Saturday, October 5, 2024
More
    હોમપેજદેશ‘નામ પૂછીપૂછીને મારી રહ્યા હતા ઉપદ્રવીઓ, મુસ્લિમોને છોડી દીધા’: હલ્દ્વાની હિંસા દરમિયાન...

    ‘નામ પૂછીપૂછીને મારી રહ્યા હતા ઉપદ્રવીઓ, મુસ્લિમોને છોડી દીધા’: હલ્દ્વાની હિંસા દરમિયાન જે પત્રકારના હાથ-પગમાં આવ્યાં ફ્રેક્ચર, તેમણે કર્યો ખુલાસો

    પંકજ સક્સેનાના જણાવ્યા અનુસાર ઘેરાબંધી બાદ ટોળાએ ઉપરથી પથ્થરો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. તેમણે તેની પણ પુષ્ટિ કરી કે મહિલા પોલીસ કર્મચારીઓ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી. આ દરમિયાન પંકજ સક્સેના બેહોશ થઈ ગયા હતા. તેમણે પોતાનો જીવ બચાવવા બદલ ગાંધીનગરવાળા લોકોનો આભાર માન્યો હતો.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ઇસ્લામી કટ્ટરપંથી ટોળાએ જે કર્યું તેનું પરિણામ લોકોએ અનેક મહિનાઓ સુધી ભોગવવું પડશે. નૈનીતાલના હલ્દ્વાનીના બનભૂલપુરામાં ગેરકાયદે કબજો હટાવવા વહીવટી તંત્ર પહોંચ્યું તો ઉત્પાત મચાવનાર ટોળાએ પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પંપ ફૂંકી માર્યા. પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકોને માર મારવામાં આવ્યો હતો. પથ્થરમારો અને ગોળીબાર થયો, આટલું જ નહીં, મહિલા પોલીસકર્મીઓને પણ બક્ષવામાં ન આવ્યાં. આરોપ છે કે તેમનાં કપડાં ફાડવામાં આવ્યાં.

    હવે એક સ્થાનિક પત્રકારે જણાવ્યું છે કે કેવી રીતે મુસ્લિમ નામો ધરાવતા લોકોને છોડી દેવામાં આવ્યા હતા અને તેમની સાથે કોઈ પ્રકારે મારપીટ ન કરવામાં આવી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા HNN ન્યૂઝના ઇજાગ્રસ્ત પત્રકાર પંકજ સક્સેના સાથે ઑપઇન્ડિયાએ વાત કરી હતી. જેમણે અમારી ટીમને જણાવ્યું હતું કે આ ટોળું નામ પૂછી-પૂછીને મારી રહ્યું હતું. મુસ્લિમ નામવાળાઓને છોડી દેવામાં આવ્યા હતા. તેમને પોતાને હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે. તેના પગમાં પ્લાસ્ટર કરવામાં આવ્યું છે અને હાથમાં પાટો બાંધ્યો હતો. ગુરુવાર (8 ફેબ્રુઆરી, 2024)ની ઘટનામાં જ પંકજ સક્સેના ઘાયલ થયા હતા.

    તેમણે જણાવ્યું કે, એક પત્રકાર તરીકે તેઓ મીડિયાના અન્ય સાથીઓ સાથે ગેરકાયદે મદરેસા-મસ્જિદ તોડવા આવેલી પ્રશાસનની ટીમને કવર કરવા આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ત્યાં 8-10 હજાર લોકો અગાઉથી ઉભા હતા, જેમણે પથ્થરમારો અને પેટ્રોલ બૉમ્બ ફેંકવાનું શરૂ કરી દીધું. પંકજના જણાવ્યા અનુસાર ત્યારબાદ સાંજે વીજળી કાપીને પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો. ટોળા દ્વારા પેટ્રોલ બોમ્બથી હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પંકજના જણાવ્યા અનુસાર શેરીમાંથી ભાગતી વખતે તેઓ ઘાયલ થયા હતા.

    - Advertisement -

    તેમણે કહ્યું કે આગચંપીથી પીડિતોને ઘેરી લેવામાં આવ્યા. પંકજ સક્સેનાના જણાવ્યા અનુસાર ઘેરાબંધી બાદ ટોળાએ ઉપરથી પથ્થરો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. તેમણે તેની પણ પુષ્ટિ કરી કે મહિલા પોલીસ કર્મચારીઓ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી. આ દરમિયાન પંકજ સક્સેના બેહોશ થઈ ગયા હતા. તેમણે પોતાનો જીવ બચાવવા બદલ ગાંધીનગરના લોકોનો આભાર માન્યો હતો. તેમણે જ તેને બચાવ્યા અને તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. ગાંધીનગરની જનતાએ ઘણા પોલીસકર્મીઓ અને મીડિયાકર્મીઓને બચાવ્યા, મહિલા પોલીસકર્મીઓને પણ કપડાં આપ્યાં હતાં.

    ઘાયલ પત્રકાર પંકજ સક્સેનાએ કહ્યું કે, સરકારી ખર્ચે તેમની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, “હલ્દ્વાની હિંસામાં લોકોને નામ પૂછીને મારવામાં આવ્યા. હુમલાખોરો નામ પૂછી રહ્યા હતા, કેટલાક પત્રકારો તેમની બિરાદરીના હતા એટલે એમને છોડી દેવામાં આવ્યા.” પંકજના કહેવા અનુસાર તેમનો એક 8 વર્ષનો દીકરો છે. જો તેમને બચાવવામાં ન આવ્યા હોત તો તેમની લાશ જ ઘરે પરત આવી હોત. પંકજ સક્સેનાને ચાલવામાં તકલીફ થઇ રહી છે. હિંસામાં ઘાયલ થયા બાદ તેમને ચાલવા માટે અન્ય કોઈ વ્યક્તિનો સહારો લેવો પડે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં