Saturday, July 27, 2024
More
    હોમપેજદેશહલ્દ્વાનીમાં પોતાની જ ગોળીથી માર્યો ગયો હતો ફઇમ કુરેશી, નજરે જોનારનો ખુલાસો:...

    હલ્દ્વાનીમાં પોતાની જ ગોળીથી માર્યો ગયો હતો ફઇમ કુરેશી, નજરે જોનારનો ખુલાસો: હિંદુઓને મારનાર ટોળામાં સામેલ હતો મૃતક મુસ્લિમ યુવકનો ભાઈ

    ઘટના વિશે પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી, ત્યારે ગાંધીનગરમાં રહેતા દલિત સમુદાયના એક યુવકે કહ્યું – “જે મર્યા તેઓ કોઈની ગોળીથી નથી મર્યા, થયું એવું કે જ્યારે તે ગોળીબાર કરી રહ્યો હતો ત્યારે તેને પોતાની જ ગોળી વાગી હતી.”

    - Advertisement -

    દેશમાં ચકચાર મચાવી દેનાર હલ્દ્વાની હિંસાનો એક્સક્લુઝિવ વિડીયો ઑપઇન્ડિયાને મળી ગયો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે બનભૂલપુરામાં હિંસા શરૂ થાય તે પહેલાં એક મુસ્લિમ ટોળું એક હિંદુ યુવકને પકડીને માર મારી રહ્યું હતું. આ ટોળામાં ગ્રીન ટી-શર્ટમાં એક યુવક પણ દેખાઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો હતો કે, હલ્દ્વાની હિંસામાં થયેલા પોલીસ ફાયરિંગમાં તેના ભાઈ ફઈમ કુરેશી (26)નું પણ મોત થયું હતું. આ મોતને લઈને કેટલાક લોકો પોલીસને બદનામ કરી રહ્યા છે ત્યારે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું કંઈક જુદું જ છે.

    ઑપઇન્ડિયાને મળેલ વિડિયોમાં ફઈમ કુરેશી પોલીસ તરફ હાથ દેખાડતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ તેનો ભાઈ હિંદુ યુવકને માર મારનાર ટોળામાં સામેલ હતો. જ્યારે અમે ઘટના વિશે પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી, ત્યારે ગાંધીનગરમાં રહેતા દલિત સમુદાયના એક યુવકે કહ્યું – “જે મર્યા તેઓ કોઈની ગોળીથી નથી મર્યા, થયું એવું કે જ્યારે તે ગોળીબાર કરી રહ્યો હતો ત્યારે તેને પોતાની જ ગોળી વાગી હતી.”

    નીચેના વિડીયોમાં ઘટનાને નજરે જોનારની વાત સાંભળી શકો છો.

    - Advertisement -

    પ્રત્યક્ષદર્શીના નિવેદન સિવાય ઑપઇન્ડિયા પાસે ફઈમ કુરેશીનો વિડીયો પણ છે જેનો નજરે જોનાર વ્યક્તિએ ઉલ્લેખ કર્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે પીળા શર્ટમાં આવેલો યુવક પહેલા ભીડ સાથે રસ્તાની વચ્ચે ઉભો રહે છે અને પછી સાઈડ પર જઈને ઉભો રહી જાય છે. જ્યારે પોલીસ તેની સામેથી નીકળે છે ત્યારે તે તેમને લલકારતો હોય તેવા હાવભાવ સાથે તેમની સામે હાથ હલાવે છે. જ્યારે બીજા વ્યક્તિઓ પોલીસ તરફ જોઈ રહ્યા હોય છે.

    ઉલ્લખનીય છે કે, 8 ફેબ્રુઆરી 2024ના રોજ હલ્દ્વાનીમાં એક ગેરકાયદેસર મસ્જિદને હટાવવાની કાર્યવાહી દરમિયાન ઇસ્લામી કટ્ટરપંથીઓના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. પહેલાં આ ટોળાએ ધાબા પરથી પોલીસ પર પથ્થરમારો કર્યો અને ત્યારબાદ તેઓ પેટ્રોલ બૉમ્બ વગેરે લઈને રસ્તા પર આવી ગયા હતા. તોફાની ટોળા પાસે હથિયારો પણ હતાં. તોફાનો દરમિયાન તેમણે હાજર પોલીસકર્મીઓને મારવાનો અને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પોલીસ સ્ટેશનને પણ ન છોડતાં તેને પણ લૂંટી અને આગને હવાલે કરી દીધું હતું. તોફાની ભીડને કાબૂમાં લીધા પછી પોલીસે તેમની સામે કાર્યવાહી શરૂ કરી અને અત્યાર સુધીમાં આ કેસમાં 30 લોકોની ધરપકડ કરી છે. સમગ્ર પ્રકરણમાં 3 FIR નોંધવામાં આવી છે. બાકીના આરોપીઓને પણ સીસીટીવી વગેરે દ્વારા પકડવાના પ્રયાસો હાથ ધરાયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં