યોરિટી એજન્સીઓના બાઉન્સર મુકવામાં આવ્યા હતા તેમાંથી ઘણા મુસ્લિમ હતા. આ બાબતે પણ તેઓ રોષે ભરાયા હતા અને કહયું હતું કે ગરબાના આયોજનમાં કોઈ પણ બિન-હિન્દૂ કોઈ પણ સ્વરૂપે જોડાવો ના જોઈએ.
બજરંગ દળે આપી કડક ચીમકી
હિરેનભાઈએ જણાવ્યું કે જે પણ બિન-હિંદુઓને અમે પકડ્યા હતા તેમને સ્પષ્ટ સૂચના આપીને બહાર મોકલ્યા હતા કે આવું તેઓ ફરી ન કરે અને જો કરશે તો આગળ જે થશે એની જવાબદારી તેમની પોતાની રહેશે.
આ સાથે જ તેમને ગરબાના આયોજકોને પણ સૂચના આપી હતી કે તેઓ જેને પણ પ્રવેશ આપે તેના આઈકાર્ડ જરૂર તપાસે અને સિક્યોરિટીમાંથી મુસ્લિમ બોડીગાર્ડ દૂર કરે. છેલ્લે તેમણે કહ્યું હતું કે આગળ પણ બજરંગ દળ પુરા અમદાવાદમાં આ પ્રકારની કાર્યવાહી કરીને હિન્દૂ બહેન દીકરીઓને લવ જેહાદથી બચાવવા ઘટતું કરશે.
નોંધનીય છે કે કોરોનાકળના બે વર્ષ બાદ આ વર્ષે મોટા પાયે ગરબાનું આયોજન થતા બજરંગ દળ એક્શનમાં જોવા મળ્યું હતું.