Tuesday, September 10, 2024
More
    હોમપેજગુજરાતરાજકોટ: રાજપૂતપરાની ગરાસીયા હોસ્ટેલના વિદ્યાર્થીઓ પર વસીમ, એજાઝ સહિત ટોળાએ કર્યો હુમલો;...

    રાજકોટ: રાજપૂતપરાની ગરાસીયા હોસ્ટેલના વિદ્યાર્થીઓ પર વસીમ, એજાઝ સહિત ટોળાએ કર્યો હુમલો; ગણપતિની પ્રસાદી વહેચતી વખતે થઈ હતી માથાકૂટ

    વસીમે કોલ કરીને પોતાના ભાઈઓ સહિત 10થી 12 લોકોને બોલાવી લીધા હતા. બાદમાં હોસ્ટેલમાંથી યુવરાજસિંહ ગોહિલ, કુલદીપસિંહ જાડેજા સહિતના વિદ્યાર્થીઓને સમાધાન માટે જેએમસી હોટેલ પાસે બોલાવ્યા હતા. જ્યાં પહેલેથી હાજર 10થી 12 લોકોના ટોળાએ તલવારો, છરીઓ, લાઠીઓ વડે આ વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    રાજકોટ શહેરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના રાજપૂતપરાની શેરી નંબર 1માં આવેલ શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય પાસે ગણેશ ઉત્સવનો પ્રસાદ વહેચી રહેલા હિંદુ વિદ્યાર્થીઓ પર રૈયા રોડ ખાતે રહેતા વસીમ નામના વ્યક્તિએ 10 12 લોકોને બોલાવીને તલવારો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં 2 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

    અહેવાલો અનુસાર ગુરુવાર (21 સપ્ટેમ્બર) ના રોજ રાતના 8 વાગ્યા આસપાસ છાત્રાલયમાં ગણેશજીની આરતી બાદ જ્યારે વિદ્યાર્થીઓ ત્યાં પ્રસાદ વહેચી રહ્યા હતા ત્યારે ત્યાં વસીમ નામનો વ્યક્તિ ત્યાંથી બાઇક લઈને નીકળી રહ્યો હતો. તેનું બાઈક હોસ્ટેલના એક વિદ્યાર્થીને વાગી જતા ત્યા સામાન્ય બોલચાલ થઈ હતી. વિદ્યાર્થીઓએ તેનું નામ પુછતા તેણે વસીમ જણાવ્યું હતું. સામાન્ય બોલચાલ બાદ હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓએ વચ્ચે પડીને બધાને શાંત પડ્યા હતા અને વસીમને ત્યાંથી મોકલી દીધો હતો.

    પરંતુ વસીમે ત્યાં વાત પતાવી ન હતી. તેણે કોલ કરીને પોતાના ભાઈઓ સહિત 10થી 12 લોકોને બોલાવી લીધા હતા. બાદમાં હોસ્ટેલમાંથી યુવરાજસિંહ ગોહિલ, કુલદીપસિંહ જાડેજા સહિતના વિદ્યાર્થીઓને સમાધાન માટે જેએમસી હોટેલ પાસે બોલાવ્યા હતા. જ્યાં પહેલેથી હાજર 10થી 12 લોકોના ટોળાએ તલવારો, છરીઓ, લાઠીઓ વડે આ વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    આ હુમલામાં યુવરાજસિંહ ગોહિલ અને કુલદીપસિંહ જાડેજા નામના વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રેટ જ ડીસીપી સુધીર દેસાઈ, એએસપી, સ્થાનિક પીઆઇ ધવલ હરિપરા સહિતનો પોલીસ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. હોસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અને ગરાસિયા છાત્રાલય પાસે પણ પૂરતો પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો હતો.

    બાદમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી આ હુમલાખોરોને શોધવામાં લાગી ગઈ હતી. આ દરમિયાન તેમણે વસીમ અને એજાઝ સહિતના હુમલાખોરોની અટકાયત કરી હતી. પરંતુ હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોવાથી કોઇ મોટી ઘટના સ્વરૂપ ના લે એ માટે બાને પક્ષોના આગેવાનોએ ફરિયાદ નોંધાવી નહોતી. શુક્રવારે સવાર સુધી આ બાબતે પોલીસમાં કોઇ ફ્રિયાદ નોંધાઇ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં