Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતAAP ધારાસભ્ય ચૈતર વસાવા હજુ પણ પોલીસ પકડથી દૂર, પત્ની અને અન્ય...

    AAP ધારાસભ્ય ચૈતર વસાવા હજુ પણ પોલીસ પકડથી દૂર, પત્ની અને અન્ય ત્રણની જામીન અરજી ફગાવાઈ: રિમાન્ડ માટે સેશન્સ કોર્ટ જશે પોલીસ

    AAP ધારાસભ્ય હજુ પણ પોલીસની પકડથી દૂર છે અને હાલ ફરાર છે. પોલીસની ટીમો હાલ તેમને શોધી રહી છે. આમ આદમી પાર્ટી તેમના આગોતરા જામીન માટે અરજી કરવાનું વિચારી રહી હોવાનું જાણવા મળ્યું છે. 

    - Advertisement -

    વનકર્મીઓને ધમકાવવા અને મારામારી કરવાના આરોપસર ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) ફરાર છે. બીજી તરફ તેમની પત્ની અને પીએની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં, જ્યાં રિમાન્ડ-જામીન નામંજૂર થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. 

    ધરપકડ બાદ ચૈતર વસાવાની પત્ની શકુંતલા બેન, PA જીતેન્દ્ર અને ખેડૂત રમેશને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. પોલીસે કોર્ટ સમક્ષ ત્રણેયના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે મંજૂર કર્યા ન હતા. આ સિવાય ત્રણેય આરોપીઓએ જામીન અરજી પણ દાખલ કરી હતી, પરંતુ તે પણ ફગાવી દેવામાં આવી છે. કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી (જેલ)માં મોકલી આપ્યા હતા. 

    ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, પોલીસ હવે ત્રણેય આરોપીઓના રિમાન્ડની માંગણી સાથે નર્મદા સેશન્સ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, “અમારે ખંડણીના પૈસા રિકવર કરવાના છે તેમજ જેના વડે હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો તે હથિયાર પર કબજે કરવાનું છે. જેથી નર્મદા જિલ્લા કોર્ટમાં રિમાન્ડ માટે અરજી કરવામાં આવી છે.”

    - Advertisement -

    બીજી તરફ, AAP ધારાસભ્ય હજુ પણ પોલીસની પકડથી દૂર છે અને હાલ ફરાર છે. પોલીસની ટીમો હાલ તેમને શોધી રહી છે. આમ આદમી પાર્ટી તેમના આગોતરા જામીન માટે અરજી કરવાનું વિચારી રહી હોવાનું જાણવા મળ્યું છે. 

    શું છે કેસ? 

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવીને માર મારવાનો અને હવામાં ગોળીબાર કરવાનો આરોપ છે. ગત 29 ઓક્ટોબરે ફોરેસ્ટ કર્મચારીઓએ ડેડિયાપાડાના એક ગામમાં વન વિભાગની જમીન પર ગેરકાયદેસર કરવામાં આવેલ ખેતી હટાવી દીધી હતી. જેને લઈને ખેડૂતે ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરી હતી. 

    વસાવાએ બીજા દિવસે વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા અને આરોપ છે કે અહીં તેમને ધમકી આપીને, માર મારીને ખેડૂતને ‘વળતર’ ચૂકવવા માટે કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે તેના PAએ ફરી કર્મચારીઓનો સંપર્ક કરીને વળતર અપાવ્યું હતું. આ ઘટના બાદ કર્મચારીઓએ પોલીસ ફરિયાદ કરી હતી. 

    ફરિયાદના આધારે પોલીસે ચૈતર વસાવા, તેની પત્ની, PA અને ખેડૂત સામે રાયોટિંગ, ધમકી, ખંડણી વગેરે ગુનાની કલમ હેઠળ કેસ દાખલ કરીને ત્રણની ધરપકડ કરી લીધી હતી, જ્યારે ચૈતર હજુ ફરાર છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં