Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતના 370 વ્યક્તિઓને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે નિમંત્રણ, તેમાંથી 270 સાધુ-સંતો:...

    ગુજરાતના 370 વ્યક્તિઓને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે નિમંત્રણ, તેમાંથી 270 સાધુ-સંતો: 22 જાન્યુઆરીએ યોજાઈ રહ્યો છે ભવ્ય સમારોહ

    અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને ગુજરાતમાં પણ કુલ 370 લોકોને નિમંત્રણ આપવામાં આવ્યા છે. આ 370માંથી 270 સંતોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જ્યારે બાકીના 100 પ્રતિષ્ઠિત લોકોને આમંત્રણ છે.

    - Advertisement -

    22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે. આ ઉપલક્ષે મહેમાનોને નિમંત્રણ મોકલવાનું શરૂ થઇ ગયું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં પણ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ ઉપલક્ષે નિમંત્રણ મોકલવામાં આવ્યાં છે. ગુજરાતમાં કુલ 370 લોકોને નિમંત્રણ આપવામાં આવ્યાં છે, જે પૈકી મોટાભાગના સાધુ-સંતો છે અને બાકીના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે.

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ગુજરાતના 370 લોકોને નિમંત્રણ આપવામાં આવ્યાં તે બાબતે વિશ્વ હિંદુ પરિષદના ગુજરાત પ્રાંત સચિવ અશોક રાવલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, “22 જાન્યુઆરીના રોજ અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા સમારોહને લઈને 8000 લોકોને નિમંત્રણ આપવામાં આવ્યાં છે. તેમાં 4000 સાધુસંતો તેમજ પ્રતિષ્ઠિત લોકો અને 4000 ગણમાન્ય લોકોને આમંત્રણ અપાયું છે.” આ કાર્યક્રમમાં આખા ભારતમાંથી બલિદાની કારસેવકોના પરિવારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને ગુજરાતમાં પણ કુલ 370 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ 370માંથી 270 સંતોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જ્યારે બાકીના 100 પ્રતિષ્ઠિત લોકો છે. આ તમામ લોકો આગામી 22 જાન્યુઆરીના રોજ રામમંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહીને ધન્યતા અનુભવશે.

    - Advertisement -

    અઠવાડિયા પહેલાથી જ તડામાર તૈયારીઓ, કરવામાં આવી છે ખાસ વ્યવસ્થાઓ

    અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી, 2024ના રોજ થવા જઈ રહ્યો છે. જેના એક અઠવાડિયા પહેલાં જ તમામ પૂજન-યજ્ઞ વિધિ શરૂ કરી દેવામાં આવશે. મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમના સાક્ષી બનવા હજારો મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તમામ રામભક્તોની સગવડ માટે 15 હજારની ક્ષમતાના ટેન્ટ સીટી ‘તીર્થ ક્ષેત્ર પુરમ’ તૈયાર કરવામાં આવ્યું છે.

    ભગવાન રામને સમર્પિત રામલલાનું આ ભવ્ય મંદિર ત્રણ માળનું રહેશે, જેમાં 5 અદ્ભુત મંડપ હશે. પ્રભુશ્રી રામ નીચે મુખ્ય ગર્ભગૃહમાં વિરાજમાન થશે. જ્યારે બીજા માળે રામ દરબાર રાખવામાં આવશે. આ રામ દરબારમાં ભગવાન રામ, મા સીતા, ભાઈ લક્ષ્મણ, ભરત અને શત્રુધ્ન હશે, સાથે પરમ રામભક્ત હનુમાનજી મહારાજને પણ વિરાજમાન કેરવામાં આવશે

    અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. આ ઉપરાંત 3000 જેટલા VIP સાથે કુલ 7000 જેટલા મહેમાનોને રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. જેમાં રામ મંદિર માટે બલિદાન આપેલા કારસેવકોના પરિવાર પણ સામેલ છે. રામજન્મભૂમિ ટ્રસ્ટનું કહેવું છે કે અંદાજે 15,000થી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં