Monday, November 4, 2024
More
    હોમપેજક્રાઈમવડોદરાની હિંદુ સગીરાને મહોમ્મદ કૈફ સાથે મિત્રતા ભારે પડી, ઘરમાં ઘૂસીને કરતો...

    વડોદરાની હિંદુ સગીરાને મહોમ્મદ કૈફ સાથે મિત્રતા ભારે પડી, ઘરમાં ઘૂસીને કરતો હતો શારીરિક ઉત્પીડન: ફરિયાદ દાખલ થતા થયો ફરાર, POCSO અંતર્ગત ગુનો દાખલ

    આરોપીની ધરપકડ બાદ અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત પોલીસે ફરિયાદના આધારે કૈફ વિરુદ્ધ પોક્સો અંતર્ગત પણ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    વડોદરાની હિંદુ સગીરાને ઘરમાં ઘૂસીને શારીરિક ઉત્પીડન કરવા બદલ મહોમ્મદ કૈફ નામના મુસ્લિમ યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુળ તાંદલજાના રહેવાસી મહોમ્મદ કૈફે પહેલા તો વડોદરાના ગોરવા ખાતે રહેતી હિંદુ સગીરા સાથે મિત્રતા કરી હતી, પરંતુ આખરે વડોદરાની હિંદુ સગીરાને મહોમ્મદ કૈફ સાથે મિત્રતા કરવી ભારે પડી ગઈ હતી. કારણ કે મહોમ્મદ કૈફ મિત્રતા બાદ વારંવાર સગીરાના ઘરે આવી પીડિતની ઈચ્છા વિરુદ્ધ અડપલા અને જાતીય સતામણી કરતો હતો. જે બાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપી કૈફ ભાગી છૂટ્યો હતો, હવે પોલીસે તેને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ચક્રો ગતિમાન કર્યા છે.

    મળતી માહિતી અનુસાર ગોરવા ખાતે રહેતી હિંદુ સગીરા સાથે થોડા સમય અગાઉ તાંદલજાના મહોમ્મદ કૈફે સામાન્ય મિત્રતા કેળવી હતી. જોકે મિત્રતા બાદ મળવાના બહાને કૈફ પીડિતાના ઘરમાં આવતો જતો થયો હતો, જેના થોડા સમય બાદ મહોમ્મદ કૈફ દિવસના કોઈપણ સમયે પીડિતાના ઘરે પહોંચી જતો હતો અને તેની જાતીય સતામણી કરતો હતો. અહેવાલમાં જણાવ્યા અનુસાર આરોપી મહોમ્મદ કૈફ ઇકબાલની જાતીય સતામણી વધી જતા તેનાથી કંટાળીને સગીરાએ પરિવારને જાણ કરી હતી. આ દરમિયાન પરિવાર તરફથી સગીરાને હિંમત અપાતા ઉત્પીડન કરી રહેલા મહોમ્મદ કૈફ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

    વડોદરાની હિંદુ સગીરાને મહોમ્મદ કૈફ જે શારીરિક ઉત્પીડન કરતો તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાની સાથે જ મહોમ્મદ કૈફ ભાગી છૂટ્યો છે, તો બીજી તરફ પોલીસે ફરિયાદના આધારે મહંમદ કૈફ સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીની ધરપકડ બાદ અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત પોલીસે ફરિયાદના આધારે કૈફ વિરુદ્ધ પોક્સો અંતર્ગત પણ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    તાજેતરમાં જેતપુરમાં હિંદુ સગીરા પર બળાત્કાર થયો હતો

    નોંધનીય છે કે ગઈકાલે તપુરથી પણ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પીડિત હિંદુ સગીરાની ઉંમર માત્ર 15 વર્ષની છે. પરિવારની ફરિયાદ બાદ હાલ પોલીસે આરોપી અને તેના સહયોગીની ધરપકડ કરી લીધી છે.

    મળતી માહિતી મુજબ એક વર્ષ પૂર્વે અમરેલીના સાહિલ કયુમભાઇ પરમાર નામના મુસ્લિમ યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલા આ હિન્દૂ સગીરા સાથે મિત્રતા કરી હતી. બાદમાં તેને ભોળાવી-ફોસલાવીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

    અપહરણ કરીને તેઓ સગીરાને જેતપુર-રાજકોટ રોડ પર આવેલા ઋષિ ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા. જ્યાં સાહિલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ જયારે તે બંને સગીરાને પાછી તેના ગામ છોડવા આવ્યા ત્યારે સ્થાનિકોએ તેમને પકડી પાડતા આખી વાતનો ઘટસ્ફોટ થયો હતો, અને બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

    ઘટનાની જાણ થતા જ સગીરાના પરિવારે જેતપુર તાલુકા પોલીસને આ બાબતે ફરિયાદ કરી હતી. પરિવારની ફરિયાદના આધારે અમરેલીના સાહિલ કયુબભાઇ પરમાર અને અમીર અલ્તાફભાઈ ચૌહાણ સામે પોલીસે IPCની 363 (અપહરણ), 366, 376 (બળાત્કાર) અને POCSO એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પરિવાર આમાં લવ જેહાદનો એંગલ હોવાની પણ આશંકા કરી રહ્યો છે.

    નવસારીમાં 12 વર્ષની સગીરા પર બળાત્કાર કરનાર સદ્દામ હુસૈનને આજીવન જેલ

    આ ઉપરાંત નવસારી ખાતે વર્ષ 2021માં એક 12 વર્ષની સગીરાને ઉઠાવી જઈ પીંખનાર સદ્દામ હુસૈનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2021માં નવસારીની રહેવાસી સગીરાને ઉઠાવી ઉત્તર પ્રદેશ લઈ જઈ આરોપી સદ્દામ હુસૈને અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી સગીરાને પરત લાવી હતી. જે બાદ સુરતની સ્પેશીયલ પોક્સો કોર્ટે કેસ ચલાવી આરોપી સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાન અજીજ રાયને 30 હજારના દંડ સાથે આજીવન કારાવાસની આકરી સજા ફટકારી હતી. સાથે જ પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર આપવા પણ આદેશ આપવામાં આવ્યો હતો.

    મળતી માહિતી અનુસાર 3 એપ્રિલ 2021ના રોજ મૂળ ઉત્તર પ્રદેશના ગોંડાનો રહેવાસી આરોપી સદ્દામ હુસૈન 12 વર્ષની સગીરાને નવસારીથી ફોસલાવીને ઉપાડી ગયો હતો. જે બાદ તેણે બાળકી સાથે અનેકવાર બળાત્કાર કર્યો હતો. બીજી તરફ પોતાની દીકરીની ન મળતા ચિંતિત બનેલા પરિવારે શોધખોળ આદરતા સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાન બાળકીને ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ બાળકીની માતાએ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસ 18 દિવસની જહેમત બાદ આરોપી અને પીડિત બાળકીને ઉત્તર પ્રદેશથી શોધી લાવી હતી.

    આ મામલે સ્પેશીયલ પોક્સો કોર્ટ દ્વારા આરોપીને તેની સામેના ગુનાઓમાં તકસીરવાન ઠેરવી આઈ.પી.સી. કલમ 363 મુજબના સજાપાત્ર ગુનામાં 07 (સાત) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.10000/- દંડ તથા આઈ.પી.સી.કલમ 366 મુજબના સજાપાત્ર ગુનામાં 10 (દશ) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.10000/- દંડ તથા આઈ.પી.સી.ની કલમ 363(૩) ની સાથે પોકસો એકટની કલમ-પ (એલ) સાથે કલમ-6 મુજબના સજાપાત્ર ગુનામાં આજીવન કેદ એટલે કે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી સખ્ત કેદની સજા તથા રૂ.10000/- દંડની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં