Friday, September 13, 2024
More
    હોમપેજગુજરાતવડોદરા: મચ્છીપીઠમાં કાગડીવાડ દહગાહ પાસેના મકાનમાં SOGએ દરોડા પાડી MD ડ્રગ્સ ઝડપ્યું;...

    વડોદરા: મચ્છીપીઠમાં કાગડીવાડ દહગાહ પાસેના મકાનમાં SOGએ દરોડા પાડી MD ડ્રગ્સ ઝડપ્યું; 21 ગ્રામ ડ્રગ અને 15 લાખ રોકડ સાથે ઇમરાન મલેક, મતીન શેખની ધરપકડ

    વડોદરા SOGએ પાડેલ દરોડામાં ₹2.10 લાખની કિંમતનું મેફડ્રોન ડ્રગ્સ અને 15 લાખની રોકડ રકમ સાથે 2 આરોપી ઝડપી પાડયા છે. અંગજડતી દરમિયાન આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, વજનકાંટો, ₹ 30,000 રોકડ અને ઘરમાંથી મળેલા રોકડા ₹ 15 લાખ જપ્ત કર્યા હતા.

    - Advertisement -

    નશામુક્ત કહેવાતા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી MD ડ્રગ્સનું વેચાણ ખુબ વધી રહ્યું છે. જેથી કહી શકાય કે ગુજરાતના યુવાધનને બરબાદ કરતું રેકેટ ઘણાં સમયથી ચાલી રહ્યું છે. વારંવાર પોલીસ દ્વારા આવા ડ્રગ્સ વેચી રહેલા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ડ્રગ્સનો કબજો લેવામાં આવે છે. હવે વડોદરાના મચ્છીપીઠમાં SOGએ દરોડો પાડીને ₹ 2.10 લાખના 21 ગ્રામ ડ્રગ્સ સાથે 15 લાખ રોકડ ઝડપ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

    અહેવાલ મુજબ વડોદરાના સંવેદનશીલ વિસ્તાર કારેલીબાગની મચ્છીપીઠમાં આવેલા કાગડીવાડ દહગાહ નજીક મહેરાલી ફ્લેટમાં વડોદરા SOGએ દરોડો પાડયો હતો. આ ઘટનાના આરોપી ઇમરાનમિયા અનવર મિયા મલેક અને મતીન ઉર્ફે મક્કો ઉસ્માનગની શેખની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી ઇમરાને જણાવ્યું હતું કે, મતીન ઉર્ફ મક્કા શેખ ત્રણ દિવસ પહેલા મુંબઈથી MD ડ્રગ્સ વેચાણ માટે લાવ્યો હતો.

    વડોદરા પોલીસને 2 યુવકો તેના સાગરીત સાથે મળીને યુવાધનને ડ્રગ્સનાના રવાડે ચઢાવીને બરબાદ કરવાના ઇરાદે ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા હોવાની માહિતી મળી હતી. પોલીસે ઇમરાન મલેક અને મતીન શેખને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. વડોદરા SOGએ પાડેલ દરોડામાં ₹2.10 લાખની કિંમતનું મેફડ્રોન ડ્રગ્સ અને 15 લાખની રોકડ રકમ સાથે 2 આરોપી ઝડપી પાડયા છે. અંગજડતી દરમિયાન આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, વજનકાંટો, ₹ 30,000 રોકડ અને ઘરમાંથી મળેલા રોકડા ₹ 15 લાખ જપ્ત કર્યા હતા. 

    - Advertisement -

    વડોદરા SOGએ આ માહિતીના પગલે પીઆઈ વી.એસ.પટેલ સહિતની ટીમે એફએસએલની ટીમ સાથે મંગળવારે (22 ઓગસ્ટ, 2023) મહેરલી ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. આરોપી પાસેથી મળેલ રોકડ રકમ અંગે પોલીસ ચોંકી ઉઠતાં પુછપરછ હાથ ધરી હતી. પરંતુ આરોપીએ સંતોષકારક ખુલાસો ન કરતાં બનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

    ગત વર્ષે પણ ડ્રગ પેડલર ઝડપાયા હતા

    ગત વર્ષે 13 ઓગસ્ટ 2022ના દિવસે વડોદરામાં આઝાદીકા અમૃત મહોત્સવ અને હાર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગાઓનું વિતરણ કરી રહેલ વિધાર્થીઓ સાથે ઘર્ષણ થતા તેમને પિસ્તોલ જેવું કોઈ હથિયાર બતાવીને ધાક-ધમકી આપનાર કબીર ખાનની પોલીસે ધરપકડ કરતા તેના થેલામાંથી MD ડ્રગ્સ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.

    SOG દ્વારા વધુ પુછપરછ કરાતાં કબીર ખાને કબુલ્યું હતું કે તે નશાનો બંધાણી છે. તેણે પોતે ડ્રગ ક્યાંથી લાવે છે એ પુછાતા પોતાના ડ્રગ પેડલરની માહિતી આપી હતી. માહિતીના આધારે SOG દ્વારા માંજલપુર ખાતે ડ્રગ પેડલર ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં ચિન્ટુના ઘરેથી 40.87 ગ્રામ MD ડ્રગ્સ, 20 બોટલ પેન્ટાઝોશીન ઇન્જેક્શન તથા મોટા જથ્થામાં ચરસ મળી આવ્યું હતું. આ દરોડામાં અંદાજે 5 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં