Friday, June 28, 2024
More
    હોમપેજદેશરિયાસીમાં હિંદુ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કરનાર આતંકીઓને શોધવા ઓપરેશન સતત ચાલુ,...

    રિયાસીમાં હિંદુ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કરનાર આતંકીઓને શોધવા ઓપરેશન સતત ચાલુ, ડ્રોન ફરતા મૂકાયા: હમણાં સુધી બાળકો-મહિલાઓ સહિત 10ના મોત, 33 ઘાયલ

    આ પહેલા એસએસપીએ વધુમાં જણાવ્યું હતું કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ઘાયલોને નરૈના અને રિયાસી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

    - Advertisement -

    ભારતીય સેનાએ સોમવારે સવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં શિવ ખોરીથી આવતી બસ પર હુમલા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં રવિવારે સાંજે દસ શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) પણ રિયાસી પહોંચી ગયું છે અને ઘટના સ્થળ અને તેની આસપાસના ગાઢ જંગલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશનમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    રિયાસી જિલ્લા કમિશનર વિશેષ મહાજને રવિવારે રાત્રે પુષ્ટિ કરી કે આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા. 33 અન્ય ઘાયલ પણ થયા હતા, એમ તેમણે ઉમેર્યું હતું.

    આ પહેલા એસએસપીએ વધુમાં જણાવ્યું હતું કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ઘાયલોને નરૈના અને રિયાસી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

    - Advertisement -

    હિંદુ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર આતંકીઓએ કર્યો હતો હુમલો

    જમ્મુ-કાશ્મીરમાં રિયાસી જિલ્લામાં રવિવારે (9 જૂન) આતંકવાદી હુમલો થયો. અહીં હિંદુ તીર્થયાત્રીઓને લઇ જતી એક બસ પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો, જેમાં બાળકો સહિત 10 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હોવાની જાણકારી મળી છે. જ્યારે અન્ય અનેક લોકોને ઈજા પહોંચી છે. રસ્તેથી પસાર થતી બસ પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં બસ ખીણમાં ખાબકી હતી. 

    ઘટના સાંજે 6:10 વાગ્યાની આસપાસ બની. કટરા તરફ જતી બસ પર અચાનક આતંકીઓએ હુમલો કરી દેતાંડ્રાઇવરને પણ ઈજા પહોંચી હતી અને તેણે સંતુલન ગુમાવતાં બસ ખીણમાં ખાબકી ગઈ હતી. તીર્થયાત્રીઓ રિયાસીના શિવ મંદિરેથી પરત ફરીને કટરા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં