છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અનેક ચોરીની (Theft in temples) ઘટનાઓ વધી રહી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અમદાવાદના દાણીલીમડાના ચંડોળા તળાવ (Chandola Lake) પાસે રહેતા મોહંમદ અમીનુર પઠાણ અને યાસીન શેખની ધરપકડ કરતા નવસારી બીલીમોરાના જૈન મંદિર અને મહેસાણા-ગાંધીનગરના કેટલાક મંદિરોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપી મહંમદ પઠાણ અને યાસીન શેખ પહેલા મંદિરોની રેકી કરતા અને મોકો જોઇને ચોરી કરતા.
પ્રાપ્ત માહિતી અનુસાર થોડા સમય પહેલા નવસારીના બીલીમોરાના જૈન મંદિરમાંથી ચાંદીની અને પંચ ધાતુની મૂર્તિઓ સહિત રોકડ રૂપિયાની ચોરી થઈ હતો. ઘટનાની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે ચંડોળા તળાવ પાસે આવેલા સિયાત નગરમાં રહેતા બે તથાકથિત પશ્ચિમ બંગાળના વ્યક્તિઓ આ ચોરીઓ પાછળ જવાબદાર છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરતા આખી ઘટના પરથી પડદો ઊંચકાયો હતો.
અચ્છા..તો મંદિરામાં ચોરી આ આરોપીએ કરી હતી#gstvshorts + pic.twitter.com/TjOm1p4Byk
— GSTV (@GSTV_NEWS) December 3, 2024
મંદીરમાં દર્શનનાનામે કરતા રેકી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ ચોરી કરવામાં માહેર છે અને રીઢા ગુનેગારો છે. તેમના વિરુદ્ધ પહેલા જ 10 જેટલા અલગ-અલગ ગુના નોંધાયેલા છે. તેઓ ચોરીઓ માટે ખાસ મંદિરોને જ ટાર્ગેટ કરતા. દર્શનના બહાને તેઓ મંદિરોમાં જતા અને ત્યાની રેકી કરતા. બાદમાં જેવો મોકો મળતો તેઓ મંદિરમાંથી ચોરી કરીને ભાગી છૂટતા. હાલની તપાસમાં તેમણે નવસારીનું જૈન મંદિર, વાપીનું જૈન મંદિર, નંદાસણનું મંદિર, અમદાવાદનું વૈષ્ણોદેવી અને સોલાના બહુચર માતાનું મંદિર અને વાપીના હનુમાન મંદિરની ચોરીઓ કબૂલી છે. આ સિવાય પણ હજુ કેટલાક મંદિરોનો ચોરીઓ પરથી પડદો ઉંચકાય તેવી શક્યતાઓ છે.
હાલ પોલીસે બંને આરોપીઓ પાસેથી ચાંદી અને પંચ ધાતુની ઓગાળેલી મૂર્તિના ₹3.65 લાખની કિંમતના ચોરસા, 3.21 લાખ રોકડા અને ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સહિત ₹7 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ ક્રાઈમ બ્રાંચ તેમની પૂછપરછ કરી રહી છે. વહેલીતકે બંને આરોપીઓને વલસાડ પોલીસને સોંપવાની કામગીરી કરવામાં આવશે.