Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવસારીની 12 વર્ષની સગીરાને પીંખનાર સદ્દામ હુસૈનને આજીવન કેદ: આરોપી પીડિતાને ઉઠાવીને...

    નવસારીની 12 વર્ષની સગીરાને પીંખનાર સદ્દામ હુસૈનને આજીવન કેદ: આરોપી પીડિતાને ઉઠાવીને ઉત્તરપ્રદેશ લઈ ગયો હતો, પોક્સો કોર્ટે 30 હજારના દંડ સાથે સજા ફટકારી

    ગુના સમયે બાળકી 12 વર્ષની હોવ ઉપરાંત તેની મરજીથી શારીરિક સબંધ બાંધવો પણ પોક્સો એક્ટ હેઠળ ગુનો ગણવામાં આવે તેવી ધારદાર દલીલોને ધ્યાને રાખી સ્પેશ્યલ જજ ટી. એસ. બ્રહ્મભટ્ટે મુસ્લિમ આરોપી સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાન અબ્દુલ અઝીઝ રાયનીને અંતિમ શ્વાસ સુધીની સજા સાથે જ 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

    - Advertisement -

    એક મહત્વપૂર્ણ ચુકાદામાં નવસારીની 12 વર્ષની સગીરાને પીંખનાર સદ્દામ હુસૈનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2021માં નવસારીની રહેવાસી સગીરાને ઉઠાવી ઉત્તર પ્રદેશ લઈ જઈ આરોપી સદ્દામ હુસૈને અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી સગીરાને પરત લાવી હતી. જે બાદ સુરતની સ્પેશીયલ પોક્સો કોર્ટે કેસ ચલાવી આરોપી સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાન અજીજ રાયને 30 હજારના દંડ સાથે આજીવન કારાવાસની આકરી સજા ફટકારી હતી. સાથે જ પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર આપવા પણ આદેશ આપવામાં આવ્યો હતો.

    મળતી માહિતી અનુસાર 3 એપ્રિલ 2021ના રોજ મૂળ ઉત્તર પ્રદેશના ગોંડાનો રહેવાસી આરોપી સદ્દામ હુસૈન 12 વર્ષની સગીરાને નવસારીથી ફોસલાવીને ઉપાડી ગયો હતો. જે બાદ તેણે બાળકી સાથે અનેકવાર બળાત્કાર કર્યો હતો. બીજી તરફ પોતાની દીકરીની ન મળતા ચિંતિત બનેલા પરિવારે શોધખોળ આદરતા સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાન બાળકીને ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ બાળકીની માતાએ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસ 18 દિવસની જહેમત બાદ આરોપી અને પીડિત બાળકીને ઉત્તર પ્રદેશથી શોધી લાવી હતી.

    નવસારીની 12 વર્ષની સગીરાને પીંખનાર સદ્દામ હુસૈનને ઝડપીને પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી જેલના હવાલે કર્યો હતો. જે બાદ નવસારીના એડીશનલ સેશન્સ જજ અને સ્પેશ્યલ (પોસ્કો) જજ ટી. એસ. બ્રહ્મભટ્ટની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં કોર્ટે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ તેમજ સરકારી વકીલ અજય ટેલરે મહારાષ્ટ્ર અને આસામ હાઇકોર્ટના બે ચુકાદાઓ સાથે જ ગુના સમયે બાળકી 12 વર્ષની હોવ ઉપરાંત તેની મરજીથી શારીરિક સબંધ બાંધવો પણ પોક્સો એક્ટ હેઠળ ગુનો ગણવામાં આવે તેવી ધારદાર દલીલોને ધ્યાને રાખી સ્પેશ્યલ જજ ટી. એસ. બ્રહ્મભટ્ટે મુસ્લિમ આરોપી સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાન અબ્દુલ અઝીઝ રાયનીને અંતિમ શ્વાસ સુધીની સજા સાથે જ 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે પીડિત બાળાને ધી વિક્ટીમ કંપંસેશન એક્ટ 2019 હેઠળ 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

    - Advertisement -

    આ મામલે સ્પેશીયલ પોક્સો કોર્ટ દ્વારા આરોપીને તેની સામેના ગુનાઓમાં તકસીરવાન ઠેરવી આઈ.પી.સી. કલમ 363 મુજબના સજાપાત્ર ગુનામાં 07 (સાત) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.10000/- દંડ તથા આઈ.પી.સી.કલમ 366 મુજબના સજાપાત્ર ગુનામાં 10 (દશ) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.10000/- દંડ તથા આઈ.પી.સી.ની કલમ 363(૩) ની સાથે પોકસો એકટની કલમ-પ (એલ) સાથે કલમ-6 મુજબના સજાપાત્ર ગુનામાં આજીવન કેદ એટલે કે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી સખ્ત કેદની સજા તથા રૂ.10000/- દંડની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં