મોરબીમાં મચ્છુ નદી પરના ઝૂલતા પુલના તૂટી જવાની દુર્ઘટના હજુ તાજી છે. ગુજરાત સહીત સમગ્ર દેશ હજુ પીડામાં છે. મંગળવારે (1 નવેમ્બર) દેશના પ્રધાનમંત્રી પણ મોરબીમાં ઘટનાસ્થળ અને દવાખાનામાં ઘાયલોની મુલાકાતે જઈ આવ્યા છે. પરંતુ અમુક લોકો હજુ આ ઘટનામાં સહાનુભૂતિ અને ધૈર્ય બતાવવાની જગ્યાએ પોતાના પ્રોપેગેન્ડા સેટ કરવા મથી રહ્યા છે.
શું છે પ્રોપગેન્ડાયુક્ત દાવો
આ દુર્ઘટનામાં જે લોકો ઘાયલ થયા હતા તેમને મોરબીના સરકારી દવાખાનામાં સારવાર અપાઈ રહી હતી. આવા જ એક ઘાયલ વ્યક્તિ વિષે મીડિયા અને સોશિયલ મીડિયામાં લોકોએ ખુબ ભ્રમ ફેલાવ્યો હતો.
વિષય એમ છે કે એક દર્દી જેને પુલ દુર્ઘટનામાં પગમાં વાગ્યું હતું તેને 31 ઓક્ટોબરના રોજ પગમાં સામાન્ય પાટો બાંધવામાં આવ્યો હતો. જયારે 1લી નવેમ્બરે એ જ દર્દી એ જ પગમાં મોટા પ્લાસ્ટરના પાટા સાથે હોસ્પિટલમાં જોવા મળ્યો હતો.
જે બાદ ઘણા પત્રકારો અને અન્યોએ એ દર્દીના પહેલા અને પછીના ફોટા શેર કરીને લખ્યું કે PM મોદી હોસ્પિટલની મુલાકાત લેવા આવવાના હોવાથી આ વ્યક્તિ કે જેને કાંઈ વાગ્યું નથી તેને ખોટી રીતે પ્લાસ્ટર બાંધીને ખાટલામાં સુવડાવી દેવામાં આવ્યો છે. ઘણાએ તો તેને એક ડમી દર્દી પણ ગણાવ્યો હતો.
ઘણા લોકોએ પોતાનો પ્રોપેગેન્ડા સેટ આ જ દર્દીના ખાટલા નંબર પર પણ સવાલ ઉઠાવ્યા હતા કે પહેલા આ દર્દી 125 નંબરના ખાટલામાં હતા અને પાછળથી 126 નંબરના ખાટલા પર જોવા મળ્યા હતા.
The permanent patient. How come the same gent met Vaghela & then Modi today? Is this the Gujarat model? pic.twitter.com/RQIOislbj7
— Swati Chaturvedi (@bainjal) November 1, 2022
New plaster on the leg to go with the new paint of the hospital!🤦♀️ https://t.co/a3HZN7OCJP
— Rohini Singh (@rohini_sgh) November 1, 2022
Increasing length of his bandages for Modi’s visit
— Jagan Patimeedi (@JAGANTRS) November 1, 2022
Exaggeration just like Gujarat model pic.twitter.com/DYVc9WUYIP
ઘણા મોટા પત્રકારો અને રાજનેતાઓએ પૂરતી તાપસ કર્યા વિના આ ખબર ખુબ ફેલાવી હતી અને તે બહાને પ્રધાનમંત્રી મોદી અને ગુજરાતની ભાજપ સરકાર પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ફેક્ટ-ચેક
જયારે તે ઘાયલ દર્દીને આ સમગ્ર ઘટનાક્રમ અને તેમના નામ અને ફોટા સાથે ચલાવવામાં આવી રહેલ સમાચારો વિષે જણાવવામાં આવ્યું ત્યારે તેમણે પોતે મીડિયા સમક્ષ આવીને પૂરું સત્ય જણાવ્યું હતું.
ધ લલ્લનટોપના પત્રકાર સાથે વાત કરતા તે દર્દીએ પોતાનું નામ અશ્વિનભાઈ જણાવ્યું, તથા કહ્યું કે તેઓ તેમને પહેલા નાનો પાટો બાંધવામાં આવ્યો હતો એ વાત સાચી છે, પરંતુ લોકો તેને જે રીતે રજૂ કરે છે એ ખોટું છે.
PM मोदी आज मोरबी में एक मरीज़ से मिले। जिसकी पट्टी और प्लास्टर वाली दो तस्वीर के सहारे फ़र्ज़ी मरीज़ साबित करने की कोशिश की गई।
— Abhinav Pandey (@Abhinav_Pan) November 1, 2022
ये सरासर गलत है।इनका नाम अश्विन है।
पहले पट्टी बंधी थी,एक्सरे के बाद प्लास्टर लगा।जो बेसिक है।हमारी टीम से बेड नंबर का सच भी बताया। pic.twitter.com/bjnjkAhSRZ
પૂરું સત્ય જણાવતા અશ્વિન ભાઈએ જણાવ્યું, “નદીમાં પડી જવાથી મને પગમાં વાગ્યું હોવાથી હોસ્પિટલ લવાયો હતો. પ્રાથમિક તાપસ બાદ મને સામાન્ય પાટો બાંધવામાં આવ્યો હતો. પછી હું ઘરે જતો રહ્યો હતો. પરંતુ દુખાવો દૂર ના થતા મારે ફરી દવાખાને આવવું પડ્યું હતું અને એક્સ-રે પડાવતાં ખબર પડી કે મારા પગમાં ફ્રેક્ચર હતું. જેથી નાનો પાટો હટાવીને ફ્રેક્ચરનું પ્લાસ્ટર લગાવવામાં આવ્યું હતું.”
તેમણે એ પણ જણાવ્યું કે પ્લાસ્ટર પાટો 1લી નવેમ્બરે નહિ પરંતુ 31 ઓક્ટોબરે જ બાંધવામાં આવ્યો હતો.
સાથે જ લોકોએ તેમના ખાટલા નંબર વિષે પણ ભ્રમ ફેલાવ્યો હતો. જેના પર ચોખવટ કરતા અશ્વિનભાઈએ કહ્યું કે પહેલા આ વોર્ડમાં તેમની બાજુમાં એક મહિલા દર્દી હતા ત્યારે તેમનો ખાટલા નંબર 125 હતો. પરંતુ બાદમાં તે મહિલા દર્દીને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવતા તેઓ 126 નંબરના ખાટલા પર આવી ગયા હતા.
પૂરું સત્ય
આમ અશ્વિનભાઈએ પોતે મીડિયા સમક્ષ જે ખુલાસા કાર્ય એ મુજબ આગળના ત્રણેવ આરોપો ખોટા સાબિત થયા છે કે તેઓ એક ડમી દર્દી છે તથા PM મોદીની મુલાકાતના કારણે તેમને નાના પાટાની જગ્યાએ મોટો પાટો બાંધવામાં આવ્યો છે.