Friday, October 18, 2024
More
    હોમપેજક્રાઈમહિંદુ નેતાઓની હત્યા માટે PFIએ બનાવી 'ડેથ સ્કવોડ', મસ્જિદ-મદરેસાઓમાં આપી ટ્રેનિંગ: RSS...

    હિંદુ નેતાઓની હત્યા માટે PFIએ બનાવી ‘ડેથ સ્કવોડ’, મસ્જિદ-મદરેસાઓમાં આપી ટ્રેનિંગ: RSS કાર્યકર્તા રૂદ્રેશ-BJYMના પ્રવિણ નેત્તારુની હત્યા હતી ‘મિશન 2047’નો ભાગ

    ગુજરાત ATSને માહિતી મળી હતી કે તે દક્ષિણ આફ્રિકા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ આ મામલે NIAને સૂચના આપવામાં આવી હતી. આ મામલે દક્ષિણ આફ્રિકાની પોલીસને જાણ કરવામાં આવતા તેમણે પણ સહયોગ કર્યો અને મોહમ્મદ ગૌસને ઝડપી લેવામાં આવ્યો.

    - Advertisement -

    NIAને RSS કાર્યકર્તા રૂદ્રેશની હત્યા મામલે 2 માર્ચ 2023ના રોજ એક મોટી સફળતા મળી હતી. આ હત્યાકાંડ વર્ષ 2016માં થયો હતો. PFIનો પ્રતિબંધિત આતંકવાદી મોહમ્મદ ગૌસ નિયાઝીને દક્ષિણ આફ્રિકાથી ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયા બાદ તેને સ્થળાંતરીત કરવામાં આવ્યો. તેણે બેંગલોરમાં આ હત્યા કરી હતી. તેના પર 5 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. 35 વર્ષીય મોહમ્મદ ગૌસ નિયાઝી PFIનો મોટો ચહેરો હતો. હત્યા બાદ તે ભારત બહાર સતત પોતાના ઠેકાણા બદલી રહ્યો હતો. આ હિંદુ નેતાઓની હત્યાઓ માટે PFIએ ડેથ સ્કવોડ બનાવી હોવાનું સામે આવ્યું છે.

    ગુજરાત ATSને માહિતી મળી હતી કે તે દક્ષિણ આફ્રિકામાં છે. ત્યાર બાદ આ મામલે NIAને સૂચના આપવામાં આવી હતી. આ મામલે દક્ષિણ આફ્રિકાની પોલીસને જાણ કરવામાં આવતા તેમણે પણ સહયોગ કર્યો અને મોહમ્મદ ગૌસને ઝડપી લેવામાં આવ્યો. બેંગલોરના શિવાજી નગરમાં રુદ્રેશની હત્યા થઈ હતી. તેઓ સંઘના એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા. આતંકવાદીઓ ઘાત લગાવીને સંતાઈને બેઠા હતા. ત્યારે વર્ષ 2016ના આ હત્યાકાંડના તાર વર્ષ 2022ના પ્રવીણ નેત્તારુના હત્યાકાંડ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. 26 જૂલાઈ, 2022 ના રોજ BJYM નેતા પ્રવીણ નેત્તારુની હત્યા થઇ હતી.

    દક્ષિણ કન્નડના બેલ્લારીમાં આતંકવાદીઓએ તેમના પર ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. તેમને પોલ્ટ્રી ફાર્મનો કારોબાર હતો. જાન્યુઆરી 2023માં NIAએ ખુલાસો કર્યો હતો કે PFIએ ‘સર્વિસ ટીમ’ અને ‘કિલર સ્કવોડ’ બનાવી રાખી હતી., જેથી તેઓ પોતાના દુશ્મનોની હત્યા કરી શકે અને વર્ષ 2047 સુધીમાં ઇસ્લામિક રાષ્ટ્ર બનાવી શકે. આતંકવાદ, સાંપ્રદાયિક ઘૃણા અને અરાજકતા ફેલાવીને તેઓ પોતાની મનશા પૂર્ણ કરવા માંગતા હતા. આ ટીમોને હથિયાર અને તેને ચલાવવાની ટ્રેનિંગ બંને આપવામાં આવ્યા હતા.

    - Advertisement -

    તેમને હિંદુ નેતાઓની રેકી કેવી રીતે કરવી, પછી તેમને નિશાન કેવી રીતે બનાવવા તે શીખવવામાં આવ્યું હતું. રુદ્રેશની હત્યા બાદ આ ટીમોની રચના કરવામાં આવી હતી. બાદમાં પીએફઆઈના જિલ્લા પ્રમુખ અસીમ શરીફની પણ ધરપકડ કરવામાં આવી હતી. પીએફઆઈએ મુસ્લિમોની ભરતી કરી, તેમને મસ્જિદો અને મદરેસાઓમાં શસ્ત્રો આપીને તાલીમ આપી હતી. રુદ્રેશની હત્યા સફળ થયા બાદ તેમના મગજમાં આ ષડયંત્ર આવ્યું હતું. 2019માં અસીમ શરીફની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે રુદ્રેશની હત્યામાં તેમના પર આરોપ નક્કી ન કરવામાં આવે.

    તેમણે દાવો કર્યો હતો કે તેમની સામે કોઈ પુરાવા નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે તે આ હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર હતો અને હત્યા તેની સૂચનાથી કરવામાં આવી હતી. ઓક્ટોબર 2016માં, બેંગલુરુ પોલીસે રુદ્રેશ હત્યા કેસમાં સીધી સંડોવણી બદલ JC નગરના મોહમ્મદ મઝહર (35) અને ઓસ્ટિન ટાઉનના વસીમ અહેમદ (30)ની ધરપકડ કરી હતી.

    તેઓ બાઇક પર આવ્યા હતા અને નાલા જંકશન નજીક રુદ્રેશની હત્યા કરી હતી. તેની સાથે અન્ય એક બાઈક પર મુજીબ અને ઇરફાન પણ હતા. આસિમ શરીફ આ તમામને નિર્દેશ આપી રહ્યો હતો. PFI 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશમાં રૂપાંતરિત કરવા માંગતું હતું. તેઓ માનતા હતા કે અંગ્રેજોએ અન્યાયી રીતે મુસ્લિમો પાસેથી સત્તા આંચકી લીધી હતી. PFIના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમો હંમેશાં લઘુમતી રહ્યા છે અને તેમને જીતવા માટે બહુમતી બનવાની જરૂર નથી.

    ઇસ્લામના ઇતિહાસની વાત કરીએ તો પ્રતિબંધિત સંગઠનનું માનવું હતું કે જો 10 ટકા મુસ્લિમો પણ તેનું સમર્થન કરશે તો તે ‘કાયર’ બહુમતીને દબાવીને તેમને ઘૂંટણિયે પાડી દેશે અને ઇસ્લામનો જૂનો ઝંડો ફરી ફરકાવવામાં આવશે. તેમણે લખ્યું કે મુસ્લિમોએ યાદ રાખવું જોઈએ કે અલ્લાહ દ્વારા બનાવવામાં આવેલી કાયનાતમાં દીનનું કામ કરવા માટે તેમને મોકલવામાં આવ્યા છે, તેમનું લક્ષ્ય અલ્લાહના કાયદાની સ્થાપના હોવી જોઈએ. જેમાં હિંદુ નેતાઓ વિશેની વિગતો એકત્ર કરવા જણાવ્યું હતું.

    ‘ફાઈનલ શો’ની વાત કરીએ તો RSS/હિંદુ નેતાઓની યાદી અને તેમની વિગતો એકઠી કરવા જણાવાયું હતું. તેમજ તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. PFIનું કહેવું હતું કે હિંદુઓની હત્યા કરવાનો આ યોગ્ય સમય છે. પ્રતિબંધિત સંગઠનના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, જયારે તેમની પાસે પર્યાપ્ત માત્રામાં હથિયાર અને લડવૈયાઓ હશે ત્યારે દેશમાં ભારતીય બંધારણની જગ્યાએ શરિયા કાનૂન લાગુ કરી દેવામાં આવશે. તેના માર્ગમાં આવતા લોકોના હત્યાકાંડની વાત પણ કરવામાં આવી હતી.

    આ માટે તુર્કી જેવા ઇસ્લામિક દેશો પાસેથી મદદ માગવામાં આવી હતી. દેખીતી રીતે જ, હિંદુઓની હત્યા કરવા માટે આ ડેથ સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. પ્રવીણ નેટ્ટારુ કે રુદ્રેશની PFI સાથે કોઈ દુશ્મનાવટ નહોતી, તેથી આ હત્યાકાંડને ટાર્ગેટ કિલિંગ તરીકે નકારી શકાય નહીં. બંને હત્યાઓ વચ્ચેના જોડાણનો અર્થ એ છે કે હિંદુ નેતાઓને ટાર્ગેટ કરવાનું આ PFIનું ઊંડું કાવતરું હતું. આ બધું PFIના ‘વિઝન 2047’ વિઝન ડોક્યુમેન્ટ અનુસાર કરવામાં આવ્યું હતું. આ બંને જ નહીં, ઘણા હિંદુ નેતાઓ તેમના નિશાના પર હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં