Wednesday, September 18, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસને રવિન્દ્ર જાડેજાના ભાજપ સાથેના જોડાણથી વાંધો: ડાબેરી-લિબરલોને તેના હિન્દૂ હોવાથી વાંધો;...

    કોંગ્રેસને રવિન્દ્ર જાડેજાના ભાજપ સાથેના જોડાણથી વાંધો: ડાબેરી-લિબરલોને તેના હિન્દૂ હોવાથી વાંધો; જાણો આવું કેમ

    એક કોંગ્રેસ કાર્યકર્તા/સપોર્ટર @aashi7IND કે જેના પ્રોફાઈલ ફોટોમાં રાહુલ ગાંધી હતા તેણે જાડેજાની ટ્વીટ પર ટિપ્પણી કરતા લખ્યું કે, "એક વાણિયા સામે એક રાજપૂત હાથ જોડી રહ્યો છે." સાથે જ તેણે અલગથી ક્ષત્રિયને 0 અને વૈશ્યને 1 પોઇન્ટ પણ આપ્યો હતો.

    - Advertisement -

    મંગળવારે, 22 નવેમ્બર, જામનગર ખાતે દેશના ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. જ્યાં જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર રીવાબા જાડેજા અને તેમના પતિ તથા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમને મળ્યા હતા અને બાદમાં શહેરમાં રોડ શોમાં પણ ભાગ લીધો હતો.

    પરંતુ કેટલાક ‘ખાસ પ્રકારના’ લોકોને આ વાત ગમી નહોતી અને તેમણે સોશિયલ મીડિયા પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા દ્વારા કરવામાં આવેલ પોસ્ટ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. સોશિયલ મીડિયા પર પોતાનો ગમો અણગમો ઠાલવવો એ ખુબ સામાન્ય બાબત છે, પરંતુ આ કેસમાં લોકોએ જાડેજા પર અંગત હુમલા પણ કર્યા અને ત્યાં સુધી કે પોતાના હુમલાઓમાં જાતિવાદ પણ ભેળવ્યું હતું.

    રવિન્દ્ર જાડેજાની જાતિને ટાંકીને હુમલો કરાયો

    ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ટ્વીટ પર ઘણા લોકો જેમાં મોટાભાગના કોંગ્રેસ કાર્યકર્તા જણાઈ રહ્યા હતા તેમણે જાડેજાની જાતિ પર ટિપ્પણી કરી હતી. નોંધનીય છે કે જાડેજા હિન્દૂ ક્ષત્રિય છે તો આ લોકોએ ક્ષત્રિયોને નીચા બતાવવા માટે ખુબ પ્રયત્ન કર્યો.

    - Advertisement -

    એક કોંગ્રેસ કાર્યકર્તા/સપોર્ટર @aashi7IND કે જેના પ્રોફાઈલ ફોટોમાં રાહુલ ગાંધી હતા તેણે જાડેજાની ટ્વીટ પર ટિપ્પણી કરતા લખ્યું કે, “એક વાણિયા સામે એક રાજપૂત હાથ જોડી રહ્યો છે.” સાથે જ તેણે અલગથી ક્ષત્રિયને 0 અને વૈશ્યને 1 પોઇન્ટ પણ આપ્યો હતો.

    આવી જ એક ટિપ્પણી @RJDAN25 નામના વ્યક્તિએ પણ કરી હતી જેના પ્રોફાઈલ ફોટોમાં લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમ સિંહ યાદવ હતા અને હેડર ફોટોમાં તેજસ્વી યાદવ હતા. તેણે પણ ક્ષત્રિય જાતિ પર ટિપ્પણી કરતા લખ્યું હતું કે, “એક વાણિયા સામે એક રાજપૂત હાથ જોડી રહ્યો છે. ખરેખર આ દેશ બદલાઈ રહ્યો છે.”

    એક યુઝર શાહિદ ખાન @INCJPR એ, કે જે પોતાને એક કોંગ્રેસમેન ગણાવે છે, તેણે તો જાતિગત આંકડા ગણાવતા લખ્યું કે, “આ વિધાનસભામાં માત્ર 3% જ સવર્ણ વોટ છે બાકીના ST SC અને OBC વોટ છે.”

    આમ મોટાભાગના વિરોધીઓ કે જેમાં એક મોટો ભાગ કોંગ્રેસ કાર્યકર્તાઓનો છે, તેઓ એ વાતે નારાજ દેખાઈ રહ્યા છે કે રવિન્દ્ર જાડેજા હિન્દૂ ધર્મની એક ઊંચી જાતિમાંથી આવે છે. તેઓને એનો વાંધો છે કે રવિન્દ્ર જાડેજાને પોતે ક્ષત્રિય અને હિન્દૂ હોવાનો ગર્વ પણ છે.

    નોંધનીય વાત છે કે ભૂતકાળમાં રવિન્દ્ર જાડેજાએ પોતે તલવાર સાથે એક પોસ્ટ મૂકી હતી જેમાં લખ્યું હતું ‘રાજપૂત બોય’ જેને લઈને પણ ઘણા લોકો ધુંઆપુંઆ થઇ ગયા હતા. પોતાને એ ટ્વીટમાં જાડેજા તલવાર લઈને તલવારબાજી કરી રહ્યા છે અને લખ્યું છે કે, “તલવાર તેની ચમક ગુમાવી શકે છે, પરંતુ તેના માલિકનો અનાદર ક્યારેય નહીં કરે #rajputboy”

    જાડેજાની આ ટ્વીટ બાદ પણ મોટા ભાગના ડાબેરીઓ ઉકલી ઉઠ્યા હતા અને રોદણાં રડી રહ્યા હતા કે જાડેજાએ આ રીતે પોતાની જાતિ પર ગર્વ ન કરવો જોઈએ.

    મંગળવારે ઘણા લોકોએ જાડેજાની આ ટવીટને યાદ કરીને પણ ટોણો માર્યો હતો.

    વિરોધ કરનારાઓને લખ્યું હતું કે “હવે ક્યાં ગઈ તમારી તલવાર? તલવાર બતાવીને જ વોટ માંગી લો.” બીજા એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું હતું કે, “આને (જાડેજાને) પોતાની જાતિ પર ગર્વ છે તો ST SC OBC એ પણ પોતાની જાતિ પર ગર્વ કરીને આને બતાવી દેવું જોઈએ.”

    આમ આ સમગ્ર ઘટનાક્રમમાં ઉડીને આંખે વળગતી વાત એ છે કે વિરોધીઓ અને એમાં પણ ખાસ કરીને કોંગ્રેસીઓને એ વાત હજમ નથી થઇ રહી છે વિશ્વનો સર્વશ્રેઠ ઓલરાઉન્ડર ભાજપની ટિકિટ પર લડી રહેલ પોતાની પત્ની માટે પ્રચાર કરી રહ્યો છે.

    નોંધનીય વાત એ છે કે મોટા ભાગના લોકોએ એમ બતાવવાનો પ્રયત્ન કર્યો કે એક ક્રિકેટર તરીકે તેમણે રાજકારણમાં પડવું ન જોઈએ. પરંતુ કેટલાક કોંગ્રેસીઓએ પોતાના પેટનો બળાપો ટ્વીટ રૂપે કાઢીને સાબિત કર્યું હતું કે તેમને જાડેજાના રાજકીય પ્રચારમાં જોડાવાથી નહિ પરંતુ તેઓ ભાજપનો પ્રચાર કરી રહ્યા છે તેનાથી વાંધો છે. તેમના અનુસાર જો તેઓએ કોંગ્રેસનો પ્રચાર કર્યો હોત તો બધું બરાબર હતું! જુઓ ટિપ્પણીઓ.

    આમ, ભારતીય ક્રિકેટ ટીમને અનેકવાર મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવીને કેટલીય અગત્યની મેચ જીતાડીને વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર સાબિત થનાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જયારે પોતાના પત્ની માટે પ્રચાર કર્યો ત્યારે વિરોધીઓએ તેની જાતિથી લઈને અનાગત જીવન સુધી હુમલા શરુ કરી દીધા હતા.

    નોંધનીય છે કે આ હુમલાઓ કરનારાઓમાં મોટાભાગના લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા અને ડાબેરી માનસિકતા ધરાવનારા છે. જેઓ દરેક બાબતમાં જાતિઓને ઘુસેડીને ભારતને તોડવાના પ્રયત્નોમાં કાર્યરત રહેતા હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં