Friday, October 11, 2024
More
    હોમપેજગુજરાતઅઢળક મંદિરોમાં ચોરી કરી ચૂકેલા નઈમ મહોમ્મદે આ વખતે આખેઆખી દાનપેટી ઉઠાવી:...

    અઢળક મંદિરોમાં ચોરી કરી ચૂકેલા નઈમ મહોમ્મદે આ વખતે આખેઆખી દાનપેટી ઉઠાવી: જળદેવી મંદિરમાં ચોરી બાદ પારડી પોલીસે ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી

    વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામમાં સુથાર ફળીયામાં આવેલા જળદેવી માતાના મંદિરમાંથી દાનપેટીની ચોરી થઈ હતી. સવારે પૂજારી મંદિરે પૂજા કરવા આવતા આ ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસને જાણ કરાયા બાદ આસપાસ તપાસ કરતા મંદિરથી લગભગ 200 મીટર દૂર દાનપેટી તૂટેલી હાલતમાં મળી આવી હતી.

    - Advertisement -

    લગભગ 40 દિવસ પહેલા વલસાડના પારડી તાલુકામાં આવેલા પલસાણા ગામમાં આવેલા જળદેવી મંદિરમાંથી આખેઆખી દાનપેટીની ચોરી થઈ હતી. આસપાસનાં ગામોમાં લોકોને જળદેવી માતામાં અનન્ય અસ્થા છે, ત્યારે આ ચોરીથી આખા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આટલા દિવસો બાદ ચોરીનો ભેદ ઉકેલાયો છે. વલસાડના પારડીમાં જળદેવી મંદિરમાંથી આખેઆખી દાનપેટી ચોરનાર બીજું કોઈ નહીં પણ ભૂતકાળમાં અનેક મંદિરોમાં ચોરી કરી ચુકેલો નઈમ મહોમ્મદ અલી હાશમી છે અને પોલીસે તેની ધરપકડ કરી છે.

    મળતી માહિતી અનુસર વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામમાં સુથાર ફળીયામાં આવેલા જળદેવી માતાના મંદિરમાંથી દાનપેટીની ચોરી થઈ હતી. સવારે પૂજારી મંદિરે પૂજા કરવા આવતા આ ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસને જાણ કરાયા બાદ આસપાસ તપાસ કરતા મંદિરથી લગભગ 200 મીટર દૂર દાનપેટી તૂટેલી હાલતમાં મળી આવી હતી. આ મામલે મંદિરના પૂજારી અને ટ્રસ્ટીમંડળે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર દાન પેટીમાં લગભગ 45થી 50 હજાર રૂપિયા હતા.

    ઉલ્લેખનીય છે કે ચોરી કરનાર વ્યક્તિએ મંદિરની ગ્રીલ અને તેમાં લાગેલું તાળુ પણ તોડી નાખ્યું હતું. ઘટનાની ફરિયાદ દાખલ થયા બાદ પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં વલસાડ LCB પણ કામે વળગ્યું હતું અને ચોરી કરનાર ઝડપી લેવા કમર કસી હતી. ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને લોકલ સોર્સના આધારે સામે આવ્યું હતું કે આ ચોરી કરનાર બીજું કોઈ નહી પણ અગાઉ મંદિરમાં જ ચોરી કરવાના કેસમાં ઝડપાયેલો 41 વર્ષનો નઈમ મહોમ્મદ મહોબ્બતઅલી હાશમી છે. પોલીસને ચોરની માહિતી મળતાની સાથે LCBએ તેની ધરપકડ કરી લીધી હતી. હાલ તેને પારડી પોલીસને સોંપીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    - Advertisement -

    દિવસે મજૂરી અને રાત્રે ચોરી- અનેક મંદિરોને ટાર્ગેટ કરી ચૂક્યો છે નઈમ મહોમ્મદ

    ઉલ્લેખનીય છે કે આરોપી નઈમ વાપીના કોળીવાડની ચાલીમાં એકલો રહે છે. આ કોઈ પ્રથમ ઘટના નથી કે જેમાં નઈમ મહોમ્મદે કોઈ મંદિરને ટાર્ગેટ કર્યું હોય. તે આ પહેલા પણ અનેક મંદિરોને ટાર્ગેટ કરી ચુક્યો છે. આ પહેલા તેણે 6થી વધુ મંદિરોમાં ચોરી કરી હોવાનું કબુલ્યું છે. આ પહેલા પોલીસે હેકસો બ્લેડ, પક્કડ અને એક સળીયા સહિતના ચોરીમાં વપરતા સાધન સાથ તેની ધરપકડ કરી હતી. તે સમયે નઈમે નાનાપોંઢામાં હનુમાન મંદિર, સુખેશમાં શંકર ભગવાનના મંદિર અને સોંઢલવાડાના શંકર ભગવાનના મંદિરમાં ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.

    આ લીસ્ટ આટલે જ પૂરું નથી થતું, નઈમ વાપીના નામધા સ્થિત સંતોષી માતાના મંદિરમાં, ભીખી માતાના મંદિરમાં તેમજ ડુંગરાના અન્ય 2 હિંદુ મંદિરોમાં ચોરી કરી ચુક્યો છે. આ પહેલા પણ પારડી પોલીસે તેને જેલના સળિયા ગણતો કરી દીધો હતો. પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ પણ નઈમ સતત મંદિરોને ટાર્ગેટ કરતો રહે છે. આ તાજી ઘટનામાં પણ ફરી પારડી પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં