ઉત્તર પ્રદેશના બાંદામાં અરનાર નામના એક મુસ્લિમ યુવકે એક હિન્દૂ યુવતીનું અપહરણ કર્યું હતું. આ વિષયમાં આરોપી યુવક પર યુવતીનું અપહરણ કરવાનો આરોપ લગાવતી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ 4 મહિના થવા છતાં પોલીસ પીડિત યુવતીના પરિવારને કોઈ મદદ નથી કરી રહી. પોલીસ આ પરિવારને માત્ર એટલું કહે છે કે ‘ધીરજ રાખો, તમારી દીકરી આવી જશે.’
પંચજન્યના અહેવાલ અનુસાર ગ્રામ્ય પોલીસ અંતર્ગત આવતા છનેહરા ગામના નિવાસી રામ વિશાલના પત્ની ફૂલકલીએ આરોપ લગાવ્યો છે કે, “મારી પૌત્રીને 4 મહિના પહેલા અરનાર નામનો એક મુસ્લિમ યુવક અપહરણ કરીને ઉપાડી ગયો હતો. જેની અમે પોલીસને સૂચના આપી હતી, પરંતુ પોલીસે હજુ સુધી આ વિષયમાં કોઈ જ કાર્યવાહી નથી કરી. જે પછી 21 નવેમ્બર 2022ના રોજ પૈત્રીના અપહરણની FIR દાખલ કરવા માટે રજીસ્ટર પોસ્ટ દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી હતી.”
हिंदू युवती को अगवा कर ले गया अरनार, चार माह से न्याय के लिए भटक रहा पीड़ित परिवार।
— Panchjanya (@epanchjanya) November 25, 2022
पीड़ित परिवार का कहना है कि पुलिस कहती है कि धैर्य रखो बेटी तुम्हारी आ जाएगी। इस घटना में पुलिस की भूमिका संदिग्ध है। https://t.co/rkvyqhO1yP
તેમણે આગળ જણાવ્યું, “પરંતુ એ પહેલા જ પોલીસે મુસ્લિમ સમાજના બે સાક્ષીઓના નિવેદનને આધાર બનાવીને આ કેસમાં અંતિમ રિપોર્ટ બનાવી દીધો હતો. જયારે આ વિષયમાં બીજા સાક્ષીઓ પણ હતા પરંતુ પોલીસે કોઈ હિંદુ સાક્ષીના નિવેદન લીધા નહિ. આ વિષયમાં હિન્દૂ સમાજના કેટલાય લોકો સાક્ષી પૂર્વ તૈયાર હતા.”
પીડિત યુવતીના દાદીએ ચિંતા વ્યક્ત કરી છે કે આ સમગ્ર કેસમાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે. કારણ કે પોલીસ સ્ટેશનના ઉક્ત એસઆઈ વિરુદ્ધ તમામ કેસ જિલ્લા બાંદામાં નોંધાયેલા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે એસઆઈ ભૂપેન્દ્ર સિંહ વિરોધ પક્ષને મળ્યા બાદ આ કેસમાં કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી. તેથી તેમણે માંગ કરી છે કે આ કેસની તપાસમાંથી SIને હટાવવા જોઈએ.
પીડિતાની દાદીએ ઉત્તર પ્રદેશના સ્થાનિક પોલીસ અધિક્ષકને મળીને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી હતી અને દોષિત વ્યક્તિ સામે પગલાં લેવા અરજી કરી હતી.