Wednesday, September 18, 2024
More
    હોમપેજદેશમોહરમ જુલૂસ દરમિયાન ક્યાંક મુસ્લિમ ટોળાંએ 'હિંદુ' દુકાનદાર પર હુમલો કરીને દુકાનમાં...

    મોહરમ જુલૂસ દરમિયાન ક્યાંક મુસ્લિમ ટોળાંએ ‘હિંદુ’ દુકાનદાર પર હુમલો કરીને દુકાનમાં કરી તોડફોડ: તો ક્યાંક પોલીસને 1 KM સુધી દોડાવી કર્યો પથ્થરમારો, 12 ઘાયલ

    મોહરમ જુલૂસ દરમિયાન પટનામાં મુસ્લિમ ટોળાં દ્વારા દુકાનમાં તોડફોડ કરીને હિંદુ દુકાનદારને જાહેરમાં માર મારવામાં આવ્યો છે, તો બીજી તરફ મુજફફરપુરમાં કટ્ટરપંથી ટોળાંએ પોલીસ પર જ હુમલો કરી દીધો છે. 1 કિલોમીટર સુધી પોલીસને દોડાવીને તેના પર પથ્થરો વરસાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    ઇસ્લામિક તહેવાર મોહમર (Muharram) દેશભરના મુસ્લિમો દ્વારા મનાવવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સમુદાયના લોકો મોહરમના જુલૂસો કાઢીને તાજીયા ઉપાડી રહ્યા છે. તે સાથે જ હવે હિંસાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, મોહરમના જુલૂસ દરમિયાન બિહારમાં ભારે હિંસા થઈ છે. મોહરમના જુલૂસ દરમિયાન રાજધાની પટનામાં મુસ્લિમ ટોળાં દ્વારા દુકાનમાં તોડફોડ કરીને હિંદુ દુકાનદારને જાહેરમાં માર મારવામાં આવ્યો છે, તો બીજી તરફ મુજફફરપુરમાં કટ્ટરપંથી ટોળાંએ પોલીસ પર જ હુમલો કરી દીધો છે. 1 કિલોમીટર સુધી પોલીસને દોડાવીને તેના પર પથ્થરો વરસાવવાના સમાચાર સામે આવ્યા છે.

    મોહરમના જુલૂસ દરમિયાન પટનાના (Patna) રાજા બજાર વિસ્તારમાં હિંસા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં એક દુકાનમાં તોડફોડ કરીને હિંદુ દુકાનદારને જાહેરમાં માર માર્યાનો બનાવ બનવા પામ્યો છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં અફરાતફરી અને અશાંતિનો માહોલ ઊભો થયો છે. પટનાના રાજા બજારમાં મોડી રાત્રે આ ઘટના બનવા પામી હતી. અહીં મદરેસા શેરીમાં શુભમ કરિયાણા સ્ટોર પર તાજીયા દરમિયાન તોડફોડ કરવામાં આવી હતી. હિંદુ દુકાનદારે જણાવ્યું છે કે, કેટલાક તોફાનીઓ બળજબરીથી દુકાન પર ઘૂસી ગયા હતા અને ફ્રિજ પર લાકડીઓ વરસાવવા લાગ્યા હતા, તેને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા તો તે ટોળાંએ દુકાનદાર પર પણ હુમલો કરી દીધો હતો.

    દુકાનદારે જણાવ્યું છે કે, “આ મામલે પહેલાંથી કોઈ સાથે દુશ્મની નહોતી. મુસ્લિમોએ કહ્યું કે, જુલૂસ આવે છે, દુકાન બંધ કરો. મે શટર બંધ કરી દીધું, તેમ છતાં ટોળું ત્યાં ઘસી આવ્યું અને ફ્રિજ તોડવા લાગ્યું.” ત્યારબાદ દુકાનદારે પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    - Advertisement -

    મુજફફરપુરમાં પોલીસ પર હુમલો

    બીજી તરફ, બિહારના મુજફફરપુરમાં (Muzaffarpur) પણ મોહરમના જુલૂસ દરમિયાન હિંસાના સમાચાર સામે આવ્યા છે. મુજફફરપુરમાં 16 જુલાઈની મોડી રાત સુધી મોહરમના જુલૂસ દરમિયાન ડીજે વાગી રહ્યું હતું. જે કાયદા અનુસાર, યોગ્ય નથી. તેથી પોલીસની ટીમ ડીજે જપ્ત કરવા માટે મોહરમના જુલૂસમાં પહોંચી હતી. આ સાથે જ જુલૂસમાં રહેલા કટ્ટરપંથી તત્વોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 12થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા છે. તેમાં મહિલા પોલીસકર્મી પણ સામેલ હતા. લગભગ 1 કિલોમીટર સુધી પોલીસને દોડાવીને કટ્ટરપંથી તત્વોએ પથ્થરો વરસાવ્યા હતા.

    ઘટનાસ્થળ પર કટ્ટરપંથીઓના હાથે ચડેલા પોલીસકર્મીઓને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. હુમલામાં 112 નંબર સહિતની પોલીસની ઘણી ગાડીઓને પણ તોડી પાડબમાં આવી હતી. ટોળાંમાં સામેલ લોકોએ રોડ બ્લોક કરીને યાત્રિકો પર પણ હુમલો કરી દીધો હતો અને પથ્થરો વરસાવ્યા હતા. ત્યાંથી નીકળી રહેલા વાહનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં અનેક યાત્રિકો પણ ઘાયલ થયા હોવાના સમાચાર છે. સ્થાનિક હિંદુઓના વિરોધ બાદ મામલો વધુ ગરમાયો હતો. બંને પક્ષો સામસામે આવતા તાત્કાલિક પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસને જોઈને મુસ્લિમ ટોળાંએ ફરીવાર પથ્થરો વરસાવવાના શરૂ કર્યા હતા.

    ત્યારબાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. પોલીસના કાફલાના જવાનોએ ટોળાં પર લાઠીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે ઘટનાસ્થળ પરથી લગભગ 12 જેટલા તોફાનીઓને કસ્ટડીમાં લીધા છે. પોલીસે દરેક શેરીમાં સર્ચ ઓપરેશન ચલાવીને હિંસક તોફાનીઓને કસ્ટડીમાં લીધા છે. નોંધવા જેવુ છે કે, આ કોઈ પહેલીવાર નથી કે, મોહરમ દરમિયાન હિંસા આચરવામાં આવી હોય. પરંતુ દર વર્ષે મોહરમ દરમિયાન આવી જ હિંસાનો દોર દેશના અલગ-અલગ ભાગોમાં ચાલુ રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં