તાજેતરમાં દેશમાં રેલ અકસ્માતોની સંખ્યામાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, છેલ્લા થોડા સમયમાં એવી ઘટનાઓ પણ સામે આવી, જેમાં કાવતરું રચીને ટ્રેન ઉથલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોય. આ બધાની વચ્ચે કોંગ્રેસ સહિતના વિપક્ષો પણ આ અકસ્માતોનો રાજકીય લાભ લઈને સરકારને ટાર્ગેટ કરતા રહે છે. તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીએ લોકોમોટિવ અને ગુડ્સ ટ્રેન વચ્ચે અકસ્માતની એક તસવીર પોસ્ટ કરીને રેલવે મંત્રીને ટાર્ગેટ કર્યા હતા. પરંતુ પછીથી જ્યારે રેલવે મંત્રાલયે પોલ ખોલી ત્યારે જાણવા મળ્યું કે આ લોકોમોટિવ કે ટ્રેન રેલ મંત્રાલય હેઠળ આવતાં જ નથી.
रील मंत्री जी, एक और छोटी घटना हो गई है।
— Congress (@INCIndia) August 27, 2024
इस बार यूपी के रायबरेली में ये छोटी घटना हुई है।
लोको पायलट और कुछ लोग घायल बताए जा रहे हैं।
आपकी जानकारी के लिए 👇 pic.twitter.com/nU0MyXi9bl
મંગળવારે (27 ઑગસ્ટ) કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ટ્રેન અકસ્માતનો ફોટો પોસ્ટ કરીને રેલવે વિભાગ પર સવાલ ઉઠાવ્યા હતા. પાર્ટીએ કેપશનમાં લખ્યું હતું કે, ‘રીલ મંત્રીજી, એક નાની એવી ઘટના બની ગઈ છે. આ વખતે યુપીના રાયબરેલીમાં નાની ઘટના ઘટી છે. લોકો પાયલટ અને કેટલાક લોકો ઘાયલ હોવાનું કહેવાય રહ્યું છે.” અંતે કોંગ્રેસે લખ્યું કે, “તમારી જાણકારી માટે.” આ સાથે જ એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક ટ્રેન અને એન્જિન વચ્ચે અકસ્માત થયો હોવાનું જોઈ શકાય છે.
रील मंत्री जी,
— Supriya Shrinate (@SupriyaShrinate) August 27, 2024
लीजिए, आज उत्तर प्रदेश में एक और छोटी सी घटना हो गई
लोको पायलेट के घायल होने की खबर है pic.twitter.com/JtGdJS6pHJ
કોંગ્રેસની આ જ પોસ્ટ કેટલાક કોંગ્રેસ સમર્થકો અને નેતાઓએ હાથોહાથ વધાવી લીધી હતી. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ પણ કોંગ્રેસની આ જ પોસ્ટ સોશિયલ મીડિયા પર કોપી કરીને પોસ્ટ કરી દીધી હતી. તે સિવાય અન્ય પણ ઘણા કોંગ્રેસીઓએ આ પોસ્ટને રિપોસ્ટ કરી હતી અને સરકાર તથા રેલવે વિભાગ પર સવાલો ઉઠાવી દીધા હતા. રેલવે મંત્રાલયની સ્પષ્ટતા છતાં હજુ પણ તે પોસ્ટ ડિલીટ સુદ્ધાં કરવામાં આવી નથી.
રેલવે વિભાગે કર્યું ખંડન
કોંગ્રેસની પોસ્ટ સામે આવ્યા બાદ કેટલાક કોંગ્રેસીઓ અને નેતાઓએ સરકાર અને રેલવે વિભાગને ઘેરવાનું શરૂ કરી દીધું હતું. જોતજોતાંમાં તે પોસ્ટ ઘણી વાયરલ થઈ ગઈ હતી. ત્યારબાદ રેલવે વિભાગે પણ કોંગ્રેસની તે પોસ્ટએ લઈને પ્રતિક્રિયા આપવી પડી હતી. રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના આધિકારિક હેન્ડલ પરથી આ અંગેની સ્પષ્ટતા આપીને કોંગ્રેસના દાવાનું ખંડન કર્યું હતું.
Don’t mislead the Nation. Neither the engine nor the driver is of Indian Railways. Please stop demoralising the Railway family.https://t.co/1ezOTiXYWr pic.twitter.com/mJ5LRDyR9i
— Ministry of Railways (@RailMinIndia) August 27, 2024
રેલવેએ પોસ્ટ કરીને લખ્યું કે, “દેશને ગેરમાર્ગે ન દોરશો. ન તો એન્જિન અને ન તો પાયલટ ભારતીય રેલવે વિભાગના છે. કૃપા કરીને રેલવે પરિવારનું મનોબળ તોડવાનું બંધ કરો.” રેલવેએ કોંગ્રેસના જુઠ્ઠા દાવાનું ખંડન કરતાં કહ્યું હતું કે, જે ટ્રેન અને એન્જિન વચ્ચે અકસ્માત થયો હતો, તે બંને ભારતીય રેલવે વિભાગના નથી. આ સાથે જ કહ્યું કે, જે લોકો પાયલટ ઘાયલ થયા હતા તે પણ રેલવે વિભાગના નથી.
શું છે વાસ્તવિકતા?
કોંગ્રેસની આ પોસ્ટને લઈને વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, દુર્ઘટનાગ્રસ્ત થયેલી ટ્રેન કે એન્જિન રેલવે વિભાગનું નથી. તે ટ્રેન અને એન્જિન NTPC (National Thermal Power Corporation Limited)નું હોવાનું સામે આવ્યું છે. માત્ર આટલું જ નહીં, પરંતુ ટ્રેન અકસ્માત પણ NTPCના વિસ્તારમાં જ થયો હતો અને લોકો પાયલટ સહિતના ઘાયલ થયેલા લોકો પણ NTPCના કર્મચારીઓ જ હતા. ભારતીય રેલવે વિભાગને આ ઘટના સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી. તેમ છતાં કોંગ્રેસે ભ્રામક પોસ્ટ કરીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ટ્રેન અકસ્માતની ઘટનાની વિગતો એમ છે કે, ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં NTPCમાં કોલસો ઉતારીને પરત ફરી રહેલી માલગાડી સામે ટ્રેક પર જ ખાલી રેલ એન્જિન આવી ગયું હતું. પરિણામ સ્વરૂપ માલગાડી અને ટ્રેનના એન્જિન વચ્ચે અથડામણ થઈ હતી અને આ ઘટનાને લઈને લોકો પાયલટ સહિત 2 અન્ય લોકો પણ ઘાયલ થઈ ગયા હતા. જોકે, તાત્કાલિક ધોરણે ઘાયલ કર્મચારીઓને NTPC પરિસરમાં સ્થિત હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તે વિસ્તારને પણ સીલ કરી દેવામાં આવ્યો હતો. મીડિયામાં પણ આ સમાચાર પ્રકાશિત થયા હતા. પરંતુ કોંગ્રેસે તેમાં પણ રેલવે વિભાગ પર ઠીકરું ફોડવાનો વ્યર્થ પ્રયાસ કર્યો હતો. જોકે, રેલવે વિભાગે સ્પષ્ટતા કરીને કોંગ્રેસના દાવાનું ખંડન પણ કર્યું હતું.