ગુજરાતનાં એક જાગૃત નાગરિક સુજીત પટેલ (સુજીત હિંદુસ્તાની)ની આરટીઆઇ દ્વારા ફરી એકવાર અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારના ખોખલા દાવાઓની પોલ ખૂલી છે. આ વખતે દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલયની એમ્બ્યુલન્સ વિષે કરેલ દાવાઓ અને RTI દ્વારા સામે આવેલ સત્યનો મામલો દિલ્હી સ્વાસ્થ્ય મોડલ વિષેના ફુગ્ગાની હવા કાઢે છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આમ તો જ્યારે પણ અન્ય રાજ્યોમાં જતાં હોય છે ત્યારે પોતાના સ્વાસ્થ્ય મોડલની વાહવાહી કરતાં થાકતા નથી. પરંતુ તેમનું આ દિલ્હી સ્વાસ્થ્ય મોડલ અંદરથી ખોખલું છે એ અવાર નવાર સાબિત થતું આવ્યું છે.
હાલના તાજી RTI વિષે ઑપઇન્ડિયા સાથેની વિશેષ વાતચીતમાં આરટીઆઇકર્તા સુજીત હિંદુસ્તાનીએ જણાવ્યુ કે, “મને પહેલાથી કેજરીવાલ અને તેમની સરકાર દ્વારા કરવામાં આવતી જુદી જુદી પેઇડ જાહેરાતો અને દાવાઓ પર શંકા જતી હતી. એટ્લે તેમના દાવાઓનું સત્ય જાણવા મે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ માહિતી અધિકાર અધિનિયમની મદદથી જુદી જુદી RTI કરીને સરકારી ખાતાઓ પાસેથી જવાબ માંગવાનુ શરૂ કર્યું.”
“અને જેમ મને અને મોટાભાગના લોકોને શંકા હતી એ જ થયું. આરટીઆઇ દ્વારા મળેલ માહિતીઓ મુજબ કેજરીવાલ સરકારના મોટાભાગના દાવાઓ અને જાહેરાતો ખોટા સાબિત થવા માંડ્યા.” પટેલે આગળ જણાવ્યુ.
#KejriwalExposed
— Sujit Hindustani (@geeta5579) June 19, 2022
World class helath model of @ArvindKejriwal
PATIENT TRANSPORT AMBULANCE
Purchased – 0 (zero)
Scrapped & sold – 9 (nine) @ ~Rs 23,659 each
ADVACNCE LIFE SUPPORT AMBULANCE
Purchased – 10 (Ten)
Scrapped & sold – 20 (Twenty) @ ~Rs 75,246 each pic.twitter.com/pZU4wrGOHV
દિલ્હી સ્વાસ્થ્ય મોડલની ફરી પોલ ખૂલી
સુજીત પટેલની તાજી RTIમાં કેજરીવાલની સરકારના સ્વાસ્થ્ય વિભાગ વિષે મોટો ઘટસ્ફોટ થયો છે. તેમણે પોતાની આરટીઆઇમાં દિલ્હી માહિતી ખાતાને દિલ્હી સ્વાસ્થ્ય વિભાગમાં 2014 બાદ નવી ઉમેરાયેલ પેસન્ટ એમ્બ્યુલન્સ અને લાઈફ સપોર્ટ ઓન વ્હીલ એમ્બ્યુલન્સના આંકડાઓ વિષે 2 પ્રશ્ન પૂછ્યા હતા. સાથે બીજા 2 પ્રશ્નમાં આ જ સમયગાળા દરમિયાન કેજરીવાલ સરકારે કેટલી એમ્બ્યુલન્સ સ્ક્રેપમાં આપી તેના પણ આકડા માંગ્યા હતા.
આ આરટીઆઇનો માહિતી ખાતા દ્વારા જે જવાબ અપાયો છે તે આંખ ઉઘાડનારો છે. માહિતી ખાતાએ 4 પ્રશ્નોનાં આપેલ જવાબ નીચે મુજબ છે.
- ૨૦૧૪ થી લઈને એપ્રિલ ૨૦૨૨ દરમિયાન કેજરીવાલ સરકારે દર્દીઓને દવાખાના સુધી લઈ જઈ શકાય એ પ્રકારની એક પણ ‘પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સ’ ખરીદી નથી.
- કેજરીવાલ સરકારે આ જ સમય દરમિયાન આવી ૯ (નવ) પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સને પ્રતિ એમ્બ્યુલન્સ ૨૩,૬૫૯/- ના ભાવે ભંગારમાં વેચી મારી છે.
- ૨૦૧૪ થી લઈને એપ્રિલ ૨૦૨૨ દરમિયાન કેજરીવાલ સરકારે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપી શકાય એ પ્રકારની ‘એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ’ (જેમાં ઓકસીજન, આઇસીયુ, ઇસીજી વિગેરેની સુવિધા હોય છે) કુલ ૧૦ (દસ) ખરીદી છે.
- આ જ સમય દરમિયાન કેજરીવાલ સરકારે કુલ ૨૦ (વીસ) એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ પ્રતિ એમ્બ્યુલન્સ ૭૫,૨૪૬/- ના ભાવે ભંગારમાં વેચી મારી છે.
આમ, 2014થી હમણાં સુધી દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સની સંખ્યા વધી તો નથી જ પરંતુ તેમાં મોટો ઘટાડો થયો છે. એપ્રિલ 2022 સુધી દિલ્હીમાં પેસન્ટ ટ્રાન્સપોર્ટ એંબ્યુલન્સમાં 9 નો ઘટાડો થયો છે અને એડ્વાન્સ લાઈફ સપોર્ટ એંબ્યુલન્સમાં 20નો ઘટાડો થયો. 29 એમ્બ્યુલન્સના ઘટાડા સામે દિલ્હી સરકારે આ સમયગાળામાં માત્ર 10 નવી એમ્બ્યુલન્સ વસાવી છે.
એટ્લે એકંદરે દિલ્હીમાં 2014 સુધી જેટલી એમ્બ્યુલન્સ હતી તેમાં 19નો ઘટાડો થઈને હાલ 2022માં ઓછી એમ્બ્યુલન્સ છે.
દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી પોતે જેલમાં
નોંધનીય વાત તો એ છે કે હાલ દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન પોતે જ ભ્રષ્ટાચાર અને મની લોંડરિંગના આરોપોમાં જેલમાં બંધ છે. ઇડીની તપાસમાં જૈને થોડા દિવસ પહેલા જણાવ્યુ હતું કે તેમને કોરોના થ્ય બાદ તેમની યાદશક્તિ ક્ષતિગ્રત થઈ હતી. તો આવા યાદશક્તિ ગુમાવેલ વ્યક્તિને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી બનાવી રાખીને અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને છેતર્યા હોવાનું સાફ સાફ જણાઈ આવે છે સાથે જ તેમના કથિત સ્વાસ્થ્ય મોડલના દાવાની પણ પોલ ખૂલી જાય છે.
આ પહેલા પણ RTIમાં થયા હતા ઘણા ખુલાસા
આ પહેલી વાર નથી કે કોઈ આરટીઆઇમાં કેજરીવાલના દિલ્હી સ્વાસ્થ્ય મોડલની પોલ ખૂલી હોય. સુજીત હિંદુસ્તાનીની મદદથી તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પહેલા પણ એમની RTI દ્વારા અનેક ખુલાસાઓ થયેલા છે.
#KejriwalExposed
— Sujit Hindustani (@geeta5579) July 2, 2021
Promise: 4000 nurses & paramedics will be made permanent
Fact: No nursing staff has been regularized in Health & Family Welfare Dept. pic.twitter.com/OgC2CqNdua
આમ આદમી પાર્ટીએ પોતાના 2015 ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો હતો કે તેઓ સત્તામાં આવશે તો 4000 ડોક્ટર અને 15,000 નર્સ અને પેરમેડિકલ સ્ટાફને કાયમી કરશે. પરંતુ એક આરટીઆઇના જવાબમાં માહિતી મળી હતી કે 2015ની ચૂંટણી જીત્યા બાદ પણ 2020 સુધી દિલ્હી સરકારે એમથી એકને પણ કાયમી કર્યા નહોતા.
This is World Class Health Model of #Kejriwal where the number of Health Centers are reduced.
— Sujit Hindustani (@geeta5579) January 26, 2022
As per RTI, there were 36 Health Center in North West District, Delhi during 2015, which was reduced to 34 numbers in 2021.#kejriwalExposed #kejriwalRuinedDelhi pic.twitter.com/fRA8tgNh9y
અન્ય એક આરટીઆઇમાં પટેલે પ્રશ્ન કર્યો હતો કે 2015 પહેલા અને પછી દિલ્હીમાં સ્વાસ્થ્ય કેન્દ્રોની સંખ્યામાં શું બદલાવ થયો છે. આ આરટીઆઇનો જવાબ પણ ખૂબ જ વિસ્ફોટક હતો. કેમ કે પોતાના દિલ્હી સ્વાસ્થ્ય મોડલને વિશ્વકક્ષાનું બતાવનાર કેજરીવાલના રાજયમાં તેમની સરકાર આવ્યા બાદ ખરેખર તો સ્વાસ્થ્ય કેન્દ્રોની સંખ્યા વધવાની જગ્યાએ ઘટી હતી.
આમ એક જાગૃત ગુજરાતીની મહેનતના કારણે કેજરીવાલનું જૂઠું દિલ્હી સ્વાસ્થ્ય મોડલ કડકભૂસ થવા પામ્યું છે. આ પહેલા પણ આમ આદમી પાર્ટીના અનેક જૂઠાણાં જુદી જુદી RTI દ્વારા ખુલ્લા પડતાં રહ્યા છે અને આગળ પણ જો નાગરિકો આટલા જ જાગૃત રહેશે તો કોઈ પણ ભારતના નાગરિકોને જુઠા વડાઓ અપાઈને ઉલ્લુ નહીં માનવી શકે.