Monday, November 25, 2024
More
    હોમપેજગુજરાત'સુરતમાં પાણી-પાણી, મોદી સરકારની અણઘડ નીતિના કારણે શહેર તબાહ': કથિત 'પત્રકાર' અને...

    ‘સુરતમાં પાણી-પાણી, મોદી સરકારની અણઘડ નીતિના કારણે શહેર તબાહ’: કથિત ‘પત્રકાર’ અને કોંગ્રેસીઓએ પાણીમાં ડૂબેલું શહેર બતાવી ફેલાવ્યું જુઠ્ઠાણું; અહીં જાણો વાસ્તવિકતા

    'ગાંધીનગર કોંગ્રેસ સેવાદળ'ના ઓફિશિયલ એકાઉન્ટે પણ આ જ વિડીયો બેઠો ઉઠાવીને શેર કર્યો. તે સિવાય પણ અન્ય નાના-મોટા કોંગ્રેસ સમર્થકોએ આ વિડીયો શેર કર્યો છે. તેને સુરતના નામે ખપાવવાનો વ્યર્થ પ્રયાસ પણ કર્યો છે. જોકે, આ તમામ લોકોએ હોંશેહોંશે શેર કરેલો વિડીયો સુરતનો તો નહીં, પરંતુ ગુજરાતના કોઈ શહેરનો પણ નથી.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ મોદી સરકાર 3.0ની શરૂઆત સાથે જ વિપક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ફેક ન્યૂઝનો કારોબાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી દરમિયાન પણ વિપક્ષી નેતાઓએ ભારોભાર જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. ક્યારેક અટલ સેતુમાં તિરાડ પડી હોવાનો દાવો કર્યો તો ક્યારેક અયોધ્યા ધામ રેલવે સ્ટેશનની દીવાલ પડી હોવાના ફેક ન્યૂઝ ચલાવ્યા. પરંતુ આખરે તમામ ખોટા દાવાઓનું સત્ય સામે આવી જ ગયું હતું. તેમ છતાં તે ઇકોસિસ્ટમ ફેક ન્યૂઝનો કારોબાર બંધ કરી શકી નહીં. હવે સુરતમાં પાણી ભરાઈ ગયું હોવાના દાવા સાથે કથિત ‘પત્રકાર’ અને કોંગ્રેસી વિચારધારાના લોકોએ એક વિડીયો શેર કરીને ફેક ન્યૂઝ ફેલાવવાનું શરૂ કરી દીધું છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કથિત ‘પત્રકાર’ અને કોંગ્રેસીઓએ એક વિડીયો વાયરલ કર્યો છે. સૌથી પહેલાં આ વિડીયો ‘Dilip Patel’ નામના X યુઝરે પોસ્ટ કર્યો હતો. જે પોતે એક કથિત ‘પત્રકાર’ છે. તેના X એકાઉન્ટની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, તે કોંગ્રેસી વિચારધારા સાથે જોડાયેલો છે અને હંમેશા વડાપ્રધાન મોદીનો વિરોધ કરતો રહ્યો છે. એ જ ‘પત્રકારે’ કોઈપણ તપાસ કર્યા વગર એક વિડીયો અપલોડ કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે, શહેરમાં ચોતરફ પાણી ભરાઈ ગયું છે અને તેમાં સરકારી બસ ચાલી રહી છે. બસમાં પણ બધે જ પાણી-પાણી દેખાઈ રહ્યું છે અને યાત્રિકો પણ હેરાન થતાં જોઈ શકાય છે.

    દિલીપ પટેલ નામના યુઝરે તે વિડીયો પોસ્ટ કરીને દાવો કર્યો કે, તે સુરતનો છે. તેણે કેપશનમાં લખ્યું કે, “સુરતમાં પાણી-પાણી.. યાદ છે? બંધના દરવાજા ખોલ્યા નહીં અને પછી એકાએક ખોલી નાખ્યા. મોદી સરકારની અણઘડ નીતિના કારણે ત્યારે સુરત તબાહ થઈ ગયું હતું.” આ સાથે તેણે વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં સરકારી બસમાં પણ પાણી ઘૂસી ગયું હોવાનું દેખાય રહ્યું છે.

    - Advertisement -

    આ કથિત કોંગ્રેસી વિચારધારા ધરાવતા ‘પત્રકારે’ વિડીયો પોસ્ટ કર્યા બાદ એકાએક અન્ય કોંગ્રેસીઓનું ધ્યાન ગયું અને તપાસ કર્યા વગર જ તે વિડીયો ઉઠાવીને શેર કરવા લાગ્યા. વિડીયો ઉઠાવ્યો તે તો ઠીક, પણ સાથે કેપશન પણ ઉઠાવી લીધું. ‘શોએબ પટેલ’ નામના X યુઝરે આ જ વિડીયો પોસ્ટ કર્યો છે. તે કોંગ્રેસ સાથે જોડાયેલો અને કોંગ્રેસ સેવાદળનો કાર્યકર્તા છે. તેણે પણ તે વિડીયો સુરતનો હોવાનો દાવો કરીને શેર કર્યો અને કેપશન પણ તે જ રાખ્યું.

    ત્યારબાદ ‘ગાંધીનગર કોંગ્રેસ સેવાદળ’ના ઓફિશિયલ એકાઉન્ટે પણ આ જ વિડીયો બેઠો ઉઠાવીને શેર કર્યો. કેપશન પણ તે જ. તે સિવાય પણ અન્ય નાના-મોટા કોંગ્રેસ સમર્થકોએ આ વિડીયો શેર કર્યો છે. ઉપરાંત તેને સુરતના નામે ખપાવવાનો વ્યર્થ પ્રયાસ પણ કર્યો છે. જોકે, આ તમામ લોકોએ હોંશેહોંશે શેર કરેલો વિડીયો સુરતનો તો નહીં, પરંતુ ગુજરાતના કોઈ શહેરનો પણ નથી.

    શું છે વાસ્તવિકતા?

    કોંગ્રેસ સમર્થિત કથિત ‘પત્રકાર’ દ્વારા વાયરલ કરવામાં આવેલો આ વિડીયો જ્યારે અમારા ધ્યાને આવ્યો કે તરત જ તેના પર અમે સંશોધન શરૂ કરી દીધું. વિડીયોની તપાસ કર્યા બાદ આખરે જાણવા મળ્યું કે, તે વિડીયો તો રાજધાની દિલ્હીનો છે અને તે પણ 3 વર્ષ જૂનો. તપાસ દરમિયાન અમને યુ-ટ્યુબ પરથી ઓરિજિનલ વિડીયો પણ મળી આવ્યો હતો. જે ‘Ten News India’ નામની ચેનલ દ્વારા આજથી ત્રણ વર્ષ પહેલાં અપલોડ કરવામાં આવ્યો હતો. યુ-ટ્યુબ પર મળી આવેલા તે વિડીયોમાં સ્પષ્ટપણે દિલ્હીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    વિડીયોના કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “દિલ્હીમાં ભારે વરસાદના કારણે ચાલતી બસમાં ઘૂસી ગયું પાણી.” તે વિડીયો 14 ઓગસ્ટ, 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર હતી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા. તેથી કથિત ‘પત્રકાર’ અને કોંગ્રેસીઓએ વાયરલ કરેલો આ વિડીયો સુરતનો નહીં પરંતુ INDI ગઠબંધન શાસિત દિલ્હીનો જ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં