Wednesday, September 18, 2024
More
    હોમપેજગુજરાતગુજરાત ATS દ્વારા ગોધરામાંથી 6 વ્યક્તિઓની અટકાયત: આતંકી સંગઠન ISKP સાથે સંપર્કમાં...

    ગુજરાત ATS દ્વારા ગોધરામાંથી 6 વ્યક્તિઓની અટકાયત: આતંકી સંગઠન ISKP સાથે સંપર્કમાં હોવાની આશંકા, પૂછપરછ શરૂ

    ATSને NIA દ્વારા ગુજરાતમાં ISKP (ઈસ્લામિક સ્ટેટ- ખુરાસાન પ્રોવિન્સ) આતંકી સંગઠનના એક્ટિવ સ્લીપર સેલના ઈનપુટ મળ્યા હતા. જેના આધારે પછીથી કાર્યવાહી કરવામાં આવી.

    - Advertisement -

    ગોધરામાં પાકિસ્તાનના આતંકી સંગઠનો સાથે સંપર્કમાં હોવાની આશંકાએ 6 શકમંદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મળેલા ઈનપુટના આધારે એટીએસએ કાર્યવાહી કરી હોવાનું કહેવાય છે. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મળેલા ઈનપુટના આધારે ગોધરા અને આસપાસના વિસ્તારોમાં ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારબાદ 6 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

    ગુરુવારે (7 ડિસેમ્બર, 2023) વહેલી સવારે પંચમહાલ જિલ્લાના ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં ATS (એન્ટી ટેરર સ્ક્વોડ) દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અહીં કેટલાક લોકોની આતંકી સંગઠનો સાથે કનેક્શન હોવાની માહિતી મળતાં ટીમ પહોંચી હતી. જેમાં ATS દ્વારા એક દંપતી અને 4 અન્ય શકમંદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે આ છમાં એક મહિલા પણ સામેલ છે.

    NIAએ આપ્યા ઈનપુટ, ATSનું સર્ચ ઓપરેશન

    અહેવાલો મુજબ કેન્દ્રીય એજન્સી NIA (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી) અને સેન્ટ્રલ આઈબી દ્વારા મળેલી માહિતીના આધારે ATSએ ગોધરા ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશનમાં ATS સાથે સ્થાનિક પોલીસ, LCB અને SOGની ટીમ પણ જોડાઈ હતી. અલગ-અલગ વિસ્તારોમાં ચાલેલી આ તપાસમાં કુલ 6 શકમંદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ તેમને અમદાવાદ ખાતેના ATS કાર્યલયમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં એમની પૂછપરછ કરવામાં આવશે. ATS દ્વારા શકમંદોની પૂછપરછ કરી કશું શંકાસ્પદ જોડાણ છે કે નહીં તેની સઘન તપાસ કરવામાં આવશે. 

    - Advertisement -

    ATSને NIA દ્વારા ગુજરાતમાં ISKP (ઈસ્લામિક સ્ટેટ- ખુરાસાન પ્રોવિન્સ) આતંકી સંગઠનના એક્ટિવ સ્લીપર સેલના ઈનપુટ મળ્યા હતા. જેના આધારે પછીથી કાર્યવાહી કરવામાં આવી. એટીએસના ડીઆઈજી દીપેન ભદ્રને માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમે ઈનપુટના આધારે કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને ગોધરામાં સર્ચ કર્યું છે. સેન્ટ્રલ એજન્સીના ઈનપુટના આધારે આ ઓપરેશન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ ચિત્ર સ્પષ્ટ થશે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ગુજરાતમાંથી આતંકી સંગઠન ISKP સાથે જોડાણ ધરાવતા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ગત જૂન મહિનામાં ATSએ પોરબંદર રેલવે સ્ટેશન પરથી 3 યુવાનો અને સુરથી એક મહિલા એમ કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તેમની ઓળખ ઉબૈદ નાસિર મીર, હાનન હયાત શોલ અને મોહમ્મદ હાજિમ શાહ તરીકે થઈ હતી, જ્યારે મહિલા સુમેરાબાનુ તરીકે ઓળખાઈ હતી.

    તપાસમાં સામે આવ્યું હતું કે આ તમામ આતંકવાદીઓ પોરબંદરના રસ્તે ઈરાન થઈને અફઘાનિસ્તાન પહોંચવાની ફિરાકમાં હતા. તેઓ ISKPના હેન્ડલરોના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો હતો. હજુ 2 દિવસ પહેલાં જ આ કેસમાં એજન્સીએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં