Thursday, November 14, 2024
More
    હોમપેજગુજરાત'દિવસે મજૂરી, રાત્રે ચોરી…', માત્ર મંદિરોને જ કરતો હતો ટાર્ગેટ: વલસાડથી LCBએ...

    ‘દિવસે મજૂરી, રાત્રે ચોરી…’, માત્ર મંદિરોને જ કરતો હતો ટાર્ગેટ: વલસાડથી LCBએ નઈમ મોહમ્મદને મુદ્દામાલ સાથે પકડ્યો

    નવસારીમાં માત્ર મંદિરોમાં જ ચોરી કરતો ચોર નઈમ મહોમ્મદ દિવસે મજુરી કામ કરતો અને રાત્રે હિંદુ મંદિરોને ટાર્ગેટ કરીને તના તાળા તોડી હાથ સાફ કરી લેતો. 41 વર્ષનો નઈમ મહોમ્મદ મહોબ્બતઅલી હાશમી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અને હાલ વાપીમાં કોળીવાડમાં રહે છે.

    - Advertisement -

    વલસાડમાં છેલ્લા કેટલાક સમયથી હિંદુ મંદિરોમાં ચોરી થવાના બનાવ ખૂબ વધી ગયા હતા. વલસાડ પોલીસ મંદિરોમાં થઇ રહેલી ચોરીઓનો ભેદ ઉકેલવા સતત પ્રયત્નો કરી રહી હતી. તેવામાં LCBએ બાતમીના આધારે ચોરીઓ કરતો એક શખ્શને ઝડપી પડ્યો હતો. આ ચોરની ધરપકડ બાદ તેની પૂછપરછમાં જે ખુલાસા થયા તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વાસ્તવમાં નઈમ મહોમ્મદ નામનો આ ચોર ચોરી કરવા માત્ર મંદિરોને જ ટાર્ગેટ કરતો હતો. નવસારીમાં મંદિરોમાં ચોરી કરતો નઈમ અનેક ચોરીઓને અંજામ આપી ચૂક્યો છે.

    દિવ્ય ભાસ્કરે આપેલા અહેવાલ મુજબ નવસારીમાં માત્ર મંદિરોમાં જ ચોરી કરતો ચોર નઈમ મહોમ્મદ દિવસે મજૂરી કામ કરતો અને રાત્રે હિંદુ મંદિરોને ટાર્ગેટ કરીને તેના તાળા તોડી હાથ સાફ કરી લેતો. 41 વર્ષનો નઈમ મહોમ્મદ મહોબ્બતઅલી હાશમી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અને હાલ વાપીમાં કોળીવાડમાં રહે છે. નવસારી LCBએ બાતમી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે નઈમને ઝડપી પડ્યો હતો. LCBએ નઈમ પાસેથી ચોરી કરવાના સાધનો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

    માત્ર મંદિરોને ટાર્ગેટ કરતો નઈમ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી

    નઈમ કોળીવાડની એક ચાલીમાં એકલો રહેતો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તે દિવસે મજૂરી કરતો અને રાત્રે મંદિરોની દાનપેટીઓ તોડીને ચોરી કરતો હતો. નઈમની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી રોકડ રકમ, એક મોબાઈલ, ચોરી કરવામાં તે જે સાધનો વાપરતો તેમાં હેકસો બ્લેડ, પક્કડ અને એક સળીયો કબજે કર્યો છે. ધરપકડ બાદ પોલીસે આદરેલી પૂછપરછમાં નઈમે કુલ 6 મંદિરોમાં કરેલી ચોરી કાબુલી છે. નઈમે તાજેતરમાં પારડીના નાનાપોંઢામાં હનુમાન મંદિર, સુખેશમાં શંકર ભગવાનના મંદિર અને સોંઢલવાડાના શંકર ભગવાનના મંદિરમાં ચોરી કરી હોવાનું કબુલ્યું છે.

    - Advertisement -

    આ સિવાય નઈમ વાપીના નામધા સ્થિત સંતોષી માતાના મંદિરમાં, ભીખી માતાના મંદિરમાં તેમજ ડુંગરાના અન્ય 2 હિંદુ મંદિરોમાં ચોરી કરી ચુક્યો છે. આ ચોરીઓ બદલ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાલ વલસાડ LCBએ નઈમની ધરપકડ કરી તેને પારડી પોલીસને સોંપ્યો છે. પારડી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ માની રહી છે કે નઈમની પૂછપરછમાં હજુ વધુ ચોરીઓના ભેદ ઉકેલાઈ શકે છે. હાલ પોલીસે આ રીઢા ચોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં