Friday, October 11, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘ગુજરાત ચૂંટણીમાં ગુંડાગર્દી, મુસ્લિમોને મત આપતા રોકવામાં આવ્યા’: સોશિયલ મીડિયા પર વિડીયો...

    ‘ગુજરાત ચૂંટણીમાં ગુંડાગર્દી, મુસ્લિમોને મત આપતા રોકવામાં આવ્યા’: સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને દાવો કરાયો, સત્ય જાણીએ

    એક તરફ આ વિડીયો જ શંકાસ્પદ છે અને તેમાં પોલીસની કોઈ ભૂમિકા ન હોવાનું સામે આવી ચૂક્યું છે ત્યારે હવે તેને ગુજરાતનો ગણાવીને શૅર કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જે ગુજરાતનો હોવાનું ગણાવીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરમિયાન પોલીસે મુસ્લિમો પર લાઠીચાર્જ કર્યો હતો અને તેમને મતદાન કરતા રોકવામાં આવ્યા હતા. દરમ્યાન, મહિલાઓને પણ મારવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. 

    વાયરલ વિડીયોમાં એક બુરખો પહેરેલી મુસ્લિમ મહિલા અન્ય એક મહિલાના હાથ પર ઇજાના નિશાન અને ઘા બતાવીને કહે છે કે તેમને મારવામાં આવ્યાં હતાં અને મતદાન કરવા દેવામાં આવું ન હતું. તેઓ એવો પણ દાવો કરે છે કે, તેમના ઘરના દરવાજા પણ ખોલવા દેવામાં આવ્યા ન હતા. ફેસબુક ઉપર મોહમ્મદ મોઇઝુદ્દીન નામના એક યુઝરે ‘ગુજરાત ચૂંટણીમાં ગુંડાગર્દી’ લખીને આ વિડીયો પોસ્ટ કર્યો હતો. 

    શું છે સત્ય?

    આ વિડીયો જો સંપૂર્ણ સાંભળવામાં આવે તો તેમાં મુસ્લિમ મહિલા ‘રામપુર’નો ઉલ્લેખ કરે છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વિડીયો ખરેખર ગુજરાતનો નહીં પરંતુ ઉત્તર પ્રદેશના રામપુરનો છે, જ્યાં હાલમાં જ પેટાચૂંટણી થઇ હતી. ત્યાં મુસ્લિમ મહિલાઓએ પોલીસ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, પોલીસ અને જિલ્લા તંત્ર બંનેએ આ આરોપો નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની ન હતી. 

    - Advertisement -

    વાસ્તવમાં રામપુરમાં ગત 5 ડિસેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાઈ હતી. દરમિયાન, કેટલાક મુસ્લિમ મતદારોએ પોલીસ તેમની સાથે લાઠીચાર્જ કરી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. કેટલીક મહિલાઓએ આરોપ લગાવીને કહ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ તેમને મતદાન પણ કરવા દીધું ન હતું. આ વિડીયો તે સમયે વાયરલ થયો હતો. 

    પોલીસ, સ્થાનિક તંત્ર તમામે વિડીયો અને આરોપોને નકાર્યા 

    જોકે, પ્રશ્નો આ વિડીયો સામે પણ સર્જાઈ રહ્યા છે. એક યુઝરે ટ્વિટર પર આ વિડીયો પોસ્ટ કરતાં રામપુર પોલીસે જવાબમાં જણાવ્યું હતું કે, આ વિડીયો લોકોમાં ભ્રમ ફેલાવવા માટે શૅર કરવામાં આવી રહ્યો છે જ્યારે વાસ્તવમાં આવી કોઈ ઘટના બની જ ન હતી અને મતદાન નિષ્પક્ષ અને નિયમાનુસાર પૂર્ણ થયું હતું.

    બીજી તરફ, રામપુર જિલ્લા મેજિસ્ટ્રેટે પણ આ આરોપ નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “આ આરોપો પાયા વગરના છે અને પોલીસે મતદારોને રોક્યા હોય તેવી એકેય ફરિયાદ અમને મળી નથી. શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થાય તે માટે અમે દરેક મતદાન મથકે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે.”

    રામપુર જિલ્લાના એડિશનલ એસપીએ આ મામલે જણાવ્યું કે, “ક્યાંય પણ હિંસાના સમાચાર આવ્યા ન હતા. પોલીસે કોઈની પણ ઉપર લાઠીચાર્જ કર્યો ન હતો અને તેવા આરોપો પાયાવિહોણા છે. પોલીસ અધિકારીઓ મહિલાઓ કે સમાજવાદી પાર્ટીના કાર્યકરોને મારતા હોય તેવો એક પણ વિડીયો નથી.” 

    એક તરફ આ વિડીયો જ શંકાસ્પદ છે અને તેમાં પોલીસની કોઈ ભૂમિકા ન હોવાનું સામે આવી ચૂક્યું છે ત્યારે હવે તેને ગુજરાતનો ગણાવીને શૅર કરવામાં આવી રહ્યો છે. પરંતુ વિડીયો ગુજરાતનો નથી કે ગુજરાત ચૂંટણીમાં મતદાન દરમિયાન મુસ્લિમોને રોકવામાં આવ્યા હોય તેવી કોઈ ઘટના બની ન હતી.

    5 વાગ્યા પછી 16 લાખ લોકોએ મતદાન કર્યું હોવાનો દાવો પણ થયો હતો 

    ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર એવો પણ એક દાવો કરવામાં આવી રહ્યો હતો કે 5 વાગ્યે મતદાનનો સમય પૂર્ણ થયા પછી પણ 16 લાખ લોકોએ મતદાન કર્યું હતું. ટ્વિટર પર અમુક યુઝરોએ મીડિયા અહેવાલોને ટાંકીને આ દાવો કર્યો હતો. પરંતુ તપાસ કરતાં તે પણ ભ્રામક હોવાનું જાણવા મળ્યું હતું. 

    વાસ્વતમાં, નિયમાનુસાર સમય પૂર્ણ થયા બાદ પણ પરિસરમાં જેટલા લોકો હોય તેમને મતદાનનો અધિકાર આપવામાં આવે છે, જેથી ઘણી જગ્યાએ 5 પછી પણ મતદાન ચાલુ રહે છે. તદુપરાંત, મતદાન મથકેથી આંકડાઓ ચૂંટણી પંચ સુધી પહોંચવામાં અને તેને અપલોડ કરવામાં સમય લાગે છે, જેના કારણે જે આંકડાઓ 4 વાગ્યે પ્રકાશિત હોય તે ખરેખર એક કલાક જૂના હોય છે. આ દાવાને લઈને ઑપઇન્ડિયાનું વિસ્તૃત ફેક્ટચેક અહીંથી વાંચી શકાશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં