Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતખેરાલુમાં રામયાત્રા પર હુમલા બાદ એક્શનમાં ગુજરાત પોલીસ: 15ને રાઉન્ડ અપ કરાયા,...

    ખેરાલુમાં રામયાત્રા પર હુમલા બાદ એક્શનમાં ગુજરાત પોલીસ: 15ને રાઉન્ડ અપ કરાયા, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો; પથ્થરમારો કરનારાઓમાં મહિલાઓ પણ

    ખેરાલુમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અગાઉ આયોજિત ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના નગરના હાટડીયા વિસ્તારમાં બની હતી. યાત્રા એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે તેની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું હિંદુ સંગઠનોનું કહેવું છે.

    - Advertisement -

    મહેસાણાના ખેરાલુમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અગાઉ આયોજિત ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારો એટલો તીવ્ર હતો કે પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ઘટના બાદ ખેરાલુને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. તાજી જાણકારી અનુસાર ખેરાલુ યાત્રા પર પથ્થરમારો કરવાના મામલે અત્યાર સુધીમાં 15 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરાયા છે. આ 15 જણામાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

    પોલીસ કાર્યવાહી અંગે માહિતી આપતાં રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, “આજે શોભાયાત્રા દરમિયાન આ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો. કોઈ મોટી ઘટના ન ઘટે તે માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. હાલ વિસ્તારમાં શાંતિ છે અને પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. હાલ 15 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર ખેરાલુમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનામાં અમુક વ્યક્તિઓને ઈજા પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે.

    - Advertisement -

    શું હતી આખી ઘટના?

    મહેસાણાના ખેરાલુમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અગાઉ આયોજિત ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના નગરના હાટડીયા વિસ્તારમાં બની હતી. યાત્રા એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે તેની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું હિંદુ સંગઠનોનું કહેવું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.

    ખેરાલુ યાત્રા પર પથ્થરમારો થવાની ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં યાત્રામાં સામેલ લોકોનું ટોળું ઊભેલું જોવા મળે છે. નજીકમાં પોલીસની જીપ પણ દેખાય છે. નજીકમાં એક ઇમારતના ધાબા પરથી અમુક મહિલાઓ અને યુવકો પથ્થરો ફેંકતાં જોવા મળે છે. થોડા જ સમયમાં મહિલાઓ ત્યાંથી હટી જાય છે અને કેટલાક અન્ય યુવકો હાથમાં બોથડ પદાર્થ લઈને આવે છે. તેઓ પણ યાત્રા પર પથ્થર વરસાવી રહ્યા છે. નીચે ઉભેલા લોકોમાં અફરાતફરી જોવા મળી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં