Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતબહેરામપુરાના કિશને મુસ્લિમ પાડોશીને લિફ્ટ આપી તો કટ્ટરપંથી ભીડે કર્યો હુમલો: વિડીયો...

    બહેરામપુરાના કિશને મુસ્લિમ પાડોશીને લિફ્ટ આપી તો કટ્ટરપંથી ભીડે કર્યો હુમલો: વિડીયો વાઇરલ થયા બાદ દાણીલીમડાના અકબર, ફૈઝાન, હુસેનની ધરપકડ

    'મારી સાથે મારામારી કરી તે દરમિયાન ભીડમાંથી કોઈકે મારો મોબાઈલ પણ છીનવીને ચોરી લીધો હતો. તેઓએ મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ મારો પરિવાર ખુબ ગભરાયેલો છે.' - પીડિત હિંદુ યુવક

    - Advertisement -

    પાછલા અઠવાડિયામાં પહેલા વડોદરા અને બાદમાં અમદાવાદમાં મુસ્લિમ યુવતી સાથે ફરવા અથવા વાત કરવા બદલ હિંદુ યુવાનો પર મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા હુમલો થયો હોવાના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી અમદાવાદનો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો હતો જેમાં મુસ્લિમ ટોળું એક મુસ્લિમ યુવતી અને હિંદુ યુવકને રસ્તામાં રોકે છે અને બંનેને ગાળો આપીને માર મારે છે. સાથે જ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે. હવે આ વિડીયો વાઇરલ થયા બાદ પીડિત યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ વિડીયોમાં દેખાતા 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

    મળતી જાણકારી અનુસાર, ગત શનિવાર (26 ઓગસ્ટ) ના દિવસે પીડિત હિંદુ યુવાન કિશન પોતાના ટુ-વ્હીલર પર પોતાની પાડોશી મુસ્લિમ યુવતીને બેસાડીને ઘર તરફ જઈ રહ્યો હતો. તેવામાં દાણીલીમડા ખાતે આવેલ ચિરાગ હાઈસ્કૂલ પાસે 3 મુસ્લિમ યુવાનો અકબર, ફૈઝાન અને હુસેન જે પહેલાથી તેમનો પીછો કરી રહ્યા હતા, તેઓએ તેનું સ્કૂટર ઉભું રખાવ્યું અને ‘તું હિંદુ હૈ ઓર હમારી મુસલમાન છોકરી કો ક્યુ ઘુમતા હૈ’ કહીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન કોઈએ આ આખા ઘટનાક્રમનો વિડીયો બનાવી લીધો હતો અને તે વાઇરલ થયો હતો.

    જે બાદ ઑપઇન્ડિયાની ટીમે પીડિત યુવાન બહેરામપુરામાં જમનાદાસની ચાલી ખાતે રહેતા કિશન ઉર્ફે સુનિલ સુબ્રમણિયમ રામોદરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેના પર થયેલ હુમલા દરમિયાન ટોળાએ તેમનો મોબાઈલ ચોરી લીધો હતો તેથી ફોન પર સંપર્ક ના થઇ શક્યો. પરંતુ તેના ભાઈ સાથે અમારી વાત થતા કિશન સાથે સંપર્ક થવા પામ્યો હતો.

    - Advertisement -

    ટોળાએ ઉભા રાખ્યા, જાનથી મારવાની ધમકી આપી અને મોબાઈલ પણ ચોરી લીધો

    ફરિયાદ અનુસાર વિડીયોમાં દેખાતા યુવાનનું નામ કિશન ઉર્ફે સુનિલ સુબ્રમણિયમ રામોદર છે જે બહેરામપુરા વિસ્તારમાં જમનાદાસની ચાલી ખાતે પરિવાર સાથે રહે છે અને ઈડલી-વડાની લારી પર કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ઑપઇન્ડિયાની ટીમે રૂબરૂમાં કિશનને મળીને તેની વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો હતો.

    કિશને ઑપઇન્ડિયાને જણાવ્યું કે તે શનિવાર (26 ઓગસ્ટ) ના દિવસે પોતાની પરિચિત મુસ્લિમ યુવતીને પોતાના ટુ-વ્હીલર પર બેસાડીને તેના ઘર તરફ લઇ જઈ રહ્યો હતો. એવામાં ખોડિયારનગરથી દાણીલીમડા જતા રોડ પર આવેલ મોતી બેકરી સામે ચિરાગ સ્કૂલ પાસે અકબરખાન પઠાણ, ફૈઝાન શેખ અને હુસેન સૈયદ નામના વ્યક્તિઓએ તેને ઉભો રાખ્યો હતો. ઉભો રાખીને તુરંત જ તેઓએ બંનેને ‘તું હિંદુ હૈ ઓર હમારી મુસલમાન છોકરી કો ક્યુ ઘુમતા હૈ’ કહીને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

    તેણે આગળ જણાવતા કહ્યું કે, આ મુસ્લિમબહુલ વિસ્તાર છે માટે થોડીવારમાં ત્યાં મુસ્લિમ ભીડ જમા થઇ જતા આ લોકોએ અન્યોને ઉશ્કેર્યા અને કહ્યું કે, ‘આ હિંદુ આપણી મુસ્લિમ છોકરીને લઈને ફરે છે.’ જેથી ઉશ્કેરાયેલી ભીડમાંથી પણ ઘણા લોકોએ તેના પર હુમલો કર્યો હતો. સાથે જ તેઓએ તે મુસ્લિમ યુવતીને પણ અભદ્ર ગાળો આપીને માર માર્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે તેમ મુસ્લિમ ભીડે યુવતીનો બુરખો પણ ખેંચીને કાઢી દીધો હતો.

    કિશને આગળ વાત કરતા જણાવ્યું, “મારી સાથે મારામારી કરી તે દરમિયાન ભીડમાંથી કોઈકે મારો મોબાઈલ પણ છીનવીને ચોરી લીધો હતો. તેઓએ મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ મારો પરિવાર ખુબ ગભરાયેલો છે. પરિવારમાં મારા માતા, બે બહેનો અને એક નાનો ભાઈ છે. પરિવારની તમામ જવાબદારી મારા પર છે. હું ઈડલી-વડાની લારી પર કામ કરીને પરિવારનું ગુજરાત ચાલવું છું. મને મારા અને મારા પરિવારના જીવ પર જોખમ લાગી રહ્યું છે.”

    દાણીલીમડાના અકબર, ફૈઝાન, હુસેનની ધરપકડ

    તાજા જાણકારી અનુસાર હાલ કિશને નોંધાવેલી ફરિયાદ અને વાઇરલ વિડીયોના આધારે દાણીલીમડા પોલીસે દાણીલીમડાના જ 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમણે આ યુવક અને યુવતી પર હુમલો કર્યો હતો.

    આ ત્રણ વ્યક્તિઓની ઓળખ અનુક્રમે અક્બરખાન પઠાણ (રહે. પઠાણની ચાલી, દાણીલીમડા), ફૈઝાન શેખ (રહે. ચિરાગ પાર્ક, બોમ્બે હોટલ, દાણીલીમડા) અને હુસેન સૈયદ (રહે. અલ્લાહનગર, દાણીલીમડા) તરીકે થઇ છે. પોલીસ હજુ વિડીયોમાં દેખાઈ રહેલા અન્ય લોકોને ઓળખ કરી રહી છે.

    આ અંગે મીડિયા સાથે વાત કરતા અમદાવાદ K ડિવિઝનના ACP મિલાપ પટેલે જણાવ્યું હતું કે, “વિડીયો વાયરલ થતા આરોપીઓ સામે ગુનો દાખલ કરી 3 શખ્સોની ધરપકડ કરાઈ છે. જોકે આ કેસમાં વિડીયોમાં અન્ય લોકો પણ દેખાતા હોય તેઓની શોધખોળ હાથ ધરાઈ છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં