Thursday, March 28, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકઆપ વખાણમાં આપનો કરોડોનો ધુમાડો, પંજાબ સરકારે છાપામાં જાહેરાત આપવા એક અઠવાડિયામાં...

    આપ વખાણમાં આપનો કરોડોનો ધુમાડો, પંજાબ સરકારે છાપામાં જાહેરાત આપવા એક અઠવાડિયામાં 5 કરોડ અને મહિનામાં 24 કરોડ ખર્ચ્યા

    પંજાબ સરકારે પણ દિલ્હી સરકારની જેમ હવે જાહેરાતો પાછળ કરોડોનો ધુમાડો કરવાનું શરુ કરી દીધું છે, આ સત્ય એક RTI દ્વારા બહાર આવ્પ્યું છે.

    - Advertisement -

    આપ વખાણમાં આપનો કરોડોનો ધુમાડો, આ કોઈ તુક્કાબાજી નથી, પણ એક વાયરલ થયેલી RTIમાં થયેલો વિસ્ફોટક ખુલાસો છે. પંજાબ આમ આદમી પાર્ટીની સરકાર આપ વખાણમાં એટલી અધીરી બની ગઈ છે કે એક મહિનામાં અધધ 24 કરોડ રૂપિયા ફૂંકી નાંખ્યા. એ તો ઠીક પણ તાજેતરમાં સોસિયલ મીડિયા પર વાયરલ થયેલી એક RTI કોપી મુજબ પંજાબ આપ સરકારે ખાલી સાત દિવસમાંજ 5 કરોડની જાહેરાત આપી હતી.

    શું છે RTIની માહિતીમાં

    પંજાબ આપ સરકારના 5 કરોડ ખર્ચના ખુલાસા વળી RTI ની કોપી (સાભાર ટ્વીટર)

    પંજાબના ભટિંડાથી થયેલી અને મહિપાલસિંહ ગરેવાલ દ્વારા કરવામાં આવેલી આ RTIમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તા- 29/4/2022 ના રોજ થયેલી અરજીના જવાબમાં તા-10/4/2022 થી તા- 17/4/2022 એટલેકે માત્ર 7 દિવસની અંદર અંદર પંજાબની ભગવંત માન સરકારે 5,03,05,702/- રૂપિયા, એટલેકે 5 કરોડ 3 લાખ 5 હજાર 702 રૂપિયા માત્ર જાહેરખબર આપવા માટે વાપર્યા હતાં. જેમાં 3,55,54,184 રૂપિયા ગુજરાત,હિમાચલ અને અન્ય રાજ્યમાં પ્રચાર કરવામાં વાપર્યા હતાં.

    - Advertisement -

    ભાજપે કર્યા આકરા પ્રહાર

    ભાજપ યુવા નેતા તાજીન્દર પાલ સિંહ બગ્ગા એ આ RTIના સામે આવ્યા બાદ પંજાબની આપ સરકારને ઘેરતા જોવા મળ્યા હતા. બગ્ગાએ આ RTIની કોપી શેર કરતા ટ્વીટ કર્યું હતું કે એક સપ્તાહમાં 5 કરોડ છાપામાં જાહેરાત માટે ઉડાવ્યા. જેમાં 3.5 કરોડ ગુજરાત અને અન્ય રાજ્ય પર. જ્યાં અરવિંદ કેજરીવાલ ને ચૂંટણી લડવી છે. કેજરીવાલ પંજાબને દેવામાં ડૂબાડવા કોઈ કસર નથી મૂકી રહ્યા.

    આ ખુલાસા પર પંજાબ બીજેપી નેતા મનજિંદર સિરસાએ આ RTIની કોપી ટ્વીટ કરતા પંજાબ સરકાર પર કટાક્ષ કરતાં લખ્યું હતું કે “પૈસા પંજાબના પ્રચાર કેજરીવાલનો? 10 થી 17 એપ્રિલ દરમિયાન રૂપિયા 5 કરોડ રૂપિયા ખર્ચ્યા, જેમાંથી 3.5 કરોડ રૂપિયા તો ગુજરાત, હિમાચલ અને અન્ય ચૂંટણી વાળા રાજ્યોમાં વાપર્યા. ભગવંત માન માટે પંજાબ નહિ પણ કેજરીવાલનો પ્રચાર વધારે જરૂરી છે.

    એક બીજી ટ્વીટમાં મનજિંદર સિરસાએ પંજાબની ભગવંત માન સરકારને ઘેરતા કહ્યું કે “આમ આદમી પાર્ટીની સરકારે છેલ્લા 3 મહિનામાં 9 હજાર કરોડની લોન લીધી. માત્ર એપ્રિલ મહિનામાં જ સરકારના પ્રચાર અને જાહેરાતો પાછળ 24.40 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. અત્યાર સુધી પંજાબની કોઈ મહિલાને મહિને 1000 રૂપિયા આપવામાં આવ્યા નથી. વીજળી અને પાણી પર કોઈ સબસિડી આપવામાં આવી નથી. સિરસાએ કહ્યું કે સીએમ ભગવંત માનને જવાબ આપવો જોઈએ કે જ્યારે કોઈ કામ જ નથી થતું તો પછી પ્રચાર શેનો? આ ઈન્કલાબ નથી, કેજરીવાલનું દિલ્હી મોડલ છે.”

    કોંગ્રેસનો આપ વિરોધ

    કોંગ્રેસ પુર્વાધ્યક્ષ રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડમાં કરોડોના કૌભાંડ કેસમાં ED ઓફીસના ચક્કર ફરી રહ્યા છે. તેવામાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગ પણ આ મામલે ટ્વીટર પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. જેમાં તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર પ્રચારના ઓક્સિજન પર ચાલી રહી છે. સાથેજ આક્ષેપ લગાડ્યો હતો કે દરરોજ એક કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

    કેજરીવાલ સરકારની મફત લ્હાણીની સ્કીમથી દેશની તિજોરી પર કેટલું ભારણ વધ્યું છે તેનાથી લગભગ કોઈ અજાણ નહીંજ હોય. તેવામાં આપ વખાણની લ્હાયમાં પંજાબની સરકારે પંજાબની જનતાના કરોડો રૂપિયાનું આંધણ કરી નાખ્યું, અરવિંદ કેજરીવાલનાં ચૂંટણી લડવાનાં અભરખામાં ભગવંત માન પંજાબને દેણાના ભાર નીચે ડુબાડી દે તેવા અણસાર નજરે પડી રહ્યાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં