Sunday, June 16, 2024
More
    હોમપેજગુજરાતપાલડીમાં વર્ષા ફ્લેટ 2.0: અશાંતધારાનો ભંગ કરી મુસ્લિમ ફ્લેટ બની રહ્યા હોવાનો...

    પાલડીમાં વર્ષા ફ્લેટ 2.0: અશાંતધારાનો ભંગ કરી મુસ્લિમ ફ્લેટ બની રહ્યા હોવાનો સ્થાનિકોનો દાવો; ધારાસભ્ય, કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી સુધી ફરિયાદ- બાંધકામ અટકાવાયું

    નોંધનીય છે કે આ જે ફ્લેટને લઈને હાલ આ ઉહાપોહ થઈ રહ્યો છે એ પાલડીના કુખ્યાત વર્ષા ફ્લેટથી માત્ર 400 મીટર જ દૂર છે. એ જ વર્ષા ફ્લેટ કે જેમાં આજથી સાતેક વર્ષ પહેલા રિડેવલપમેન્ટ થતાં મોટા ભાગના ઘર મુસ્લિમોને વેચાયા હતા.

    - Advertisement -

    ભારત હોય, ગુજરાત હોય કે અમદાવાદ હોય… લવ જેહાદ કે લેન્ડ જેહાદના રાક્ષસથી કોઇ પણ અછૂતું નથી. જતા દિવસે આવા કેટલાય કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં હિંદુઓની અથવા તો સરકારી જમીન પર મુસ્લિમો કબજો કરી લેતા હોય છે અથવા અયોગ્ય રીતે ખરીદતાં હોય છે. આવા કિસ્સાઓથી બચાવ માટે જ અશાંતધારો લાગુ પાડવામાં આવે છે, તેમ છતાંય ઘણીવાર આ અશાંતધારાનો ભંગ કરીને જમીનના સોદા થતાં હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના પાલડીમાં બન્યો હોવાની સાથનિક લોકોએ ફરિયાદ કરી છે.

    અહેવાલો અનુસાર એલિસબ્રિજ વિધાનસભા હેઠળ આવેલ પાલડી વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) ખાલી પડેલા એક પ્લોટ પર મુખ્યમંત્રી ગરીબ આવાસ યોજના અંતર્ગત ફ્લેટ બાંધ્યા બાદ તે બિલ્ડરે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સના ઓછાયામાં પાવર ઓફ એટર્ની કરીને મુસ્લિમ બિલ્ડરને ત્યાં ફ્લેટ બાંધવા જમીન આપી દીધી હતી. જે બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા. સ્થાનિકોએ ધારાસભ્ય અમિત શાહ, કોર્પોરેટર પ્રિતિશ મહેતા, મ્યુનિસિપલ અધિકારીઓથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બાબતે રજુઆત કરીને ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    મુસ્લિમ બિલ્ડરને બારોબાર આપી દીધી જમીન

    પૂરો મામલો એમ છે કે પાલડી વોર્ડની ટીપી સ્કીમ નંબર-6, કાશ્મીરા સોસાયટી પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 3500 ચોરસ મીટર જગ્યા પર પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજના અંતર્ગત બાંધકામ કરવાનો પરવાનો નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને આપવામાં આવ્યો હતો. જ્યાં તેઓએ આ યોજના માટે 2000 ચોરસ મીટરમાં 126 મકાન બાંધવામાં આવ્યા હતા.

    - Advertisement -

    જે બાદ બચેલી 1500 ચોરસ મીટર જમીન આ નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સના બહાને ઇલાઇટ હ્યુમનસ્પેશિસ પ્રાઇવેટ લિમિટેડને વેચી દીધી હતી, જેના ડાયરેક્ટર ફાતિન નઈમ તિરમિજી એટલે કે એક મુસ્લિમ છે. હવે આ હિંદુ-જૈન બહુલ વિસ્તાર કે જ્યાં પહેલેથી (1991) અશાંતધારો લાગેલો છે ત્યાં આ સોદો થતાં સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા.

    સ્થાનિકોએ અશાંતધારાના ભંગ અને વિસ્તારમાં ધાર્મિક વસ્તીસંતુલન ખોરવાવાની ભીતિને ધારાસભ્ય, કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી. તાજા અહેવાલ મુજબ હાલ આ સાઇટ પર બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે.

    કુખ્યાત વર્ષા ફ્લેટથી માત્ર 400 મીટર અંતર

    નોંધનીય છે કે આ જે ફ્લેટને લઈને હાલ આ ઉહાપોહ થઈ રહ્યો છે એ પાલડીના કુખ્યાત વર્ષા ફ્લેટથી માત્ર 200 મીટર જ દૂર છે. એ જ વર્ષા ફ્લેટ કે જેમાં આજથી સાતેક વર્ષ પહેલા રિડેવલપમેન્ટ થતાં મોટા ભાગના ઘર મુસ્લિમોને વેચાયા હતા. જે બાદ સ્થાનિકો અને હિંદુ સંગઠનોએ તેનો ખુબ વિરોધ કર્યો હતો.

    આ મામલે 2018માં હિંદુ જાગરણ મંચે અશાંતધારો ભંગ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત જમીની લેવલે પણ ખુબ ઉગ્ર આંદોલનો પણ થયા હતા.

    શું છે અશાંતધારો

    અશાંત ધારો એ એક એવો કાયદો છે કે જે વિસ્તારમાં થતી મિલકતોની લે-વેચ પર નજર રાખે અને જરૂર પડે તો અટકાવે છે. આ કાયદો મોટા ભાગે એવા વિસ્તારોમાં લગાવવામાં આવે છે જ્યાં કોઈ એક સમુદાય ડેમોગ્રાફીમાં બદલાવ કરી રહ્યો હોય અને જેનાથી અન્ય સમુદાયો જોખમમાં મુકાતા હોય છે.

    જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો હોય ત્યાં મિલકતોના લે-વેચમાં અમુક નિયંત્રણો લગાવવામાં આવે છે. મિલકતના માલિકે તેને વેચતા પહેલા કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે જ એ મિલકત વેચવાનું યોગ્ય કારણ તથા તે મિલકત કોણ ખરીદી રહ્યું છે તેની પુરી જાણકારી આપવી પડે છે. જે બાદ સ્થાનિક કલેક્ટર આ જાણકારીઓ ક્રોસ ચેક કરે છે. કલેક્ટરને જો આ જાણકારીઓ યોગ્ય લાગે અને તેનાથી વિસ્તારની ડેમોગ્રાફીમાં બદલાવ ન થતો હોય તો જ તેઓ આ સોદાને મંજૂરી આપતા હોય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં