Friday, October 4, 2024
More
    હોમપેજદેશહિંદુ યુવતી વેચતી હતી માટીના દીવા, માજિદે લાતો મારીને સામાન તોડ્યોઃ વીડિયો...

    હિંદુ યુવતી વેચતી હતી માટીના દીવા, માજિદે લાતો મારીને સામાન તોડ્યોઃ વીડિયો થયો વાયરલ, મુસ્લિમ ટોળાંએ પોલીસ સાથે પણ બોલાચાલી કરી

    અન્ય એક વાયરલ વીડિયોમાં, આરોપીને પકડવા આવેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને ભીડનો સામનો કરતા પણ જોઈ શકાતા હતા. ભીડ માજિદની ધરપકડનો વિરોધ કરી રહી છે. ખુદ માજિદ પણ પોલીસ સાથે જવા તૈયાર નહોતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કપાળ પર તિલક લગાવેલી એક હિંદુ સગીરા રડી રહી છે. તેને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે કોઈએ તેના માટીના દીવા તોડી નાખ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે તેની નોંધ લીધી હતી. તેઓએ કેસ નોંધી તપાસ કરતાં આરોપીનું નામ માજિદ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી છે. આ ઘટના શનિવારે (11 નવેમ્બર 2023) ના રોજ બની હતી. આ મામલે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલો મુરાદાબાદ જિલ્લાના બિલારી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. એક સગીર હિંદુ યુવતી છેલ્લા 2 દિવસથી અહીં વ્યસ્ત ન્યુ રોડ માર્કેટમાં માટીના દીવા અને રમકડાંના ઘર વેચવા આવી રહી હતી. આ માર્કેટમાં અબ્દુલ વાજીદના પુત્ર માજિદની ચશ્મા બેલ્ટ વગેરે વેચવાની દુકાન છે. પીડિતાનો આરોપ છે કે માજિદ તેને છેલ્લા 2 દિવસથી ઠપકો આપી રહ્યો હતો. તે તેને નકામી વસ્તુઓ કહેતો હતો. આરોપી માજિદ પીડિતા પર તેના દીવા બીજે વેચવા માટે દબાણ કરતો હતો.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાએ તેને સમજાવ્યું કે દિવાળીમાં માત્ર એક જ દિવસ બાકી છે માટે તેનો સામાન હટાવો નહીં. જો કે, આ વિનંતીથી માજિદને કોઈ ફરક પડ્યો નહીં. શનિવારે આરોપી અચાનક યુવતીના ટોપલા પાસે આવ્યો હતો. એવો આરોપ છે કે તેણે પહેલા પીડિતાને ઠપકો આપ્યો અને બાદમાં ટોપલીને લાત મારીને બધી વસ્તુઓ વેરવિખેર કરી દીધી. આ ઓચિંતા હુમલાને કારણે અનેક માટીના દીવા અને રમકડાના મકાનો તૂટી ગયા હતા. મુરાદાબાદના એક સ્થાનિક પત્રકારે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો જે બાદમાં વાયરલ થયો હતો.

    - Advertisement -

    પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. અન્ય એક વાયરલ વીડિયોમાં, આરોપીને પકડવા આવેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને ભીડનો સામનો કરતા પણ જોઈ શકાતા હતા. ભીડ માજિદની ધરપકડનો વિરોધ કરી રહી છે. ખુદ માજિદ પણ પોલીસ સાથે જવા તૈયાર નહોતો. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં કેટલાક લોકોએ પીડિતાના પિતાને સમજાવ્યા છે અને આ કેસમાં સમાધાન કરાવ્યું છે. જો કે પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં