મંગળવાર 15 ઓગસ્ટ 2023માં ભારતે પોતાની સ્વતંત્રતાના 77મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. 1947માં સ્વતંત્રતા મળ્યાના બરાબર એક વર્ષ પહેલા 16 ઓગસ્ટ 1946ના રોજ ભારતે મઝહબી કટ્ટરપંથનું એક એવું રૂપ જોયું જેને દશકાઓ સુધી ન ભૂલી શકાય. મુસ્લિમ લીગના નેતા અને પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાએ તે દિવસે ‘ડાયરેક્ટ એક્શન ડે’ (Direct Action Day) ની ઘોષના કરી હતી. જે બાદ લાખોની સંખ્યામાં મુસ્લિમો કોલકાતા (આજનું કલકત્તા) ખાતે એકઠા થયા અને ગણતરીના કલાકોમાં જ હજારો હિંદુઓની કત્લેઆમ ચલાવવામાં આવી.
ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલો હિંદુઓનો આ નરસંહાર એટલો ક્રુરતા ભર્યો હતો કે ‘ધ ગ્રેટ કલકત્તા કિલિંગ’ દરમિયાન કેટલા હિંદુઓ કપાઈ ગયા તેનો આંકડો આજ દિન સુધી જાણી શકાયો નથી.
પૃષ્ઠભૂમિ
વર્ષ 1946, જયારે ભારતીય સ્વતંત્રતા સંગ્રામ તેની ચરમ સીમાએ અને અંગ્રેજોનું શાસન તેના અંતિમ સમયમાં પહોંચી ચુક્યું હતું. અંગ્રેજી હુકુમત દ્વારા ભારતીયોને સત્તા હસ્તાંતરણની તૈયારીઓ પણ શરુ થઇ ગઈ હતી. તેવામાં ડાપ્રધાન ક્લીમેટ એટલીએ બનાવેલ 3 સભ્યો વાળું દળ ‘કેબિનેટ મિશન’ ભારત મોકલ્યું. જેનો ઉદ્દેશ ભારતીયોને સત્તા હસ્તાંતરિત કરવાની અંતિમ યોજનાને નક્કર આકાર આપવાનો હતો.
1946ની 16મી મેએ કેબિનેટ મિશને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી. આ ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે એક ભારતીય ગણરાજ્યની સ્થાપના કરવામાં આવશે જેમાં આખરે સત્તા હસ્તાંતરિત કરવામાં આવશે.
ત્યાર બાદ, મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણાએ તત્કાલીન અવિભાજિત ભારતના ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભાગમાં એક અલગ સ્વાયત્ત અને સાર્વભૌમ રાજ્યની માંગ કરી અને બંધારણ સભાનો બહિષ્કાર પણ કર્યો. જુલાઈ 1946માં ઝીણાએ મુંબઈમાં પોતાના ઘરે એક પત્રકાર પરિષદ યોજી, જેમાં એવું કહેવામાં આવ્યું કે મુસ્લિમ લીગ અલગ દેશ ‘પાકિસ્તાન’ માટે ‘સંઘર્ષની તૈયારી’ કરી રહ્યું છે અને જો મુસલમાનોને પાકિસ્તાન નહીં આપવામાં આવે તો તેઓ (મુસ્લિમો) ‘ડાયરેક્ટ એક્શન’ કરશે. છેવટે ઝીણાએ જાહેર કરી દીધું કે 16મી ઓગસ્ટ ‘ડાયરેક્ટ એક્શન ડે’ હશે.
જયારે હિંદુઓના લોહીથી રક્તરંજિત થયું કલકત્તા
16મી ઓગસ્ટના એક દિવસ પહેલાં સુધી કોઈને ખબર નહોતી કે મુસ્લિમ લીગનો ડાયરેક્ટ એક્શન ડે આખરે છે શું. જો કે ઝીણાએ તો આખા દેશને ડાયરેક્ટ એક્શનની ધમકી આપી હતી. પરંતુ તે સમયના બંગાળ પર મુસ્લિમ લીગનું શાસન હતું અને ત્યાંની સત્તામાં બેઠેલા વડાપ્રધાન હસન શહીદ સુહરાવર્દી, જેને બંગાળમાં હિંદુઓ વિરુદ્ધ થયેલા ભયાનક નરસંહારનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તેના કહેવાથી મુસ્લિમ લીગે ડાયરેક્ટ એક્શનના નામે બંગાળમાં ખુલ્લેઆમ પોતાના હિંદુવિરોધી ઇરાદાઓ પાર પડ્યા.
16 ઓગસ્ટ 1946ના દિવસે પણ સવાર સુધીમાં સ્થિતિ સામાન્ય જણાતી હતી. પરંતુ બપોર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી તોડફોડ, આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓ ઘટવા લાગી. તેમ છતાં કોઈને ખ્યાલ નહોતો કે આ છૂટીછવાઈ ઘટનાઓ હિંદુઓના ભયાનક હત્યાકાંડમાં ફેરવાઈ જવાની છે.
કલકત્તા અને તેની આસપાસના વિસ્તારોમાંથી મુસ્લિમોનાં ટોળાં એકઠાં થવા લાગ્યાં હતાં. નમાજનો સમય હતો એટલે મુસ્લિમોની ભીડ એકઠી થતી જ હતી, પરંતુ એ દિવસે મુસ્લિમોની સંખ્યા અસામાન્ય હતી. પછી બે વાગ્યાની નમાઝનો સમય થયો. આ સમય દરમિયાન લાખો મુસ્લિમો એકઠા થયા હતા અને તેમાંના મોટાભાગનાના હાથમાં લોખંડના સળિયા અને લાકડીઓ હતી. ખ્વાજા નઝીમુદ્દીન અને સુહરાવર્દીએ મુસ્લિમોની આ ભીડની સામે ભાષણ આપ્યું. આ બંનેના ભાષણો પછી મુસ્લિમોનું સામાન્ય લાગતું ટોળું હિંસક હિંદુઓના લોહીના તરસ્યા તોફાની ટોળામાં ફેરવાઈ ગયું.
ડાયરેક્ટ એક્શન ડે ને લગતા અહેવાલોમાં નમાઝ માટે એકઠા થયેલા મુસ્લિમોની સંખ્યા જુદી જુદી કહેવામાં આવે છે, પરંતુ મોટાભાગના અહેવાલોમાં એવો આંકડો મૂકવામાં આવ્યો છે કે મુસ્લિમોની સંખ્યા કદાચ 5 લાખથી પણ વધુ હતી. ઘણા અહેવાલોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ટ્રકો ભરી ભરીને બહારના મુસ્લિમોને પણ કલકત્તા લાવવામાં આવ્યા, જેમની પાસે મોટા પ્રમાણમાં શસ્ત્રો હતા. ત્યાર બાદ મુસ્લિમ ટોળું તેમની મનશા પાર પડવાના કામમાં લાગી પડ્યું. હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. રાજા બજાર, કેલા બાગાન, કોલેજ સ્ટ્રીટ, હેરિસન રોડ અને બર્રાબજાર જેવા વિસ્તારોમાં હિંદુઓના મકાનો અને દુકાનો સળગાવી દેવામાં આવી હતી. સાંજ સુધીમાં રમખાણગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને સૈનિકોની તૈનાતી રાત્રે 8-9 વાગ્યાની વચ્ચે શરૂ થઈ હતી.
ત્યાર બાદ લાગ્યું કે જાણે બધું સામાન્ય થઇ જશે પણ આગલા દિવસે એટલે કે 17 ઓગસ્ટે ઇસ્લામિક કટ્ટરપંથીઓનું સહુથી ભયાનક રૂપ સામે આવ્યું. 16 ઓગસ્ટે થયેલા નુકસાન કરતા બમણું નુકસાન આ દિવસે કરવામાં આવ્યું હતું. હિંદુઓને ગોતી ગોતીને મારવામાં આવ્યા, હિંદુ મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યા, હિંદુઓની સંપત્તિ ભડકે બાળવામાં આવી. પૂર્વીય બંગાળના નોઆખાલીમાં પણ હિંદુઓનો ભીષણ નરસંહાર થયો. 17 ઓગસ્ટે જ્યાં પણ સેના ખડકવામાં આવી હતી ત્યાં મહાદ અંશે પરિસ્થિતિઓ કાબુમાં હતી, પણ મુખ્ય શહેર સિવાય ગરીબ વસ્તીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં સેના ન પહોંચી શકી ત્યાં મુસ્લિમોની ભીડ હિંદુઓપર ભૂખ્યા વરૂની માફક તૂટી પડી હતી.
મોતના આંકડા
16 ઓગસ્ટથી શરૂ થયેલો આ હત્યાકાંડ 20 ઓગસ્ટ સુધી ચાલ્યો હતો. ત્યાર બાદ પણ હિંસાત્મક છમકલાં થતા રહેતા હતા. કલકત્તા છોડવા મજબુર હિંદુઓનું પલાયન શરુ થઇ ગયું હતું. પરંતુ સવાલ એ છે કે મુસ્લિમ લીગના આ નરસંહારમાં કેટલા હિંદુઓની હત્યા કરવામાં આવી? કલકત્તામાં જ 72 કલાકની અંદર લગભગ 6000 હિંદુઓની હત્યા કરવામાં આવી. 20,000થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને લગભગ 100,000 લોકોને પોતાની માલ-મિલકત છોડીને ભાગવું પડ્યું હતું.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર નજીકથી નજર રાખનાર અમેરિકન પત્રકાર ફિલિપ ટેલબોટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કરન્ટ વર્લ્ડ અફેર્સને લખેલા પત્રમાં ડાયરેક્ટ એક્શન ડે પછીના મૃત્યુ વિશે લખ્યું હતું કે, “પ્રાંતીય સરકારે મૃતકોની સંખ્યા 750 જણાવી હતી, જ્યારે લશ્કર દ્વારા મોતનો આંકડો 7,000થી 10,000 જેટલો છે. 3500 લાશો તો એકઠી કરવામાં આવી છે, પરંતુ હુગલીમાં કેટલા લોકોને ફેંકવામાં આવ્યા છે, શહેરની બંધ ગટરોમાં ગુંગળાઈ જવાથી કેટલાના મોત થયા તેની કોઈને ખબર નથી. 1200ની આસપાસ બનેલી આગચંપીની ભયાનક ઘટનાઓમાં કેટલાય લોકોને બાળી નાખવામાં આવ્યા અને કેટલાયને તેમના સંબંધીઓએ ચૂપચાપ અંતિમ સંસ્કાર કરી નાંખ્યા. એક સામાન્ય અંદાજ મુજબ મૃત્યુઆંક 4,000 થી વધુ છે અને ઇજાગ્રસ્ત લોકોનો આંકડો 11,000 ની આસપાસ છે.”
જો કે, કલકત્તા અને તેની આસપાસના વિસ્તારોમાં જે રીતે મુસ્લિમ ટોળાંઓએ રમખાણો કર્યા, તે જોઈ લાગતું નથી કે મૃત્યુ પામેલા હિંદુઓની સંખ્યા આટલી ઓછી હશે. આ ઉપરાંત હિંદુઓના શબ પણ મોટી સંખ્યામાં નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. તો મૃત્યુનો ચોક્કસ આંકડો કેટલો હતો, તે કહેવું ખૂબ જ અઘરું છે. એક સ્થાનિક પ્રત્યક્ષદર્શી જુગલચંદ્ર ઘોષે જણાવ્યું હતું કે તેણે ત્રણ ફૂટની ઊંચાઈ સુધી લાશોથી ભરેલી ચાર ટ્રકો જોઈ હતી અને લોહી અને વિવિધ અંગો આ મૃતદેહોમાંથી બહાર આવી રહ્યા હતા. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે ડાયરેક્ટ એક્શન ડેનો સૌથી ખતરનાક દિવસ ગણાતા 17 ઓગસ્ટના રોજ કલકત્તાની ગલીઓમાં ચારે તરફ માત્ર ‘અલ્લાહ-હુ-અકબર’, ‘નારા-એ-તકબીર’, ‘લડકે લેંગે પાકિસ્તાન’ અને ‘કાઈદ-એ-આઝમ ઝિંદાબાદ’ જ સાંભળવા મળી રહ્યું હતું.
દર વખતની જેમ આ વખતે પણ હિંદુઓના મોતની સંખ્યા ઈતિહાસના પાનામાં સીમિત રહી ગઈ. એ પછીની પરિસ્થિતિ એવી હતી કે મોટા ભાગના હિંદુઓ કલકત્તા પાછાં ફરી શક્યાં નહોતાં અને જેઓ પાછા ફર્યા તેમની પાસે કશું જ બચ્યું નહોતું. પરંતુ આંકડા કરતાં વધુ મહત્ત્વની એ વિચારધારા છે જેના કારણે બંગાળમાં ‘ડાયરેક્ટ એક્શન ડે’ દરમિયાન હિંદુઓની કત્લેઆમ થઈ હતી. આ એ જ વિચારધારા છે, જેના કારણે દિલ્હીના રમખાણોમાં હિંદુઓની હત્યા થઈ અને ગુજરાતના ગોધરામાં ટ્રેન દ્વારા પરત ફરી રહેલા રામ ભક્તોને સળગાવી દેવામાં આવ્યા.
તથાગત રોયના પુસ્તક ‘My People, Uprooted: A Saga of the Hindus of Eastern Bengal’માં વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતે મુસ્લિમોએ એક યોજના હેઠળ હિંદુ વિરોધી રમખાણો માટે તૈયારી કરી હતી અને આખરે 16 ઓગસ્ટ 1946ના રોજ નરસંહારના રૂપમાં તેને અંજામ આપવામાં આવ્યો. કલકત્તાના મેયર અને કલકત્તા મુસ્લિમ લીગના સેક્રેટરી એસ.એન.ઉસ્માને બંગાળીમાં લખેલી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું, જેમાં લખ્યું હતું, “કાફેર! તોદેર ધોંગશેર આર દેરી નેઇ. સાર્બિક હોત્યાકાંડો ઘોતબે”, જેનો અર્થ થતો હતો, “કાફીરો! તમારો અંત હવે દુર નથી, હવે હત્યાકાંડ થશે”
ડાયરેક્ટ એક્શન ડેના રૂપમાં ઇતિહાસમાંથી એક બોધપાઠ મળે છે (તેને બોધપાઠ જ કહેવો જોઈએ, પરંતુ લીબ્રલ્સ અને ડાબેરીઓ તેને ઇસ્લામોફોબિયા કહેશે) કે જ્યાં જ્યાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ સત્તા પર આવે છે, ત્યાં રક્તપાત થાય છે અને એવો રક્તપાત થાય છે કે સદીઓ સુધી તેનો ઉલ્લેખ થતો રહે. ભારતમાં પૂર્વેના પણ ઇસ્લામિક શાસન દરમિયાન ભારતમાં જે હિંદુ નરસંહાર થયો હતો તે આ પાઠનું ઉદાહરણ છે. આ ઉપરાંત ઈરાક, સીરિયા, નાઈજીરિયા, પાકિસ્તાન પણ આધુનિક સમયમાં આ હકીકતને સાચી સાબિત કરે છે. અફઘાનિસ્તાનમાં જે થઈ રહ્યું છે તે ઇસ્લામિક કટ્ટરવાદનું સીધું ઉદાહરણ પણ છે. આપણે સ્વીકારવું જોઈએ કે ડાયરેક્ટ એક્શન ડે એ કોઈ અલગ દેશ માટેનો દિવસ ન હતો, પરંતુ હિંદુ નરસંહાર માટે આતુર મુસ્લિમ કટ્ટરપંથીઓના મનમાં ભભૂકી રહેલી મઝહબી ઈચ્છાનો દિવસ હતો.