Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતઅંબાજીમાં '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'ની પૂર્ણાહુતિ કરીને પરત ફરતાં માઈભક્તો પર દાંતા...

    અંબાજીમાં ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ની પૂર્ણાહુતિ કરીને પરત ફરતાં માઈભક્તો પર દાંતા રોડ પાસે થયો પથ્થરમારો: ત્રણ બાઈક જપ્ત, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

    પોલીસે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, અજાણ્યા લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તેની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તેમનીં ઓળખ કરવાના પ્રયત્નો ચાલું છે. હાલ આ ઘટનામાં કોઈ કોમ્યુનલ એન્ગલ સામે નથી આવ્યો પરંતુ પોલીસ તે દિશામાં આગળ તપાસ કરી રહી છે.

    - Advertisement -

    અંબાજીમાં તાજેતરમાં જ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન થયું હતું. આ પરિક્રમા 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ચાલી હતી. જેમાં સરકારે માઈભક્તો માટે વિશેષ સુવિધાના ભાગરૂપે 850 જેટલી ST બસો દોડાવી હતી. 16 ફેબ્રુઆરીએ આ ભવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. જે બાદ 17 ફેબ્રુઆરીએ દૂરથી આવેલા માઈભક્તો પોતાના વતન પરત ફરી રહ્યા હતા. તે સમયે જ માઈભક્તોને લઈને અંબાજીથી પાલનપુર જઈ રહેલી ST બસ પર દાંતા રોડ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. બસના કંડકટર દ્વારા પોલીસ અને ડેપો મેનેજરને જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. તેટલામાં પથ્થરમારો કરનારા શખ્સો નાસી છૂટયા હતા. પોલીસે આરોપીઓની ત્રણ બાઈક જપ્ત કરી લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અંબાજીમાં બસ પર પથ્થરમારો થવાની ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો

    અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની પૂર્ણાહુતિ બાદ ST બસ માઈભક્તોને લઈને પાલનપુર તરફ જઈ રહી હતી. તે દરમિયાન બપોરના સમયે દાંતા રોડ પર બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. પથ્થરમારો કરાતા બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. જેના કારણે બસ ડ્રાઇવરે બસને તાત્કાલિક રોકી દીધી હતી. સાથે જ બસમાં બેસેલા તમામ માઈભક્તોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. મુસાફરોમાં આ ઘટનાને લઈને ભયનો માહોલ પેદા થયો હતો. જે બાદ ST બસના કંડકટરે આ ઘટના વિશે ડેપોમાં જાણ કરી હતી અને તે બાદ પોલીસને જાણ કરી હતી. અંબાજી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ બાઈક પણ કબજે કરી હતી.

    પથ્થરમારો કરનાર લોકો વિરુદ્ધ નોંધાયો ગુનો

    ST વિભાગના ATIએ આ ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે, પાલનપુર ડેપોની એક બસ અંબાજીથી પાલનપુર જઈ રહી હતી. ત્યારે દાંતા રોડ પર અસામાજિક તત્વો 3 બાઈક લઈને ઊભા હતા. તેમણે બસ પર પથ્થરમારો કરતાં 30 હજાર જેટલું નુકશાન થયું છે. બસનો આગળનો કાચ પથ્થરમારામાં તૂટી ગયો હતો.

    - Advertisement -

    આ ઘટનાને મામલે ઑપઇન્ડિયાએ અંબાજી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, અજાણ્યા લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પથ્થરમારો કરનાર લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તેમનીં ઓળખ કરવાના પ્રયત્નો ચાલું છે. હાલ આ ઘટનામાં કોઈ કોમ્યુનલ એન્ગલ સામે નથી આવ્યો પરંતુ પોલીસ તે દિશામાં આગળ તપાસ કરી રહી છે. જ્યારે પોલીસે ત્રણ બાઈક જપ્ત કરી હોવાની પણ પુષ્ટિ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં