Friday, September 13, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘વિદેશી મહેમાનોને અપમાનિત કરવા ભાજપે લગાવ્યાં પોસ્ટરો’: G20 સમિટ પહેલાં કોંગ્રેસ ઇકોસિસ્ટમે...

    ‘વિદેશી મહેમાનોને અપમાનિત કરવા ભાજપે લગાવ્યાં પોસ્ટરો’: G20 સમિટ પહેલાં કોંગ્રેસ ઇકોસિસ્ટમે ચલાવ્યો પ્રોપગેન્ડા- જાણો શું છે વાસ્તવિકતા

    આ ફોટો પોસ્ટ કરીને ખેડાએ ભાજપ નેતા વિજય ગોયલને ટેગ કરીને લખ્યું કે શું આપણે આવી રીતે આપણા મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છીએ?

    - Advertisement -

    જેમ-જેમ G20 સમિટ નજીક આવી રહી છે તેમ-તેમ દુષ્પ્રચાર ફેલાવતી ટોળકીઓ સક્રિય બની રહી છે. તાજેતરમાં કોંગ્રેસ નેતાઓએ એક ફોટો શૅર કરીને દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી વિદેશી મહેમાનોને અપમાનિત કરવા માટે દિલ્હીમાં હોર્ડિંગ્સ લગાવી રહી છે. ત્યારબાદ અમુક વામપંથી પત્રકારોએ પણ આ દાવો આગળ ચલાવ્યો. 

    કોંગ્રેસ નેતા પવન ખેડાએ X પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં એક હોર્ડિંગ જોવા મળે છે. પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વૈશ્વિક નેતાઓના ફોટા જોવા મળે છે. સાથે લખવામાં આવ્યું છે- ‘અભિનંદન ભારત, પીએમ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે.’ નીચે ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય ગોયલનું નામ લખવામાં આવ્યું છે.

    આ ફોટો પોસ્ટ કરીને ખેડાએ ભાજપ નેતા વિજય ગોયલને ટેગ કરીને લખ્યું કે શું આપણે આવી રીતે આપણા મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છીએ?

    - Advertisement -

    શશિ થરૂરે પણ આ જ ફોટો પોસ્ટ કરીને ‘અતિથિ દેવો ભવ’નો ઉલ્લેખ કરીને ભારતીય જનતા પાર્ટી પર ટિપ્પણી કરી હતી અને કહ્યું કે આ મહેમાનોનું અપમાન છે. 

    અન્ય અમુક પ્રોપગેન્ડા હેન્ડલોએ પણ આ દાવો આગળ ચલાવ્યો. કોઇકે એમ પણ કહ્યું કે, આ પોસ્ટરો ભાજપ નેતા વિજય ગોયલે લગાવડાવ્યાં છે અને તે અન્ય દેશો સાથે વિવાદ સર્જી શકે છે, તેમની ધરપકડ કરવામાં આવવી જોઈએ. 

    ત્યારબાદ અમુક કથિત પત્રકારોએ પણ આ દાવાને બળ આપ્યું હતું. 

    શું છે સત્ય? 

    આખી કોંગ્રેસ ઈકોસિસ્ટમ જે પોસ્ટરોને લઈને આરોપો લગાવી રહી છે અને મહેમાનોના અપમાનનાં રોદણાં રડી રહી છે તે પોસ્ટરો અત્યારનાં નથી. જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે એપ્રિલ 2023નો છે. 

    ન્યૂઝ એજન્સી AP માટે મનીષ સ્વરૂપ નામના પત્રકારે આ ફોટો લીધો હતો. જે એપ્રિલ 2023માં લેવામાં આવ્યો હતો. હાલ દિલ્હીમાં ક્યાંય પણ આ પ્રકારનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં નથી. જેથી G20 સમિટમાં ભાગ લેવા માટે આવતા મહેમાનોનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાના દાવા ખોટા અને પાયાવિહોણા છે. 

    જોકે, પોલ ખુલી ગયા બાદ મોટાભાગનાએ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. જેમાં કોંગ્રેસ નેતા પવન ખેડા, સાંસદ શશિ થરૂર સહિતના નેતાઓ તેમજ સાક્ષી સિંઘ સહિતના ‘પત્રકારો’નો સમાવેશ થાય છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ G20 સમિટને લઈને દુષ્પ્રચાર ફેલાવવામાં આવી ચૂક્યો છે. TMC સાંસદ સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે ભારત સરકાર G20 સમિટમાં ભાગ લેવા આવતા મહેમાનોના સ્વાગત માટે કરોડોના ખર્ચે મોંઘી બુલેટપ્રૂફ ગાડીઓ ખરીદી રહી છે. જોકે, પછીથી PIBએ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે સરકાર કોઇ કાર ખરીદી નથી રહી પરંતુ ભાડેથી લેવામાં આવી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં