Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતફરાર AAP ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીની અચાનક તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ: બીજા...

    ફરાર AAP ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીની અચાનક તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ: બીજા દિવસે કોર્ટમાં દાખલ જામીન અરજી પર થવાની હતી સુનાવણી!

    અહીં નોંધવું જોઈએ કે ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવતાં શકુંતલા બેન અને અન્ય બંને આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેની ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

    - Advertisement -

    વનકર્મીઓને ધમકાવવા અને માર મારવાના આરોપ લાગ્યા બાદ આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા અઠવાડિયાથી ફરાર છે, બીજી તરફ તેમની એક પત્ની અને પીએ તેમજ એક ખેડૂતની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. દરમ્યાન, મંગળવારે (7 નવેમ્બર) અચનાક ચૈતર વસાવાની પત્નીની તબિયત લથડી હતી. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે ચૈતર વસાવાની પત્ની શકુંતલા બેનની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. હાલ સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને મુલાકાત લીધી હતી.  

    ઉલ્લેખનીય છે કે બુધવારે (8 નવેમ્બર) જ તેમની જામીન અરજી પર પણ રાજપીપળા કોર્ટમાં સુનાવણી થવાની હતી, તે પહેલાં આગલા જ દિવસે તબિયત લથડી હતી. અહીં નોંધવું જોઈએ કે ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવતાં શકુંતલા બેન અને અન્ય બંને આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેની ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોઇ નિર્ણય આવ્યો હોય તેમ જાણવા મળ્યું નથી.

    - Advertisement -

    શું છે સમગ્ર મામલો? 

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવીને માર મારવાનો અને હવામાં ગોળીબાર કરવાનો આરોપ છે. ગત 29 ઓક્ટોબરે ફોરેસ્ટ કર્મચારીઓએ ડેડિયાપાડાના એક ગામમાં વન વિભાગની જમીન પર ગેરકાયદેસર કરવામાં આવેલ ખેતી હટાવી દીધી હતી. જેને લઈને ખેડૂતે ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરી હતી. 

    વસાવાએ બીજા દિવસે વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા અને આરોપ છે કે અહીં તેમને ધમકી આપીને, માર મારીને ખેડૂતને ‘વળતર’ ચૂકવવા માટે કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે તેના PAએ ફરી કર્મચારીઓનો સંપર્ક કરીને વળતર અપાવ્યું હતું. આ ઘટના બાદ ફોરેસ્ટના કર્મચારીઓએ પોલીસ ફરિયાદ કરી હતી. 

    ફરિયાદના આધારે પોલીસે ચૈતર વસાવા, તેની પત્ની, PA અને ખેડૂત સામે રાયોટિંગ, ધમકી, ખંડણી વગેરે ગુનાની કલમ હેઠળ કેસ દાખલ કરીને ત્રણની ધરપકડ કરી લીધી હતી, જ્યારે ચૈતર હજુ ફરાર છે. જેની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં