Saturday, September 7, 2024
More
    હોમપેજમિડિયા'વીરગત જવાનની વિધવાને નથી મળી રહ્યું વળતર': 'The Wire'માં યાકૂત અલીનો અહેવાલ...

    ‘વીરગત જવાનની વિધવાને નથી મળી રહ્યું વળતર’: ‘The Wire’માં યાકૂત અલીનો અહેવાલ નીકળ્યો પાયાવિહોણો, પોલ ખુલી જતાં બદલી હેડલાઈન

    'ધ વાયર'ના યાકૂત અલીએ 1 સપ્ટેમ્બરના રોજ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલને 'મણિપુર હિંસામાં બલિદાન થયેલા BSF જવાનની વિધવાને અત્યાર સુધી કોઈ વળતર નથી મળ્યું, જીવન નિર્વાહ માટે તેમને રૂપિયા ઉધાર લેવા પડે છે' હેડલાઈન સાથે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ફેક ન્યુઝ (જુઠ્ઠાણું) ફેલાવવા માટે કુખ્યાત વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’નું વધુ એક જુઠ્ઠાણું સામે આવ્યું છે. ‘ધ વાયર’એ પોતાના એક અહેવાલમાં દાવો કર્યો હતો કે મણિપુર હિંસામાં વીરગતિ પામેલા જવાન રંજીત યાદવના પરિવારને હજુ સુધી કોઈપણ પ્રકારનું વળતર નથી આપવામાં આવ્યું. પરંતુ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ દાવાની પોલ ખોલી નાખી હતી.

    ‘ધ વાયર’ના યાકૂત અલીએ 1 સપ્ટેમ્બરના રોજ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલને ‘મણિપુર હિંસામાં બલિદાન થયેલા BSF જવાનની વિધવાને અત્યાર સુધી કોઈ વળતર નથી મળ્યું, જીવન નિર્વાહ માટે તેમને રૂપિયા ઉધાર લેવા પડે છે’ હેડલાઈન સાથે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

    ધ વાયરનો અહેવાલ ખોટો નીકળ્યો (ફોટો X/@thewire_in)

    પોતાના આ અહેવાલમાં પ્રોપગેંડા પોર્ટલે વીરગત જવાન રંજીત યાદવના વિધવા કૌશલ્યાને ટાંકીને લખ્યું હતું કે તેમણે વળતર માટે મણિપુર રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારનો 2 વખત સંપર્ક કર્યો હતો, પરંતુ અત્યાર સુધી તેમને કોઈ પણ પ્રકારનું વળતર નથી આપવામાં આવ્યું. વાયરે તેવો પણ દાવો કર્યો હતો કે, કૌશલ્ય યાદવનું કહેવું છે કે હવે ઘરમાં કમાવવાવાળું કોઈ નથી. જેના કારણે પરિવારના બાકીના 7 સભ્યોના ભરણપોષણ માટે તેમને કમાવા જવું પડે છે. ઘર ખર્ચને પહોંચી વળવા તેમને લોકો પાસે રૂપિયા ઉધાર માંગવા પડે છે.

    - Advertisement -

    જુઠ્ઠાણું ફેલાવવાના આ ‘મશીન’ દ્વારા કરવામાં આવેલા આ દવાનું પ્રેસ ઇન્ફોર્મેશનની ફેક્ટ-ચેક યુનિટ- PIB ફેક્ટ-ચેક (PIB FactCheck)એ ચકાસણી કરી હતી. આ તપાસમાં ‘ધ વાયર’નો આ દાવો જુઠ્ઠો સાબિત થયો હતો. ‘ધ વાયર’ના અહેવાલનો સ્ક્રીનશોટ શેર કરતા PIB એ X (પહેલાનું ટ્વિટર) પર લખ્યું હતું કે, “ધ વાયરે દાવો કર્યો છે કે BSFના વીરગત જવાન રંજીત યાદવના પરિવારને કોઈ વળતર નથી આપવામાં આવ્યું. આ દાવો ફેક (જુઠ્ઠો) છે.”

    PIBએ આગળ લખ્યું હતું કે, “વીરગત BSF જવાનના પરિવારને સ્વર્ણ જયંતી સીમા પ્રહરી કલ્યાણ કવચ યોજના હેઠળ 16 લાખ રૂપિયાનું વળતર મળી ચૂક્યું છે.”

    ‘ધ વાયર’ દ્વારા હવે તેના આ અહેવાલની હેડલાઈન બદલીને ‘મણિપુરમાં બલિદાન થયેલા BSFના જવાનની વિધવાને અમિત શાહના 10 લાખ રૂપિયાના વળતરની રાહ છે’ કરી નાંખી છે. પરંતુ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર હજુ પણ જૂની હેડલાઈન જ દેખાઈ રહી છે.

    ધ વાયરે વીરગત જવાનની વિધવાને લઈને ફેલાવ્યું જુઠ્ઠાણું
    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં