Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટક્રિકેટર રવિન્દ્ર જાડેજાની એક ટ્વીટથી નફરતવાદીઓને થઈ બળતરાઃ જાણો વિગત

    ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની એક ટ્વીટથી નફરતવાદીઓને થઈ બળતરાઃ જાણો વિગત

    ઉલ્લેખનીય છે કે કે ભાજપે ગુજરાતની જામનગરની ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાને ઉમેદવાર જાહેર કર્યા છે .

    - Advertisement -

    આજના ટેકનીકલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ અને દુરુપયોગ બન્ને થઇ રહ્યા છે, લોકો લાજ-શરમ નેવે મુકીને કોઈ પણ વ્યક્તિ, સમૂહ, કે સમાજને નીચું દેખાડવાની તક ચુકતા નથી, અને આ પ્રકારના ઈસમોના ટોળે-ટોળા કોણ જાણે ક્યાંથી એકદમ ત્રાટકી પડે છે, આવુંજ કઈક થયું છે રવિન્દ્રસિંહ જાડેજા સાથે, વાસ્તવમાં ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતના ફોટા જોઈને ભારતીય ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના ટ્વીટ પર ટ્રોલર્સ ત્રાટક્યા હતા, અને વણમાંગી સલાહોની વણઝાર લગાવી દીધી હતી.

    વાસ્તવમાં ગુજરાતના જામનગરના વતની અને ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્ની રીવાબા જાડેજાએ ગઈ કાલે જામનગર ખાતે (21 નવેમ્બર 2022) ના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, આ વખતના ફોટા રવિન્દ્રસિંહ જાડેજાએ પોતાના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર શેર કાર્ય હતા, ગૃહમંત્રી અમિત શાહ સાથેના ફોટા જોઈને જ ભારતીય ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના ટ્વીટ પર ટ્રોલર્સ ત્રાટક્યા હતા. અને જાડેજાની ટ્વીટ પર મન ફાવે તેવી ટીપ્પણીઓ કરવા લાગ્યાં હતા. અમે અહી કેટલાક લોકોના રીપ્લાયની ટ્વીટ ટાંકી રહ્યા છીએ.

    ‘મે ભી કિસાન કે સાથ હું’ નામના યુઝરનેમ સાથે બંટી ખાં, એ રવિન્દ્રસિંહ જાડેજાની આ પોસ્ટ પર ‘ધ કપિલ શર્મા શો’ કાર્યક્રમની એક કલીપ શેર કરી છે, જેમાં કપિલ શર્મા, વિરાટ કોહલી સહિતના લોકો રવીન્દ્રસિંહ જાડેજાની ઠેકડી ઉડાવતા જોવા મળી રહ્યા છે, વિડીયોમાં કપિલ શર્મા વિરાટ કોહલીને પૂછી રહ્યો છે કે ટીમમાં સહુથી વધારે ફેંકુ (જુઠ્ઠું બોલવા વાળો) પ્લેયર કોણ છે, જેના જવાબમાં વિરાટ રવિન્દ્રસિંહ જાડેજાનું નામ લેતો જોવા મળે છે, ત્યાર બાદ તે તમામ જોર જોરથી હશે છે, આ દરમિયાન વિરાટ કોહલી રવીન્દ્રસિંહ જાડેજાની નકલ પણ ઉતારે છે, અને તે જોઈ ને કપિલ શર્મા સહીત તમામ લોકો જોર જોરથી હશે છે,

    - Advertisement -

    અન્ય એક એસ કુમાર નામના યુઝર જય શાહને ટાંકીને લખે છે કે, “બાપને પકડવાથી દીકરો ટીમમાં જગ્યા આપશે, વાહ જાડેજા શું ગેમ રમ્યા છો.”

    તો વળી જવાહરલાલ નહેરુનો પ્રોફાઈલ ફોટો રાખીને, ફોલોવમી યુઝરનેમ વાળા મહોમ્મદ શમ્શે તો હદ કરી નાખી, તેણે જાડેજાનએ પારિવારિક ફરજો નિભાવવાની સલાહો આપતું ટ્વીટ કર્યું, અને લખ્યું કે, “જાડેજાજી તમે તો પતિનું કર્તવ્ય નિભાવો છો. એક ભાઈ હોવાનું કર્તવ્ય પણ નિભાવો. કારણકે ભાઈ બહેનનો સબંધ દુનિયાના તમામ સબંધોથી મોટો હોય છે.”, નોંધનીય છે કે રીવાબાની સામે રવિન્દ્રસિંહ જાડેજાના બહેન ચૂંટણી લડી રહ્યા છે.

    અન્ય એક રાવણ યુઝરનેમ વાળા ટ્વીટર વપરાશકર્તાએ જાત મહેનત પર પોતાનું નામ વિશ્વ ફલક પર ચમકાવનાર રવીન્દ્રસિંહ જાડેજાની મહેનત અને પુરુષાર્થનું અપમાન થાય તેવા શબ્દોમાં લખ્યું કે, “રવીન્દ્ર જાડેજાના બંને બોસ એક જ પરિવારમાંથી આવે છે….જય શાહ અને અમિત શાહ.”

    આતો થયા લોકલ ટ્રોલર્સ, પણ રવીન્દ્રસિંહ જાડેજાની આ પોસ્ટ પર પાકિસ્તાનીઓ પણ વણબોલાવ્યા ચાલ્યા આવ્યાં, રવીન્દ્રસિંહ જાડેજાની પોસ્ટ પર પાકિસ્તાની જંડા સાથે રીક નામનું આઈડી વાપરતો વ્યક્તિ લખે છે કે, ” ડીપોઝીટ પણ નહિ બચે ઘોડા”

    ઉલ્લેખનીય છે કે કે ભાજપે ગુજરાતની જામનગરની ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાને ઉમેદવાર જાહેર કર્યા છે. બીજી તરફ રીવાબા જાડેજાના નણંદ નયનાબા જાડેજા કોંગ્રેસ વતી પ્રચાર કરી રહ્યા છે. રિવાબાએ 14 નવેમ્બર, 2022ના રોજ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન રવિન્દ્રસિંહ જાડેજા પણ તેમની સાથે હતા. ત્યાર બાદથી જ વામપંથીઓ અને મુસ્લિમો તેમને સોશિયલ મીડિયા પર ઘેરી રહ્યા છે. જાણે રીવાબા નહિ પરંતુ રવીન્દ્રસિંહ જાડેજા પોતે ચૂંટણી લડવા મેદાને ઉતર્યા હોય.

    મુસ્લિમ ટ્રોલ્સ કહી રહ્યા છે કે તમે મેદાનમાં સારું રમો છો, પરંતુ રાજકારણના મેદાનમાં તમારી હાર નિશ્ચિત છે . ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે. બે તબક્કામાં 33 જિલ્લાની તમામ 182 બેઠકો પર મતદાન થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં