Friday, June 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મોદીએ 6 મહિના પહેલાં ઉદ્ઘાટન કર્યું, હવે દીવાલ તૂટી પડી’: મુંબઈના અટલ...

    ‘મોદીએ 6 મહિના પહેલાં ઉદ્ઘાટન કર્યું, હવે દીવાલ તૂટી પડી’: મુંબઈના અટલ સેતુ બાદ હવે અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પર પણ અપપ્રચાર, અહીં જાણો શું છે હકીકત

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો કે હવા આપીને વાયરલ કરવામાં આવેલો તે વિડીયો નવનિર્મિત અયોધ્યા ધામ જંકશનનો નથી. પરંતુ જૂના રેલવે સ્ટેશનનો છે. નવનિર્મિત રેલવે સ્ટેશનમાં કોઈપણ જાતનું નુકશાન થયું નથી.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીથી લઈને હવે નવી સરકાર બન્યા પછી પણ સોશિયલ મીડિયા પર કેટલીક ઘટનાને લઈને ભ્રામક દાવાઓ જોવા મળી રહ્યા છે. પહેલાં મુંબઈના અટલ સેતુને લઈને ભ્રામક દાવો કરવામાં આવ્યો હતો, તો હવે નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે સ્ટેશનને લઈને ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર, ખાસ કરીને X પ્લેટફોર્મ પર કેટલાક લોકો અને નેતાઓ એક વિડીયો શેર કરીને દાવો કરી રહ્યા છે કે, અયોધ્યા ધામ રેલવે સ્ટેશનની 20 મીટર બાઉન્ડ્રી વૉલ એક જ વરસાદમાં તૂટી પડી છે. જોકે, આ દાવાની વાસ્તવિકતા પણ સામે આવી ગઈ છે.

    અયોધ્યા ધામ રેલવે સ્ટેશનને લઈને વાયરલ થઈ રહેલો વિડીયો કોંગ્રેસના આધિકારિક X હેન્ડલ પરથી પણ પણ શેર કરવામાં આવ્યો છે. વિડીયોની સાથે સાથે લખવામાં આવ્યું છે કે, “BJPએ પ્રભુ શ્રીરામની અયોધ્યામાં પણ ભ્રષ્ટ્રાચાર કરી દીધો. અયોધ્યા રેલવે સ્ટેશનની 2 મીટર લાંબી બાઉન્ડ્રી વૉલ તૂટી પડી છે. આ સ્ટેશનનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ માત્ર 6 મહિના પહેલાં કર્યું હતું.”

    વિડીયો સાથે વધુમાં લખવામાં આવ્યું છે કે, “આ તૂટેલી બાઉન્ડ્રી વૉલ ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખોલે છે. સ્પષ્ટ છે કે, ભાજપના ભ્રષ્ટાચાર મોડલમાં ક્વાલિટી અને ગેરંટીની અપેક્ષા ના રાખો.”

    - Advertisement -

    આટલું જ નહીં, પરંતુ યુપી કોંગ્રેસના આધિકારિક X હેન્ડલ પરથી પણ આ જ વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં વિડીયો સાથે લખવામાં આવ્યું છે કે, “અયોધ્યામાં ડબલ એન્જિન સરકારનો વિકાસ ‘સીઝ’ થઈ ગયો. 6 મહિના પહેલાં જે અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડો રૂપિયા પાણીની જેમ વહાવીને ખૂબ માર્કેટિંગ કર્યું હતું, તે જ સ્ટેશનની 20 મીટર બાઉન્ડ્રી એક જ વરસાદમાં તૂટી પડી. આ ભાજપનો વિકાસ નથી, ભ્રષ્ટાચારનો વિકાસ છે.”

    તે સિવાય UP કવર કરતા એક પત્રકારે પણ જ વિડીયો પોસ્ટ કર્યો છે. તેણે વિડીયો સાથે લખ્યું છે કે, “અયોધ્યા ધામ રેલવે સ્ટેશનની 20 મીટર બાઉન્ડ્રી વોલ એક જ વરસાદમાં તૂટી પડી. 30 ડિસેમ્બર, 2023ના રોજ PM નરેન્દ્ર મોદીએ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું.”

    આ ઉપરાંત અન્ય પણ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ જ વિડીયો પોસ્ટ કરીને તેને આગળ વધાર્યો છે. કેપ્શન પણ તમામ લોકોનું સરખા જેવુ જ છે. વધુમાં ઓછું ઘણી મીડિયા ચેનલોએ પણ આ ફેક ન્યૂઝને હવા આપી છે. દૈનિક ભાસ્કરે પણ એક રિપોર્ટ પ્રકાશિત કરીને એ જ શબ્દો ઉચ્ચાર્યા હતા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ભાસ્કરે ‘પહેલી બારીશ મે અયોધ્યા ધામ સ્ટેશન કી બાઉન્ડ્રી ઢહી’ના મથાળા સાથે લેખ પ્રકાશિત કર્યો છે.

    તે સિવાય હરિયાણા આમ આદમી પાર્ટીના આધિકારિક X હેન્ડલ પર પણ આ જ વિડીયો પોસ્ટ કરીને સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેની સાથે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ વિડીયો પોસ્ટ કરીને સરકાર પર સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા છે. પરંતુ આ વિડીયોની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

    શું છે વાયરલ વિડીયોની વાસ્તવિકતા?

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો કે પછી કરવામાં આવેલો તે વિડીયો નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનો નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે, તે વિડીયો જૂના રેલવે સ્ટેશનનો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, સ્ટેશનની બહાર રહેલી એક દીવાલ અચાનકથી તૂટી પડી છે. આ ઘટના પર ઉત્તર રેલવે વિભાગ દ્વારા સ્પષ્ટતા પણ આપવામાં આવી છે. નૉર્થન રેલવેએ X પર સ્પષ્ટતા કરતાં લખ્યું કે, “સૂચિત કરવામાં આવે છે કે, વિડીયોમાં દર્શાવવામાં આવેલી દીવાલ મુખ્ય સ્ટેશન ભવનનો ભાગ નથી, પરંતુ રેલવે અને ખાનગી જમીનની વચ્ચે છે. બીજે છેડે લોકો દ્વારા ખોદકામ કરવાથી અને ખાનગી વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી તે તૂટી પડી છે. રેલવે તાત્કાલિક કાર્યવાહી કરશે.”

    બીજી તરફ PIB ફેકટચેકે પણ આ ઘટનાને લઈને X પર પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા હેન્ડલે લખ્યું છે કે, “વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલમાં જ ઉદ્ઘાટન પામેલા નવા અયોધ્યા ધામ રેલવે સ્ટેશનની બાઉન્ડ્રી તૂટી પડી છે. તે વિડીયોમાં દર્શાવવામાં આવેલી બાઉન્ડ્રી જૂના રેલવે સ્ટેશનનો ભાગ હતી. એક ખાનગી વ્યક્તિ દ્વારા ખોદકામ કરવાથી અને ખાનગી ક્ષેત્રમાં પાણી ભરાઈ જવાથી દીવાલ તૂટી પડી છે.”

    તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો કે હવા આપીને વાયરલ કરવામાં આવેલો તે વિડીયો નવનિર્મિત અયોધ્યા ધામ જંકશનનો નથી. પરંતુ જૂના રેલવે સ્ટેશનનો છે. નવનિર્મિત રેલવે સ્ટેશનમાં કોઈપણ જાતનું નુકશાન થયું નથી. જોકે, ચૂંટણી બાદ આ ચોથી એવી ઘટના છે, જેમાં જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હોય. આ પહેલાં અટલ સેતુ, EVM, NEET વગેરેને લઈને વિપક્ષી નેતાઓએ જુઠ્ઠાણું ફેલાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં