Thursday, April 18, 2024
More
  હોમપેજદેશજે પત્રકારોએ હલ્દ્વાનીના ઉપદ્રવીઓના સમર્થનમાં ક્યારેક ચલાવ્યા હતા સમાચાર, તેમને પણ ન...

  જે પત્રકારોએ હલ્દ્વાનીના ઉપદ્રવીઓના સમર્થનમાં ક્યારેક ચલાવ્યા હતા સમાચાર, તેમને પણ ન છોડાયા: હિંદુઓની ઓળખ કરીને કરાયા હત્યાના પ્રયાસ

  8 ફેબ્રુઆરી, 2024ના દિવસે હલ્દવનીમાં શું થયું તે જાણવા માટે ઑપઇન્ડિયા ઇજાગ્રસ્ત પત્રકારને મળ્યું હતું. રાજ સિંઘને જીવતા આગમાં ફેંકી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  - Advertisement -

  ઉત્તરાખંડના હલ્દવાનીના બનભૂલપુરામાં એક ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાને તોડી પાડવા પહોંચેલી પ્રશાસનની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન અને પેટ્રોલપંપ ભડકે બળવામાં આવ્યા એટલું જ નહીં, પોલીસકર્મીઓને પણ જીવતા સળગાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. મહિલા પોલીસકર્મીઓ ભયાવહ હાલતમાં ભાગતી જોવા મળી, તેમના કપડા ફાટી ગયા હતા. પથ્થરમારો થયો, ફાયરિંગ થયું. સામાન્ય લોકો કે પોલીસની તો વાત જ જવા દો, હલ્દ્વાનીમાં પત્રકારો પર પણ જીવલેણ હુમલા કરવામાં આવ્યા હતા.

  આ જ પીડિત પત્રકારોમાંના એક છે નેશનલ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ માટે કામ કરતા રાજ સિંઘ (સ્થાનિક કટ્ટરપંથી ઇસ્લામવાદીઓના ડરથી નામ બદલ્યું છે) ગુરુવારે (8 ફેબ્રુઆરી, 2024) શું થયું તે જાણવા માટે ઑપઇન્ડિયા ઇજાગ્રસ્ત પત્રકારને મળ્યું હતું. આ આગમાં રાજ સિંઘને જીવતા આગમાં ફેંકી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તે દિવસે તે રજા પર હતા, પરંતુ બપોરે લગભગ 3:30 વાગ્યે તેમને ઓફિસથી ફોન આવ્યો કે તે જલ્દીથી મલિકના બગીચા ખાતે પહોંચી જાય. ત્યાં તેમણે જોયું કે ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદને પોલીસે સીલ કરી દીધી હતી અને પ્રશાસન તેમને તોડવાની તૈયારીમાં હતું.

  તેમણે જણાવ્યું હતું કે, પાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી અને વિરોધ શરૂ થઈ ગયો હતો, જેને મીડિયા કવર કરી રહ્યું હતું. રાજ સિંઘે જણાવ્યું કે, “આ સાથે જ ચારે બાજુથી આગચંપી શરૂ થઈ ગઈ, પત્રકારો અંદરથી ઘેરાઈ ગયા હતા. ત્યારબાદ પથ્થરમારો શરૂ થયો, પોલીસે ટીયરગેસના સેલ પણ છોડ્યા.” તેમણે કહ્યું કે તે અને તેના સાથીઓને પાછા ફરતી વખતે ઘેરી લેવામાં આવ્યા હતા. તેમના પર પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. રાજ સિંઘે કહ્યું કે તેમને ગટરમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

  - Advertisement -

  પોતાની આપવીતી વર્ણવતા તેમણે કહ્યું કે, તે બાદ તેમને સળગતી આગમાં ફેંકી દેવામાં આવ્યા હતા. રાજ સિંઘના જણાવ્યા અનુસાર, તેના માથામાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું અને તે ભાનમાં નહોતા, તેથી તેઓ હુમલાખોરોની ઓળખ ન કરી શક્યા. હુમલાખોરોએ તેમનો કેમેરો પણ છીનવી લીધો હતો. તેમણે કહ્યું હતું કે ભયંકર ગોળીબાર થયો હતો. તેમણે સંપાદકને ફોન કરીને જાણ કરી, પછી તેમના પરિચિતોના ફોન આવવા લાગ્યા. ભાજપના એક નેતાની મદદથી તેઓ ગમે તેમ કરીને શેરીઓમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.

  રાજ સિંઘની એક આંગળીમાં ફ્રેક્ચર થયું છે. તેમણે કહ્યું કે ઇંટો અને પથ્થરો ફેંકવામાં આવી રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ ઈંટો અને પથ્થરો નજીકથી ફેંકવામાં આવી રહ્યા હતા, હુમલાખોરોમાં ઘણા નાના બાળકો પણ સામેલ હતા. રાજ સિંઘના પરિવારમાં તેમના પત્ની અને બે પુત્રો છે. તેણે કહ્યું કે તેમણે આશા છોડી દીધી હતી કે તેઓ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશે, તેમણે ભગવાનનું નામ લેવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું કે અહીં પહેલા આવું કશું જ નહોતું થયું, હવે પત્રકારોને પણ માર મારવામાં આવી રહ્યો છે.

  રાજ સિંઘે કહ્યું કે, “જો કોઈ કાર્યક્રમ હોય તો અમે તેને સારી રીતે કવર કરતા હતા. પહેલાં, અમે આખી રાત રોકાઈને કવર કરતા હતા. તે દરેકની તમામની તકલીફોને બતાવતા હતા, અખબારોની ફાઇલો જોઈ લો. જે કંઈ પણ થયું તે અપેક્ષાથી પર હતું, અમે તેની કલ્પના પણ નહોતી કરી. લગભગ તમામ પત્રકારોને માર મારવામાં આવ્યો હતો.”

  અન્ય એક પત્રકારે જણાવ્યું હતું કે ગયા વર્ષે જ્યારે કોર્ટે અતિક્રમણ દૂર કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે તેઓ બનભૂલપુરાના મુસ્લિમ સમુદાયની સાથે ઊભા હતા. આ પત્રકારે જણાવ્યું હતું કે પત્રકારો, મહાનગરપાલિકા અને પોલીસમાં હિંદુઓની છટણી કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને મારવાની તૈયારી કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “જો ગાંધીનગરના હિંદુઓએ અમને બચાવ્યા ન હોત, તો કોઈ પણ બચી શક્યું ન હોત.” આ બધું ડી.એન.એન. ન્યૂઝના પત્રકાર પંકજ અગ્રવાલનું કહેવું છે.

  તેમણે કહ્યું કે, જેસીબી આવતા જ પથ્થરમારો શરૂ થઇ ગયો અને પેટ્રોલ બોમ્બ ફેંકીને વાહનોને સળગાવી દેવામાં આવ્યા. તેમને પગમાં ઈજાઓ પહોંચી હતી અને તેની સારવાર કરવી પડી હતી. તેમણે કહ્યું કે, જો તેમણે હેલમેટ ન પહેર્યું હોત તો સ્થિતિ વધુ ખરાબ થઈ જાત.

  તેમણે કહ્યું કે આ એ જ લોકો છે જેમના સમર્થનમાં તેમણે સારા-સારા સમાચાર ચલાવ્યા હતા, જેથી સરકાર તેમને નુકસાન ન પહોંચાડે. પંકજ અગ્રવાલે કહ્યું કે માત્ર હિંદુઓને જ નિશાન બનાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે હિંદુ પત્રકારો અને સફાઇ કામદારોની ઓળખ કરવામાં આવી હતી અને તેમને માર મારવામાં આવ્યો. પંકજનું કહેવું છે કે પોલીસકર્મીઓ અને પત્રકારોની ગણી-ગણીને ફટકારવામાં આવ્યા. બંને પત્રકારોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જેમના માટે તેઓએ સકારાત્મક સમાચાર ચલાવ્યા હતા તેમના જ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો.

  આ પહેલા ઑપઇન્ડિયાએ સારવાર માટે હોસ્પિટલમાં આવેલા ‘HNN ન્યૂઝ’ના ઇજાગ્રસ્ત પત્રકાર પંકજ સક્સેના સાથે વાત કરી હતી, જેમણે જણાવ્યું હતું કે, ટોળું નામ પૂછીને માર મારી રહ્યું હતું, મુસ્લિમ હોવાને કારણે અન્ય લોકોને છોડી દેવામાં આવ્યા હતા. તેમને હાથ અને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેમના પગમાં પ્લાસ્ટર કરવામાં આવ્યું છે અને હાથમાં પાટો બાંધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ત્યાં 8-10 હજાર લોકો અગાઉથી ઉભા હતા, જેમણે પથ્થરમારો શરૂ કરી દીધો અને પેટ્રોલ બોમ્બ ફેંકવાનું શરૂ કરી દીધું.

  અપડેટઃ અગાઉ પ્રકાશિત થયેલ આ અહેવાલમાં એક નેશનલ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા એક પત્રકારનું નામ અને ફોટો મુકવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણોસર તેમની સંસ્થાનું નામ, પત્રકારનું નામ અને ફોટો વગેરે છુપાવીને આ સમાચારને અપડેટ કરવામાં આવ્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં